Multibagger penny stock: 15 મહિના પહેલા જો કોઈ રોકાણકારે 21.15 રૂપિયાના ભાવથી 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે એ 1 લાખ રૂપિયાની કિંમત 44.50 લાખ રૂપિયા હોય.
મુંબઈ. Multibagger penny stock: કોરોના મહામારી (Corona Pandemic) વચ્ચે 2021ના વર્ષમાં અનેક સ્ટૉકે રોકાણકારોને ખૂબ સારું એવું વળતર (Multibagger return) આપ્યું છે. આ મલ્ટીબેગર સ્ટૉકમાં અમુક પેની સ્ટૉક (Penny stock) પણ છે. આજે આવા જ એક શેરની વાત કરીએ. આ શેર 21.15 રૂપિયાના સ્તરથી (1 ઓક્ટોબર, 2020) 941.50 રૂપિયાના સ્તર (31 ડિસેમ્બર, 2021, NSE પર બંધ) સુધી પહોંચ્યો છે. આ દરમિયાન એટલે કે છેલ્લા 15 મહિનામાં આ શેર 44.50 ગણો વધ્યો છે. આ મલ્ટીબેગર શેરનું નામ એક્સપ્રો ઇન્ડિયા (Xpro India) છે.
શેરની કિંમત
>> છેલ્લા એક મહિનાની વાત કરીએ તો એક્સપ્રો ઇન્ડિયા શેર 897 રૂપિયાથી વધીને 941.50 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન શેરમાં પાંચ ટકાનો વધારો જોવામાં આવ્યો છે.
>> છેલ્લા છ મહિનામાં આ મલ્ટીબેગર શેર 175 રૂપિયાના સ્તરથી વધીને 941.50 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન શેરમાં 450% તેજી જોવામાં આવી છે.
>> આ જ રીતે છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ મલ્ટીબેગર શેર 35 રૂપિયાના સ્તરથી વધીને 941.50 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન શેરમાં 2,560%ની તેજી જોવામાં આવી છે.
>> છેલ્લા 15 મહિનાની વાત કરીએ તો આ પેની સ્ટૉક 21.15 રૂપિયાના સ્તરથી વધીને 941.50 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 4,350% તેજી જોવા મળી છે.
>> એક્સપ્રો શેરની કિંમતના ઇતિહાસ પરથી અંદાજ લગાવીએ તો જો કોઈ રોકાણકારો એક મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1.05 લાખ રૂપિયા હોય.
>> આવી જ રીતે જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 5.50 લાખ રૂપિયા હોય.
>> આવી જ રીતે એક વર્ષ પહેલા જો કોઈએ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 26.60 લાખ રૂપિયા હોય.
>> 15 મહિના પહેલા જો કોઈ રોકાણકારે 21.15 રૂપિયાના ભાવથી 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે એ 1 લાખ રૂપિયાની કિંમત 44.50 લાખ રૂપિયા હોય.
નિફ્ટી અને સેન્સેક્સ સાથે સરખામણી (Xpro India vs Nifty vs Sensex)
એક્સપ્રો શેરની જો નિફ્ટી સાથે સરખામણી કરીએ તો 15 મહિનાના સમયગાળા દરમિયાન આ શેર 11,417થી 17,354 અંકના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે નિફ્ટીમાં આશરે 50% તેજી જોવા મળી છે. આ રીતે BSE સેન્સેક્સ છેલ્લા 15 મહિનામાં 38,697 અંકથી વધીને 58,254 અંક પર પહોંચ્યો છે. એટલે કે સેન્સેક્સમાં આશરે 50.50% તેજી જોવા મળી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર