Home /News /business /જિયોનું ફાઇબર ઓપ્ટિક નેટવર્ક લગાવી શકે છે આ ધરતીના 27 ચક્કર : મુકેશ અંબાણી

જિયોનું ફાઇબર ઓપ્ટિક નેટવર્ક લગાવી શકે છે આ ધરતીના 27 ચક્કર : મુકેશ અંબાણી

રિલાયન્સ (Reliance) ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ (Mukesh Ambani)કહ્યું કે જિયોનું (Jio)અખિલ ભારતીય ફાઇબર ઓપ્ટિક નેટવર્ક 11 લાખ કિલોમીટરથી વધારે છે

Reliance 45th Annual General Meeting : મુકેશ અંબાણીએ કહ્યું- જિયો ફાઇબર દેશનું સૌથી મોટું એફટીટીએક્સ સર્વિસ પ્રોવાઇડર બની ગયું છે. તેની સાથે 70 લાખથી વધારે પ્રિમાઇસેસ કનેક્ટ છે

    મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની (Reliance Industries)45મી એજીએમ (AGM)દરમિયાન રિલાયન્સ (Reliance) ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ (Mukesh Ambani)કહ્યું કે જિયોનું (Jio)અખિલ ભારતીય ફાઇબર ઓપ્ટિક નેટવર્ક 11 લાખ કિલોમીટરથી વધારે છે. જે પૃથ્વીની ચારેય તરફ 27 વખત ચક્કર લગાવી શકે છે.

    રિલાયન્સ જિયોની એજીએમને સંબોધિત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે જિયોની ફિક્સ્ડ લાઇન નેટવર્ક હાઇ ક્વોલિટી ફાઇબર ઓપ્ટિક નેટવર્ક પર આધારિત છે. આ એક એવી ઇન્ફોર્મેશન બેકબોન છે જે ભારતના દરેક ખૂણામાં સૂચનાઓનું આદાન પ્રદાન કરે છે અને તેને ગ્લોબલ ઇન્ટરનેટ સાથે જોડે છે. વર્તમાનમાં જિયોનું પેન-ઇન્ડિયા ફેબરિક ઓપ્ટિક નેટવર્ક 11 લાખ કિલોમીટરથી વધારે છે.

    આ પણ વાંચો - 5G લોન્ચની તારીખથી લઈને FMCG બિઝનેસમાં એન્ટ્રીની મુકેશ અંબાણીની જાહેરાત

    રિલાયન્સના ચેરમેને આગળ કહ્યું કે જિયો ફાઇબર દેશનું સૌથી મોટું એફટીટીએક્સ સર્વિસ પ્રોવાઇડર બની ગયું છે. તેની સાથે 70 લાખથી વધારે પ્રિમાઇસેસ કનેક્ટ છે. આ ઉપલબ્ધિ કોવિડ-19 મહામારી છતા છેલ્લા 2 વર્ષમાં મેળવી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન જિયો ફાઇબરની માંગમાં પણ વધારો જોવા મળ્યો છે. દરેક નવા 3 કસ્ટમરમાંથી 2 કસ્ટમર જિયો ફાઇબરની પસંદગી કરી રહ્યા છે.

    આ પણ વાંચો - રિલાયન્સ FMCG બિઝનેસ શરૂ કરશે, ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ વિતરણ કરવાનો ઉદ્દેશ્ય : ઇશા અંબાણી

    જોકે મુકેશ અંબાણીએ એ પણ કહ્યું કે મજબૂત ગ્રોથ છતા ફિક્સ્ડ બ્રોડબેન્ડ સેવાઓના મામલામાં ભારત દુનિયાના બીજા દેશોના મુકાબલે ઘણું પાછળ છે. ભારતમાં ફિક્સ્ડ બ્રોડબેન્ડના ફક્ત 2 કરોડ કનેક્શન છે અને ભારત આ મામલે દુનિયામાં 138માં નંબરે આવે છે. આપણે આ સ્થિતિમાં બદલાવ લાવવો પડશે. જિયો આ બદલાવ કરશે. અમે ભારતને ફિક્સ્ડ બ્રોડબેન્ડ કનેક્શનના મામલે દુનિયાના ટોપ-10 દેશોની યાદીમાં સામેલ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

    દીવાળી સુધીમાં 5G સેવા લોન્ચ થઈ જશે


    એજીએમ ખાતે મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે, "આગામી બે મહિના એટલે કે દિવાળી સુધી ભારતના અનેક શહેરોમાં 5G સેવા લોંચ કરીશું. જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા મેટ્રો સામેલ છે. દર મહિને અમે જિયો 5G નેટવર્કને આગળ વધારીશું. આજથી 18 મહિના પછી એટલે કે ડિસેમ્બર 2023 સુધી દેશના દરેક શહેર, તાલુકામાં અમારું 5G નેટવર્ક હશે."

    Jio 5G બ્રોડબેન્ડનું નામ 'Jio Air Fibre' હશે


    મુકેશ અંબાણીએ કહ્યુ કે, જિયો 5Gની વધુ એક રોચક સંભાવના અલ્ટ્રા-હાઈ-સ્પીડ ફિક્સ્ડ બ્રોડબેન્ડ છે. જેમાં તમને કોઈ તાર વગર ફાઇબર જેવી સ્પીડ મળશે, આથી તેનું નામ JioAirFiber છે. 5G સેવા ફક્ત અમુક શહેરમાં નહીં હોય, અમે આખા ભારતમાં તેને પહોંચાડવા માટે યોજના બનાવીશું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Reliance AGM, Reliance group, Reliance Industries, મુકેશ અંબાણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन