રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશને સૌથી વધારે GST અને VAT ચૂકવે છે : મુકેશ અંબાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશને સૌથી વધારે GST અને VAT ચૂકવે છે : મુકેશ અંબાણી
ફાઈલ તસવીર

અંબાણીએ 1,00,000 શેરધારકોને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ થકી સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધારે જીએસટી અને વેટ (GST & VAT) આપનારી કંપની છે.

 • Share this:
  નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની 43મી એજીએમ (RIL 43rd AGM 2020) આજે 15 જુલાઈ બપોરે 2 વાગ્યે શરુ થઈ ગઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ (Reliance Industry Chairman Mukesh Ambani)એ AGMમાં સૌથી મોટી જાહેરાતો કરી છે. અંબાણીએ 1,00,000 શેરધારકોને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ થકી સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધારે જીએસટી અને વેટ (GST & VAT) આપનારી કંપની છે. આ વેલ્યૂમાં આશરે 69,372 કરોડ રૂપિયા છે. જ્યારે આરઆઈએલ (RIL) ગત વર્ષે 8 હજાર કરોડથી વધારે ઈનકમ ટેક્સ ભર્યો છે.

  પહેલીવાર આ બેઠક વીડિયો કોન્ફેરન્સિંગ થકી થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે 500 અલગ-અલગ જગ્યાએ એક લાખ શેર ધારકો સામેલ થઈ શકે છે.  સમયથી પહેલા પુરો કર્યો કર્જમૂક્તનો વાયદોઃ કોરોના સંકટ કાળમાં પણ પોતાના ડિજિટલ પ્લેટફોર્મમાં દુનિયાના દિગ્ગજ રોકાણકારો તરફી ભારે રોકાણ એકઠું કરવામાં સફળ રહી છે.

  આ પણ વાંચોઃ-RIL AGM 2020 : રિલાયન્સ AGMમાં કરાયેલી મુખ્ય જાહેરાતો, તમને શું નવું મળશે

  આ પણ વાંચોઃ-Jio અને Google સાથે મળીને ભારતને 2G મુક્ત કરશે : મુકેશ અંબાણી

  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ડિજિટલ શાખા R-Jio પ્લેટફોર્મમાં કંપનીને 22 એપ્રિલથી 12 જુલાઈ સુધી કુલ 25.24 ટકાની ભાગીદારીના વેચાણથી 1,18,318.45 કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું છે. આ ઉપરાંત કંપનીએ પોતાના હાલના શેરધારકોને રાઈટ ઈશ્યૂ થકી 53,124 કરોડ રૂપિયા વધારે એકઠાં કર્યા છે.  મુકેશ અંબાણીએ કહ્યું કે, જિયો મીટ ભારતનું પહેલું અને એકમાત્ર ક્લાઉડ બેસ્ડ વીડિયો કોન્ફરન્સિંગ એપ છે. આને માત્ર બે જ મહિનામાં યંગ જિયો પ્લેટફોર્મ ટીમે બનાવ્યું છે. આ એપનાં લોન્ચનાં થોડા જ દિવસમાં આને 50 લાખ લોકોએ ડાઉનલોડ કરી લીધું છે.

  આકાશ અંબાણીએ AGMમાં JioTV+ ને રજૂ કર્યુ છે. તેમણે કહ્યું કે JioTV+ માં વર્લ્ડ લિડીંગ 12 OTT કંપનીઓનાં કન્ટેન્ટ હશે. તેમાં Netflix, Amazon Prime, Disney+ Hotstar, Voot, SonyLiv, Zee5, JioCinema, JioSaavn, YouTube જેવી અન્ય એપ્સ પણ શામેલ હશે.
  Published by:ankit patel
  First published:July 15, 2020, 16:25 pm