Home /News /business /

2018માં મુકેશ અંબાણી લાવી રહ્યાં છે નવો બિઝનેસ, તમે પણ જોઈ લો

2018માં મુકેશ અંબાણી લાવી રહ્યાં છે નવો બિઝનેસ, તમે પણ જોઈ લો

રિલાયન્સ જીઓના લોન્ચિંગ બાદ વર્ષ 2017 મુકેશ અંબાણી માટે ખૂબ સારૂ રહ્યું છે. જીઓએ પણ વર્ષ 2017માં ઘણાં રેકોર્ડ બનાવ્યા છે. જેનાથી યુજર્સને સસ્તી ટેલિકોમ સર્વિસનો ફાયદો થયો છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં મુકેશ અંબાણીએ નવા વર્ષમાં નવો બિઝનેશ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. જે રીતે 2G/3Gથી આગળ વધીને યુજર્સને 4Gની ભેટ આપી છે. આ રીતે આ વખતે પણ એકદમ નવી સર્વિસથી જોડાયેલો બિઝનેશ શરૂ કરી શકે છે.

હાલમાં આયોજીત રિલાયન્સ ઇંડસ્ટ્રી લિમિટેડની 40મી વર્ષગાંઠના દિવસે 'આજ કલ ઔર આજ' કાર્યક્રમમાં નવો બિઝનેસ શરૂ થાય તેવો સંકેત આપ્યો હતો. નવા વર્ષમાં રિલાયન્સ ઇંડસ્ટ્રી ઓલા-ઉબર જેવી ટેક્સી એગ્રીગેટર સર્વિસ લોન્ચ કરી શકે છે. સાથે જ કંપની સ્ટાર્ટઅપ્સ તરફ પણ જઇ શકે છે. નવા વર્ષમાં કંપની તેની પેમેન્ટ બેંક પણ શરૂ કરી શકે છે.

કંપનીએ Jio પેમેન્ટ બેંકને ઓક્ટોબર 2017માં લોન્ચ કરવાની યોજના કરી હતી. પરંતુ ટેકનીકલ મુશ્કેલીઓને કારણે Jio પેમેન્ટ બેંક હવે 2018માં લોન્ચ કરવામાં આવી શકે છે. જિયોની બેંકના લોન્ચ થવાથી મોદી સરકારની કેશલેશ યોજનાને પણ પ્રોત્સાહન મળી શકે છે. રિલાયન્સ ઇંડસ્ટ્રી પેમેન્ટ બેંકને દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇની સાથે મળીને લોન્ચ કરશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આવનાર વર્ષમાં મુકેશ અંબાણી ઓલા અને ઉબરની જેમ ટેક્સી સર્વિસ લોન્ચ કરી શકે છે. આ અંગે ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ કોઇ કારણોસર આ સેવાઓને ચાલું કરવામાં આવી શકી નથી. તેમજ નવીનીકરણીય ઉર્જાને લઇને આરઆઇએલની 40મી વર્ષગાંઠ દરમિયાન મુકેશ અંબાણીએ RILના કર્મચારીઓને કહ્યું હતું કે આગામી સદી ક્લિન એનર્જીની સદી હશે. એવામાં RIL નવા વર્ષમાં સોલર એનર્જીના ક્ષેત્રમાં પ્રવેશ કરવાની ઘોષણા કરી શકે છે.
First published:

Tags: Jio, Mukesh aambani, New business in 2018

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन