Home /News /business /Multi Layer Farming: જો ખેડૂતો આ યુક્તિ અજમાવશે તો આવક થઇ જશે ચાર થી પાંચ ગણી વધારે
Multi Layer Farming: જો ખેડૂતો આ યુક્તિ અજમાવશે તો આવક થઇ જશે ચાર થી પાંચ ગણી વધારે
આ પ્રકારની ખેતીમાં એક સાથે 3-4 પાકની ખેતી કરવામાં આવે છે.
Multi Layer Farming: આ ખેતી નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. જે ખેડૂતોની જમીન ઓછી છે તેઓ ઓછી જગ્યામાં પણ એક સાથે વિવિધ પાક ઉગાડી શકે છે. આ ખેતીમાં ખર્ચ ઘણો ઓછો છે. આ ખેતીમાંથી ખર્ચ કરતાં પાંચ ગણો નફો થાય છે.
Multi Layer Farming: ભારતની મોટાભાગની વસ્તી માટે ખેતી એ આજીવિકાનું સાધન છે. સરકાર ખેડૂતોના લાભ માટે સતત વિવિધ યોજનાઓ શરૂ કરે છે. ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રકારના જાગૃતિ કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે. ખેતીની ઘણી પદ્ધતિઓ છે જેના દ્વારા ખેડૂતોની આવક વધારી શકાય છે. આજે અમે તમને એક એવી ટેકનિક વિશે જણાવીશું જે ખેડૂતોની આવકમાં વધારો કરશે. આ તકનીકને મલ્ટિલેયર ફાર્મિંગ કહેવામાં આવે છે.
મલ્ટિ લેયર ફાર્મિંગ વિષે
મલ્ટિલેયર ફાર્મિંગના નામ પરથી જાણીતી એવી ખેતી કે જે એક જ સમયે એક જ જગ્યાએ કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં એક સાથે 3-4 પાકની ખેતી કરવામાં આવે છે. આ માટે ખેડૂતો પહેલા એવો પાક વાવે છે જે જમીનની અંદર ઉગે છે. ત્યાર બાદ તે જ ખેતરમાં શાકભાજી કે અન્ય ખેતી કરી શકે છે.
આ પ્રકારની ખેતીમાં સૌપ્રથમ એવા પાકો વાવવામાં આવે છે જે જમીનની નીચે રહે છે, પછી એવા પાકો વાવવામાં આવે છે જે જમીનના નીચલા સ્તર સુધી આવે છે, પછી ઊંચા પાકો વાવવામાં આવે છે. આ ખેતીમાં પાકની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે શક્ય હોય તો તાલીમ લેવી, તેમજ જરૂર જણાય તો નિષ્ણાતનો અભિપ્રાય પણ લેવો.
નાના ખેડૂતો માટે ફાયદાકારક
આ ખેતી નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. જે ખેડૂતોની જમીન ઓછી છે તેઓ ઓછી જગ્યામાં પણ એક સાથે વિવિધ પાક ઉગાડી શકે છે. આ ખેતીમાં ખર્ચ ઘણો ઓછો છે. આ ખેતીમાંથી ખર્ચ કરતાં પાંચ ગણો નફો થાય છે. નિષ્ણાતોના મતે ચોક્કસ જમીન ક્ષેત્ર પર 1 રૂપિયા મળવા પાત્ર છે તો આ રીતે ખેતી કરવાથી તેઓ ત્રણ થી ચાર ગણું (ત્રણ થી ચાર લાખ) વધુ વળતર મેળવી શકે છે.
પાણીની બચત
કૃષિ તજજ્ઞોના મતે આ ખેતીમાં પાણીની પણ બચત થાય છે. જેમાં આશરે 70 ટકા સુધી પાણીની બચત થાય છે. આ ખેતીમાં પાક માટે જરૂરી હોય તેટલું ખાતર આપવું પડે છે. આ સિવાય પાકોને પોષક તત્વો એકબીજા પાકમાંથી મળી જાય છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર