Home /News /business /Mutibagger Hotel Stock: આ હોટલ પેટ સાથે ખિસ્સું પણ ભરે છે! લોકો 1 વર્ષમાં બન્યા અમીર, શું છે રહસ્ય?

Mutibagger Hotel Stock: આ હોટલ પેટ સાથે ખિસ્સું પણ ભરે છે! લોકો 1 વર્ષમાં બન્યા અમીર, શું છે રહસ્ય?

સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ્સના શેરોએ એક વર્ષના ગાળામાં લગભગ 171 ટકાનું મલ્ટિબેગર વળતર આપ્યું છે.

Multibagger Hotel Stock: BSE પર મંગળવારના ટ્રેડિંગ સેશનમાં સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ્સ લિ.નો શેર 11%થી વધુ વધીને રૂ.282ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી આ સ્ટોક ઉપર તરફ જઈ રહ્યો છે.

    Mutibagger Hotel Stock: આજે શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. બપોરે 2.30 વાગ્યે સેન્સેક્સ 388 પોઈન્ટ વધીને 60481ની સપાટીએ પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન મિડકેપ્સ શેરોનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. BSE પર મંગળવારના ટ્રેડિંગ સેશનમાં સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ્સ લિમિટેડના શેરમાં 11% થી વધુનો વધારો થયો હતો. જે બાદ શેર ₹282ની નવી ટોચે પહોંચ્યો હતો.

    છેલ્લા એક મહિનામાં આ શેરમાં 22% થી વધુનો વધારો જોવા મળ્યો છે. જ્યારે S&P BSE સેન્સેક્સ આ સમયગાળા દરમિયાન 1.4 ટકા ઘટ્યો હતો. એટલું જ નહીં, છેલ્લા 6 મહિનામાં આ શેરે તેના રોકાણકારોને 86% નું જબરદસ્ત વળતર આપ્યું છે.

    આ પણ વાંચો:અંગ્રેજીમાં MA અને બ્રિટિશ કાઉન્સિલની નોકરી છોડી યુવતીએ ચાલું કર્યો ચાનો સ્ટોલ, લોકોનું હતું કંઈક આવું રિએક્શન

    2 દિવસમાં 16% વધારો


    છેલ્લા બે દિવસમાં સ્ટોક 16% વધ્યો છે. આવતીકાલે એટલે કે 18 જાન્યુઆરીએ કંપનીની અસાધારણ સામાન્ય સભા યોજાવા જઈ રહી છે, જે પહેલા શેરમાં આ તેજી જોવા મળી રહી છે. પ્રેફરન્શિયલ ઈસ્યુ દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે નોન-પ્રમોટર્સ માટે શેરધારકોની મંજૂરી મેળવવા માટે આ બેઠક યોજવામાં આવી રહી છે.

    રોકાણકારોના ખિસ્સા ભર્યા


    સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ્સના શેરોએ એક વર્ષના ગાળામાં લગભગ 171 ટકાનું મલ્ટિબેગર વળતર આપ્યું છે. તમે આ સ્ટૉકમાં ટૂંકા ગાળા માટે રોકાણ કરી શકો છો. લાંબા ગાળાના સમય માટે પણ સારા પ્રદર્શનની આશા છે. આજે આ શેરે ખૂબ જ સારો દેખાવ કર્યો છે. તે 282 ની આસપાસ રહ્યો છે. 255 પર સ્ટોપલોસ રહેશે. આ સિવાય, લક્ષ્ય કિંમત 295/310/330 હશે.

    આ પણ વાંચો:Income Tax: રેડી ટુ મૂવ કે અંડર કંસ્ટ્રક્શન? કયું મકાન વેચવાથી વધુ ટેક્સ બચી શકે, એક્સપર્ટ વ્યુ

    કંપની વિશે જાણો


    સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ્સ 25 વર્ષથી વધુ સમયથી તેની સેવા પૂરી પાડે છે. કંપની પાસે રેસ્ટોરન્ટ અને મીઠાઈનો બિઝનેસ છે અને તેનો બિઝનેસ ભારત, કતાર, UAE અને યુનાઈટેડ કિંગડમમાં ફેલાયેલો છે. 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં, કંપની પાસે ભારતના 14 શહેરોમાં 83 રેસ્ટોરાં અને 38 કન્ફેક્શનરી સ્ટોર્સ છે.


    કંપનીના નફામાં વધારો


    ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં અથવા સપ્ટેમ્બર 2022 ના રોજ પૂરા થતા Q2 FY23 માટે, તેનો એકીકૃત ચોખ્ખો નફો વધીને ₹11 કરોડ થયો હતો. જ્યારે તેની આવક એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરની તુલનામાં 52% વધીને ₹94 કરોડ થઈ હતી.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Business news, MultiBaggar Stock, Stock Marekt

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन