રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સતત નવમા વર્ષે દેશના સૌથી અમીર

દેશના ધનિકોમાં વધુ એકવાર રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ મેદાન માર્યું છે. ફોર્બ્સ ઇન્ડિયાએ દેશના ટોપ 100 ધનવાનોની યાદી જાહેર કરી છે. જેમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પ્રથમ નંબરનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

દેશના ધનિકોમાં વધુ એકવાર રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ મેદાન માર્યું છે. ફોર્બ્સ ઇન્ડિયાએ દેશના ટોપ 100 ધનવાનોની યાદી જાહેર કરી છે. જેમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પ્રથમ નંબરનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # દેશના ધનિકોમાં વધુ એકવાર રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ મેદાન માર્યું છે. ફોર્બ્સ ઇન્ડિયાએ દેશના ટોપ 100 ધનવાનોની યાદી જાહેર કરી છે. જેમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પ્રથમ નંબરનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં દેશના સૌથી ટોપ 100 ધનવાનો છે. જેમાં મુકેશ અંબાણી એક લાખ વીસ હજાર કરોડ સંપત્તિ સાથે અવ્વલ છે. અહીં ખાસ નોંધનિય છે કે, આ યાદીમાં 12 નવા ચહેરા પણ ઉમેરાયા છે.

ફોર્બ્સ મેગેઝીને દુનિયાના સૌથી અમીર લોકોની નવી યાદી તૈયાર કરી છે. જેમાં ભારતીય ઉદ્યોગપતિઓ પણ છે. ફોર્બ્સની યાદીમાં સામેલ ભારતના સૌથી અમીર લોકોની વાત કરીએ તો જાણીતા રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીનું નામ સૌથી મોખરે છે.

આ સતત નવમી વખત છે કે જ્યારે મુકેશ અંબાણીનુ નામ ભારતીય અમીરોની યાદીમાં સૌથી મોખરે રહ્યું હોય. જોકે ગત વર્ષની સરખામણીએ વૈશ્વિક મંદીને પગલે રૂપિયો ડોલર સામે 9 ટકા ઘટી જતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર પર પણ અસર પડી છે. ક્રુડની ઘટેલી કિંમતો બાદ પણ મુકેશ અંબાણી દેશના ધનવાનોની યાદીમાં મોખરે છે. ફોર્બ્સ અંતગર્ત એમની સંપત્તિ 18.9 અરબ ડોલર છે.

મુકેશ અંબાણી બાદ ફાર્મા ક્ષેત્રના દિગ્ગજ દિલીપ સંઘવી 18 અરબ ડોલર સાથે બીજા ક્રમે છે. જ્યારે જાણીતા ઉદ્યોગપતિ અજીજ પ્રેમજી 15.9 અરબ ડોલર સાથે ત્રીજા સ્થાને છે.
First published: