Multibagger Stock: બે મહિનામાં પૈસા ડબલ! આ Textile સ્ટૉકે રોકાણકારોના નાણા બે મહિનામાં ડબલ કરી દીધા
Multibagger Stock: બે મહિનામાં પૈસા ડબલ! આ Textile સ્ટૉકે રોકાણકારોના નાણા બે મહિનામાં ડબલ કરી દીધા
મલ્ટીબેગર સ્ટૉક
Multibagger stock Lagnam Spintex: સ્ટોક માર્કેટ વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે કોટન યાર્ન માર્કેટની કંપનીએ તાજેતરમાં જ પોતાના પ્લાન્ટના વિસ્તારની જાહેરાત કરી છે. આ માટે કંપની 218 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
મુંબઇ. Multibagger stock Lagnam Spintex: 2021ના વર્ષમાં અનેક એવા શેર હતા જેમણે રોકાણકારોના નાણા ડબલ કરી દીધા છે. આમાંથી મોટાભાગના શેર્સ કોરોનાની બીજી લહેર બાદ ચમક્યા હતા. લગનમ સ્પિન્ટેક્સ (Lagnam Spintex shares) શેર મલ્ટીબેગર શેર્સ (Multibagger penny stocks)ની યાદીમાં મોડેથી સામેલ થયો હતો. 30મી નવેમ્બર, 2021ના રોજ શેરની કિંમત એનએસઈ પર 47.20 રૂપિયા પર હતો. આ સ્તર પરથી શેર 94.45 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે આશરે બે મહિનામાં શેરની કિંમત બે ગણી થઈ ગઈ છે. બજાર નિષ્ણાતો હજુ પણ આ શેર પર Bullish છે. બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે ફન્ડામેન્ટલી અને ટેક્નિકલી આ શેર મજબૂત લાગી રહ્યો છે.
કંપનીએ બિઝનેસ વિસ્તારની કરી જાહેરાત
સ્ટોક માર્કેટ વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે કોટન યાર્ન માર્કેટની કંપનીએ તાજેતરમાં જ પોતાના પ્લાન્ટના વિસ્તારની જાહેરાત કરી છે. આ માટે કંપની 218 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ ઉપરાંત કંપનીએ તાજેતરમાં 300 કરોડ રૂપિયાના ગ્રોથની યોજના અંગે જાહેરાત કરી છે. જેના પગલે આ પેની સ્ટોક્સ મલ્ટીબેગર પેની સ્ટોક્સ બની ગયો છે. શેરે તાજેતરમાં 90 રૂપિયાના સ્તર પર બ્રેકઆઉટ આપ્યું છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ શેરમાં એક જ મહિનામાં 115 રૂપિયાની સપાટી જોઈ શકાય છે.
નિષ્ણાતોનો અભિપ્રાય:
1) IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાનું કહેવું છે કે, ટેક્સટાઇલ શેર હાલ તેજીમાં છે. આ શેરે 90 રૂપિયા પર બ્રેકઆઉટ આપ્યું છે. આ લેવલ શેર માટે મોટું વિઘ્ન રહ્યું છે. કંપનીએ તાજેતરમાં 300 કરોડના વિકાસની જાહેરાત કરી છે ત્યારે શેરમાં તેજી ચાલુ રહી શકે છે. આ શેર બહુ ઝડપથી ટ્રિપલ ડિજિટમાં પહોંચી શકે છે."
2) Choice Brokingના સુમિત બગડિયાએ આ શેર વિશે વાત કરતા જણાવ્યું કે, "ચાર્ટ પેટર્ન પર આ શેર બુલિશ જોવા મળી રહ્યો છે. રોકાણકારો આ શેરને વર્તમાન કિંમત પોતાના પોર્ટફોલિયોમાં ઉમેરી શકે છે. આ શેર માટે શોર્ટટર્મ ટાર્ગેટ 110-115 રૂપિયા છે. રોકાણકારો 88 રૂપિયાનો સ્ટૉપલૉસ જાળવી રાખે."
લગનમ સ્પિન્ટેક્સ ભારતની કોટન યાર્નનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની છે. કંપનીએ તાજેતરમાં જ પોતાના પ્લાન્ટના વિસ્તરણની જાહેરાત કરી છે. આ માટે કંપની 218 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. નવી ક્ષમતા બાદ કંપની આગામી બે વર્ષમાં વાર્ષિક ધોરણે 300 કરોડના વિકાસની આશા રાખે છે.
પ્રસ્તાવિત વિસ્તરણ બાદ કંપનીની ઉત્પાદન ક્ષમતા દૈનિક ધોરણે 35 ટનમાંથી વધીને 70 ટન થઈ જશે. જે બાદમાં કંપની કોમ્પેક્ટ યાર્નનું પણ ઉત્પાદન કરશે, જેની દેશ તેમજ વિદેશમાં ખૂબ મોટી માંગ રહેલી છે.
કંપનીનું પરિણામ
ડિસેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક દરમિયાન લગનમ સ્પિન્ટેક્સના નફામાં 107 ટકાનો વધારો નોંધાયો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 9.4 કરોડ રૂપિયા રહ્યો છે. આ પહેલાના વર્ષમાં સમાન ત્રિમાસિક દરમિયાન કંપનીનો નફો 4.54ક કરોડ રૂપિયા રહ્યો હતો.
ખાસ નોંધ: ઉપરનો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર