Home /News /business /VIDEO: ઈશા-આકાશ ટ્વિન્સ બાળકો સાથે મુંબઇ પહોંચ્યા, અંબાણી પરિવારે કર્યું ભવ્ય સ્વાગત

VIDEO: ઈશા-આકાશ ટ્વિન્સ બાળકો સાથે મુંબઇ પહોંચ્યા, અંબાણી પરિવારે કર્યું ભવ્ય સ્વાગત

નીતા અંબાણી અને મુકેશ અંબાણી બંને ઈશાની સાથે તેમના પૌત્રોનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા હતા.

Ambani Family: નીતા અંબાણી અને મુકેશ અંબાણી બંને ઈશાની સાથે તેમના પૌત્રોનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. અંબાણી પરિવારે ઈશા અને તેમના બે બાળકોના સ્વાગત માટે ઝીણવટભરી તૈયારીઓ કરી છે

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ તાજેતરમાં ટ્વિન્સને જન્મ આપ્યો છે. અમેરિકાના લોસ એન્જલસમાં જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ ઈશા અંબાણી પ્રથમવાર પોતાના બાળકો સાથે મુંબઈ આવી છે. અંબાણી પરિવાર તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યો હતો.

ઈશા અંબાણીએ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. તેઓએ 19 નવેમ્બર 2022 ના રોજ લોસ એન્જલસમાં ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો હતો. તેમાં એક છોકરો અને એક છોકરી છે.



નીતા અંબાણી અને મુકેશ અંબાણી બંને ઈશાની સાથે તેમના પૌત્રોનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. અંબાણી પરિવારે ઈશા અને તેમના બે બાળકોના સ્વાગત માટે ઝીણવટભરી તૈયારીઓ કરી છે. આ પ્રસંગે અંબાણી પરિવાર અને નજીકના સંબંધીઓ પણ રિસેપ્શનમાં હાજર રહ્યા હતા.



પોતાની પોસ્ટમાં વિરલ ભયાણીએ કહ્યું છે કે ઈશા અને તેમના જોડિયા બાળકો કતાર એરવેઝની સ્પેશિયલ ફ્લાઈટમાં મુંબઈ પહોંચ્યા હતા. આટલું જ નહીં ઈશાને મુંબઈ લાવવા માટે નિષ્ણાત ડોક્ટરોની ટીમ લોસ એન્જલસ ગઈ હતી. એવું માનવામાં આવે છે કે ઈશા અંબાણી અને તેમના નાના બાળકોના સ્વાગત માટે અંબાણી પરિવારના ઘરમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે.
First published:

Tags: Ambani Family, Isha Ambani

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો