Multibagger Penny Stock: આ શેરમાં ત્રણ વર્ષમાં રોકાણકારોને મળ્યું 9000% વળતર, ₹1 લાખ બની ગયા ₹91 લાખ
Multibagger Penny Stock: આ શેરમાં ત્રણ વર્ષમાં રોકાણકારોને મળ્યું 9000% વળતર, ₹1 લાખ બની ગયા ₹91 લાખ
મલ્ટીબેગર પેની સ્ટોક
Multibagger Penny Stock: હવે નવું વર્ષ શરૂ થશે ત્યારે આ મલ્ટીબેગર સ્ટૉક શેર બજારમાં રોકાણ કરતા લોકોને એવો સંકેત આપી રહ્યો છે કે 2022ના વર્ષમાં પણ આ શેર મલ્ટીબેગર રિટર્ન આપી શકે છે.
મુંબઈ: અમેરિકાના દિગ્ગજ રોકાણકાર ચાર્લી મુંગેરે (Charlie Munger) એક વખત કહ્યુ હતુ કે પૈસા ખરીદવા અને વેચવાથી નહીં પરંતુ રાહ જોવાથી બને છે. બર્કશાયર હેથવેના વાઇસ ચેરમેન ચાર્લી મુંગેરનું આ નિવેદન હૈદરાબાદ સ્થિતિ ડિજિટલ માર્કેટિંગ કંપની બ્રાઇટકૉમ ગ્રુપ (Brightcom Group stock)ના સ્ટૉક પર બરાબર લાગૂ પડે છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ પેની સ્ટૉક (Penny stock) 2.16 રૂપિયાના સ્તરથી વધીને 195.90 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. એટલે કે આ શેરે તેના રોકાણકારોને 9000% વળતર (Brightcom Group stock return) આપ્યું છે.
હવે નવું વર્ષ શરૂ થશે ત્યારે આ મલ્ટીબેગર સ્ટૉક ભારતીય શેર બજારમાં રોકાણ કરતા લોકોને એવો સંકેત આપી રહ્યો છે કે 2022ના વર્ષમાં પણ તે મલ્ટીબેગર રિટર્ન આપી શકે છે. આથી તેઓ આ શેર પર દાંવ રમી શકે છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાંથી ત્રણ ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં અપર સર્કિટ લાગી હતી. આ દરમિયાન શેરની કિંમત 16% વધી છે.
શેરની કિંમતમાં ઉછાળો
>> મિન્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે એક મહિનામાં આ શેર 108 રૂપિયાના સ્તરથી 195.90 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન શેરની કિંમતમાં 80% ઉછાળો જોવામાં આવ્યો છે.
>> છેલ્લા છ મહિનામાં આ શેર 12.20 રૂપિયાથી વધીને 195.90 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન આ શેરની કિંમતમાં 1500% ઉછાળો જોવામાં આવ્યો છે.
રોકાણ પર અસર
>> 2022ના વર્ષના સંભવિત મલ્ટીબેગર પેની સ્ટોક્સમાંનો એક એવા આ શેરની કિંમતનો ઇતિહાસ તપાસીએ તો જો કોઈ રોકાણકારો એક મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તે 1 લાખની કિંમત આજે 1.80 લાખ રૂપિયા હોય.
>> જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 16 લાખ રૂપિયા હોય.
>> આવી જ રીતે જો કોઈ રોકાણકારો એક વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 46 લાખ રૂપિયા હોય.
>> જો કોઈ રોકાણકારે ત્રણ વર્ષ પહેલા 2.16 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને આજ દિવસ સુધી તે રોકાણ જાળવી રાખ્યું હોય તો તે 1 લાખ રૂપિયાની કિંમત આજે 91 લાખ રૂપિયા હોય.
ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી વિગત ફક્ત માહિતી માટે છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર