Home /News /business /

Mukesh Ambaniને Blockchain પર છે વિશ્વાસ, આને સારા સમાજ માટે જરૂરી ગણાવ્યો

Mukesh Ambaniને Blockchain પર છે વિશ્વાસ, આને સારા સમાજ માટે જરૂરી ગણાવ્યો

મુકેશ અંબાણી ફાઈલ તસવીર

mukesh ambani blockchain technology: અંબાણીએ કહ્યું કે મારા બ્લોકચેન ટેક્નોલોજી ઉપર વિશ્વાસ છે અને આ ક્રિપ્ટોકરન્સી (cryptocurrency) અલગ છે. તેમણે એ પણ કહ્યું કે બ્લોકચેન વિશ્વાસથી અને બરાબરીવાળા સમાજને લઈને ખુબ જ મહત્વની છે.

    નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ (Mukesh Ambani, Chairman and Managing Director, Reliance Industries) કહ્યું કે તેમને બ્લોકચેન ટેક્નોલોજી (blockchain technology) ઉપર વધારે વિશ્વાસ છે. અંબાણીએ કહ્યું કે મારા બ્લોકચેન ટેક્નોલોજી ઉપર વિશ્વાસ છે અને આ ક્રિપ્ટોકરન્સી અલગ છે. તેમણે એ પણ કહ્યું કે બ્લોકચેન વિશ્વાસથી અને બરાબરીવાળા સમાજને લઈને ખુબ જ મહત્વની છે. GIFT સિટીથી વર્ચુઅલી ઇન્ટનેશનલ ફાઈનાશિયલ સર્વિસસ સેન્ટર્સ ઓથોરિટીના ઈનફિનિટી ફોરમને (IFSCA) આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં મુકેશ અંબાઈએ બ્લોકચેન અંગે પોતાનું મંતવ્ય આપ્યું હતું.

    ક્રિપ્ટોકરન્સીને રેગુલેશન માટે સરકાર બિલ બનાવી રહી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ એ લોકોમાં સામેલ છે જેમનું માનવું છે કે બ્લોકચેન ટેક્નોલોજી ક્રિપ્ટોકરન્સી વગર પણ ચાલતી રહેશે.

    અંબાણીએ કહ્યું કે બ્લોકચેનનો ઉપયોગ કોઈપણ પ્રકારના ટ્રાન્જેક્શનની સુરક્ષા, વિશ્વાસ, ઓટોમેશન અને એવી સુવિધા મળશે જે પહેલા ક્યારે નહીં મળી હોય. તેમણે કહ્યું કે આપણી સપ્લાય ચેનને પણ સારી બનાવવા માટે આનો ઉપયોગ થઈ શકે છે. તેમણે કહ્યું કે આગળના લેવના ફાઈનાન્સ ઇનોવેશન માટે આ સારો અવસર ઉપલબ્ધ કરાવી શકે છે.

    આ પણ વાંચોઃ-Mukesh Ambaniનો વિશ્વાસઃ ભારત આપબળે કરશે ડિજીટલ સોસાયટીનું નેતૃત્વ અને બનશે વૈશ્વિક લીડર

    અંબાણીએ કહ્યું કે બ્લોકચેનને આજ નોન-ફંજિબલ ટોકન (NFT) માટે એકદમ નવા કોનસેપ્ટ તૈયાર કર્યું છે. આ ટેક્નોલોજી રિયલ ટાઈમ ટ્રાન્જેક્શન અને સેટલમેન્ટ લાગુ કરવા માટે સુવિધા આપી શકે છે. લેન્ડ, પ્રોપર્ટી, ગોલ્ડ અને બીજા પ્રકારના એસેટ્સને ઓનરશિપના ડિજિટાઈજેશનમાં મદદગાર છે.

    આ પણ વાંચોઃ-Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 218 ગણો ભરાયો, રિટેલ હિસ્સો 29 ગણો ભરાયો, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

    અંબાણીએ કહ્યું, “તે ખૂબ જ સારી વાત છે કે અમે T+7 થી T+2 અને T+1 પર આવી ગયા છીએ, પરંતુ હું રિયલ ટાઈમમાં ઘણો વિશ્વાસ કરું છું. બ્લોકચેન એક એવી ટેકનોલોજી છે જેમાં હું માનું છું અને તે ક્રિપ્ટોથી અલગ છે. મને લાગે છે કે સ્માર્ટ ટોકન એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે તમે એવા વ્યવહારો કરી રહ્યા છો જે ક્યારેય બદલી શકાતા નથી.

    આ પણ વાંચોઃ-RD FAQs: માત્ર એક ક્લિકમાં જાણો રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ અંગે મૂંઝવતા દરેક સવાલનો જવાબ

    અંબાણીએ કહ્યું, "આ ટેક્નોલોજી વિકેન્દ્રિત નાણાકીય ક્ષેત્રને એવી રીતે ફરીથી વ્યાખ્યાયિત કરશે કે જેની અમે ક્યારેય કલ્પના કરી ન હતી." તેઓ માને છે કે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ નવીન ઉકેલ બનાવવા માટે થઈ શકે છે જે વાસ્તવિક સમયમાં ક્રેડિટ સ્કોર્સનું સંચાલન કરતી વખતે લાખો વેપારીઓની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂરી કરશે.
    Published by:ankit patel
    First published:

    Tags: મુકેશ અંબાણી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन