Home /News /business /

Multibagger Stock: 2022માં આ મલ્ટીબેગર કેમિકલ સ્ટૉક 16% તૂટ્યો, જાણો બજાર નિષ્ણાતોનો અભિપ્રાય

Multibagger Stock: 2022માં આ મલ્ટીબેગર કેમિકલ સ્ટૉક 16% તૂટ્યો, જાણો બજાર નિષ્ણાતોનો અભિપ્રાય

મલ્ટીબેગર શેર 16 ટકા તૂટ્યો

Multibagger stock: બ્રોકરેજ હાઉસ જીએમ ફાઇનાન્સિયલે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, કંપનીનો સીએસએમ બિઝનેસ સતત મજબૂત દેખાવ કરી રહ્યો છે. ભવિષ્યમાં પણ તે મજબૂત રહેવાની ધારણા છે.

    નવી દિલ્હી. Multibagger chemical stock: ત્રીજા ત્રિમાસિક દરમિયાન PI Industriesના આંકડા ઘરેલૂ બજારમાં નકારાત્મક સ્થિતિ વચ્ચે પણ અપેક્ષા કરતા સારા રહ્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો સીએસએમ બિઝનેસ મજબૂત રહ્યો છે. જેએમ ફાઇનાન્સિયલે (JM Financial) કંપનીના ત્રીજા ત્રિમાસિક પરિણામ જાહેર થયા બાદ પોતાની એક નોટમાં કહ્યુ છે કે ગ્રૉસ માર્જિન (Gross Margin)માં સુધારાથી સંકેત મળે છે કે કંપની ઘરેલૂ અને એક્સપોર્ટ બંને સેગમેન્ટમાં કાચા માલના ખર્ચમાં થયેલા વધારાના ગ્રાહકો પર નાખવામાં સફળ રહી છે.

    બ્રોકરેજ હાઉસનો રિપોર્ટ

    જેએમ ફાઇનાન્સિયલે વધુમાં જણાવ્યું કે, PI ઇન્ડસ્ટ્રિઝ કૃષિ ઉપરાંત અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા કેમિકલ્સનું પ્રોડક્શનમાં પણ વિવિધતા લાવી રહી છે. કંપની ઇલેક્ટ્રોનિક કેમિકલની સાથે સાથે બીજા પ્રકારના ફાઇન સ્પેશિયાલિટી કેમિકલના બિઝનેસનો પણ વિસ્તાર કરી રહી છે.

    બ્રોકરેજ હાઉસે ટાર્ગેટ ઘટાડ્યો

    બ્રોકરેજ હાઉસ જેમ ફાઇનાન્સિયલે પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે કંપનીનો સીએસએમ બિઝનેસ સતત મજબૂત દેખાવ કરી રહ્યો છે. આગળ પણ મજબૂતીના સંકેત છે. બ્રોકરેજ હાઉસે આ સ્ટૉકને Buy રેટિંગ આપતા તેનો ટાર્ગેટ 3,675 રૂપિયાથી ઘટાડીને 3,620 રૂપિયા કરી દીધો છે.

    આ પણ વાંચો: Stock Markets: શું શેરબજારમાં કડાકાએ તમારી પણ ચિંતા વધારે દીધી છે?

    સોમવારે એનએસઈ પર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝનો શેર 1.95 ટકા (49.50 રૂપિયા) વધીને 2,602 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર બંધ રહ્યો હતો. આજે એટલે કે 7 ફેબ્રુઆરીના રોજ આ શેર 2,552.20 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. શુક્રવારે આ શેર 2,552.20 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. કંપનીની માર્કેટ કેપ 39,636 કરોડ રૂપિયા છે.

    આ પણ વાંચો: Stock Market Closing Bell: સેન્સેક્સ 1023 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 17,300 નીચે બંધ; જાણો કડાકાના કારણો

    2022માં આ શેર 16 ટકા તૂટ્યો

    ઉલ્લેખનીય છે કે આ કેમિકલ સ્ટૉક 2022માં અત્યારસુધી 16 ટકા તૂટી ગયો છે. સપ્ટેમ્બર 2021ના 3,533 રૂપિયાના હાઈથી આ શેર અત્યારસુધી 27 ટકા તૂટી ગયો છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ એ એગ્રો કેમિકલ બિઝનેસની લીડિંગ કંપની છે. કંપનીના પોર્ટફોલિયોમાં એગ્રી ઉપરાંત બીજા ઇન્ડ્રસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવતા કેમિકલ પણ સામેલ છે. કંપની પોતાના બિઝનેસમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કરી રહી છે. ઘરેલૂ ઉપરાંત વિદેશી બજારમાં પણ કંપનીની સારી એવી પહોંચ છે.

    (ખાસ નોંધ: ઉપરનો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. શેરબજારમાં રોકાણ જોખમોનો આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Share market, Stock tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन