Home /News /business /15 રૂપિયાના આ Multibagger સ્ટૉકે 1 લાખ રૂપિયાને 10 વર્ષમાં બનાવી દીધા 1.35 કરોડ રૂપિયા, કરી લો એક નજર

15 રૂપિયાના આ Multibagger સ્ટૉકે 1 લાખ રૂપિયાને 10 વર્ષમાં બનાવી દીધા 1.35 કરોડ રૂપિયા, કરી લો એક નજર

સ્પેશિયાલિટી કેમિકલ સ્ટૉક્સ

Deepak Nitrite Stock: ચોઈસ બ્રોકિંગના સુમીત બગડિયાનું કહેવું છે કે વર્તમાન સ્તર પર આ શેરમાં 2100-2200 રૂપિયાના શોર્ટ ટર્મ ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આ માટે 2000 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવવો.

    મુંબઇ. Multibagger Stock Deepak Nitrite: આજકાલ શેરબજારમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આ દરમિયાન રોકાણકારો એવા મલ્ટીબેગર શેર્સ (Multibagger stocks) શોધી રહ્યા છે જે ખૂબ ઓછી કિંમતે મળી રહ્યા છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે Deepak Nitrite શેરમાં લાંબા સમયગાળા માટે જો દાવ રમવામાં આવે તો તે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. બજાર દિગ્ગજોનું કહેવું છે કે આ શેર ખૂબ તૂટી ગયો છે. બજારમાં એકવાર ટ્રેન્ડ બદલાયા બાદ આ શેરમાં મજબૂત તેજી જોવા મળી શકે છે. આ કેમિકલ સ્ટૉક (Chemical stock) 2021ના વર્ષમાં મલ્ટીબેગર સાબિત થયો હતો. આ શેર તેના રોકાણકારોને માલામાલ કરી ચૂક્યો છે.

    છ મહિનામાં શેર 22 ટકા તૂટ્યો

    છેલ્લા છ મહિનાથી આ શેર વેચવાલીના દબાણ હેઠળ છે. છેલ્લા એક મહિનામાં આ શેર 2,660 રૂપિયાના સ્તરથી 2,058 રૂપિયાના સ્તર પર પર આવી ગયો છે. આ દરમિયાન શેરની કિંમત 22 ટકા ઘટી છે. છેલ્લા છ મહિનામાં આ શેર આશરે ચાર ટકા તૂટ્યો છે. જ્યારે 2022ના વર્ષની શરૂઆતથી અત્યારસુધી આ શેર 2,530 રૂપિયાથી ઘટીને 2,058 રૂપિયાના સ્તર પર આવી ગયો છે. આ દરમિયાન શેર 19 ટકા તૂટ્યો છે.

    10 વર્ષમાં શેર 135 ગણો થયો

    ભારે ઘટાડા છતાં આ શેરમાં રોકાણકારોને એક વર્ષમાં 75 ટકા વળતર મળ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ મલ્ટીબેગર શેર 103.65 રૂપિયાથી વધીને 2,058 રૂપિયાના સ્તર સુધી પહોંચ્યો છે. આ દરમિયાન શેરમાં આશરે 1,900 ટકાનું વળતર મળ્યું છે. છેલ્લા 10 વર્ષમાં આ મલ્ટીબેગર કેમિકલ શેર 15.21 રૂપિયાના સ્તરથી વધીને 2,058 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં આ શેર 135 ગણો વધી ગયો છે.

    આ પણ વાંચો: સોનામાં આવી ફૂંફાડા મારતી તેજી, સોનું ઓલ ટાઈમ હાઈથી 5,986 રૂપિયા દૂર!

    વળતર પર નજર

    આ શેરના રિટર્ન પર નજર કરીએ તો જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હોય તો આજે તેની કિંમત ઘટીને 78,000 રૂપિયા હોય. આ શેરમાં છ મહિના પહેલા 1 લાખનું રોકાણ આજે ઘટીને 96,000 રૂપિયા બની ગયું હોય. એક વર્ષ પહેલા એક લાખ રૂપિયાનું રોકાણ આજે 1.75 લાખ રૂપિયા બની જતું. જો પાંચ વર્ષ પહેલા આ શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 20 લાખ રૂપિયા હોય.

    આ જ રીતે જો કોઈએ 10 વર્ષ પહેલા 15.21 રૂપિયાના ભાવ પર આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત વધીને 1.35 કરોડ રૂપિયા હોય.

    આ પણ વાંચો: શા માટે ELSS ફંડ્સમાં રોકાણ ફાયદાનો સોદો છે? જાણો 10 દમદાર ફાયદા વિશે

    બજાર નિષ્ણાતો આ શેર પર બુલિશ

    શેર બજારના જાણકારો આ શેર પર હજુ બુલિશ છે. ચોઈસ બ્રોકિંગના સુમીત બગડિયાનું કહેવું છે કે વર્તમાન સ્તર પર આ શેરમાં 2100-2200 રૂપિયાના શોર્ટ ટર્મ ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આ માટે 2,000 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવવો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Stock market, Stock tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन