Multibagger Stock: 19 પૈસાના આ શેરે આપ્યું છપ્પરફાડ રિટર્ન, 1 લાખ રૂપિયા બની ગયા 25 લાખ
Multibagger Stock: 19 પૈસાના આ શેરે આપ્યું છપ્પરફાડ રિટર્ન, 1 લાખ રૂપિયા બની ગયા 25 લાખ
મલ્ટીબેગર રિટર્ન
Penny Stocks: એક વર્ષ પહેલા એટલે કે 17 મેના રોજ કંપનીના શેરની કિંમત 19 પૈસા હતી. જોકે, એક વર્ષ કરતા પણ ઓછા સમય એટલે કે 8 એપ્રિલના રોજ આ શેર વધીને 4.79 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે.
નવી દિલ્હી: કોણ એવું ન ઇચ્છે કે તેના પોર્ટફોલિયોમાં સામેલ શેર તગડું રિટર્ન (Multibagger return) ન આપે? જોકે, બધાના નસિબમાં આવા શેર નથી હોતા. ખાસ કરીને પેની સ્ટૉક્સ (Penny stocks) રોકાણકારોને ઝડપથી માલામલ બનાવી શકે છે. જોકે, તેની સામે આવા શેરમાં પૈસા ડૂબી જવાનું જોખમ પણ એટલું જ રહે છે. બીજી તરફ રોકાણકારો ઓછા સમયમાં બમ્પર રિટર્ન (Bumper return) માટે પેની સ્ટોક્સ ખરીદતા હોય છે. આજે અમે તમને એક એવા જ સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ. આ શેરે એક વર્ષમાં 1 લાખ રૂપિયાને 25 લાખ રૂપિયા બનાવી દીધા છે.
એક વર્ષમાં આપ્યું 2421 ટકા વળતર
અમે આજે BLS Infotech Ltd. શેરની વાત કરી રહ્યા છીએ. આ શેરે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 2421 ટકા વળતર આપ્યું છે. એક વર્ષ પહેલા એટલે કે 17 મેના રોજ કંપનીના શેરની કિંમત 19 પૈસા હતી. જોકે, એક વર્ષ કરતા પણ ઓછા સમય એટલે કે 8 એપ્રિલના રોજ આ શેર વધીને 4.79 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન બીએલએસ ઇન્ફોટેક લી.ના શેરે રોકાણકારોને 2421 ટકા વળતર આપ્યું છે. જ્યારે છેલ્લા છ મહિનાની વાત કરવામાં આવે તો આ શેરે રોકાણકારોને 1351 ટકા વળતર આપ્યું છે. 21 ઓક્ટોબરના રોજ આ શેરની કિંમત 33 પૈસા હતી.
આ વર્ષે આપ્યું 625 ટકા વળતર
આ કેલેન્ડર વર્ષમાં આ શેરે 625.76 ટકા રિટર્ન આપ્યું છે. ત્રીજી જાન્યુઆરી, 2022ના રોજ આ શેર 66 પૈસા પર બંધ થયો હતો. ત્યાંથી શેરની કિંમત વધીને 4.79 રૂપિયા પર પહોંચી હતી. જોકે, આ મહિને આ શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. એક મહિનામાં આ શેર સાત ટકા તૂટ્યો છે. જોકે, આ શેરે કમબેક કરતા છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં 20.65 ટકા રિટર્ન આપ્યું છે.
બીએલએસ ઇન્ફોટેક લિમિડેટ શેરની પ્રાઇસ હિસ્ટ્રી પ્રમાણે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા 9 પૈસા પ્રતિ શેર લેખે એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આ જે તેની કિંમત 25.21 લાખ રૂપિયા હોય. આ જ રીતે જો કોઈ કોરાણકારે છ મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 14 લાખ રૂપિયા હોય. જો આ વર્ષની શરૂઆતમાં કોઈએ આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 7.25 લાખ રૂપિયા હોય.