નવી દિલ્હી. શુક્રવારે ઈન્ટરનેશનલ ક્લાઇમેટ સમિટને (International Climate Summit) સંબોધિત કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries Limited) ચેરમેન મુકેશ અંબાણીએ (Mukesh Ambani) જણાવ્યું, “આ સમિટમાં સંબોધન કરવું મારા માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે, ભારત આત્મનિર્ભરના (Aatma Nirbhar Bharat) લક્ષ્યને પ્રાપ્ત કરશે. ક્લાઇમેટ ચેન્જ દુનિયા માટે મોટો પડકાર છે. જળવાયુ પરિવર્તનને (Climate Change) નિયંત્રણમાં રાખવાની જરૂર છે. તેના માટે આપણે ગ્રીન એનર્જી (Green Energy) તરફ ઝડપથી આગળ વધવું પડશે. જળવાયુ પરિવર્તન એક વૈશ્વિક સમસ્યા છે. તેનો સામનો સાથે મળીને કરવો પડશે.” પોતાના સંબોધનમાં મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગામી 3 વર્ષમાં ગ્રીન એનર્જી માટે 75,000 કરોડનું રોકાણ કરશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું, “ભારત આ પ્રયાસમાં પોતાનું યોગદાન આપવા તૈયાર છે. ગ્રીન પાવર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (Prime Minister Narendra Modi) ફોકસ દુનિયા માટે સંદેશ છે. Fossil એનર્જી પર દેશની મોટી રકમ ખર્ચ થાય છે. માનવ જાતિ માટે જળવાયુ પરિવર્તન મોટો પડકાર બની ગયું છે. આ પડકારનો સામનો કરવા માટે ભારત ન્યૂ એનર્જીમાં આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર છે. ભારતમાં ન્યૂ એનર્જી ગ્રીન રેવલ્યૂશનની (Green Revolution) શરૂઆત થઈ ગઇ છે. ગ્રીન એનર્જીમાં ગ્લોબલ લીડર બનવાની ભારતમાં સંભાવના છે.”
#LIVE | Chairman & MD of Reliance Industries, Mukesh Ambani speaks at the International Climate Summit 2021 https://t.co/jqOisi56b9
મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું, “સમગ્ર વિશ્વમાં આજે ગ્લોબલ વોર્મિંગ એક મોટો ખતરો બની ગયું છે. તેનાથી બચવા માટે ગ્રીન એનર્જીને અપનાવવું એક માત્ર વિકલ્પ છે. ગ્રીન હાઇડ્રોજન Fossil Energyનો સારો વિકલ્પ છે. આપણે ક્લીન, ગ્રીન અને ન્યૂ એનર્જીના યુગમાં આવવું પડશે.”
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રીન એનર્જી ક્ષેત્રે આયોજન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું, “RIL ગ્રીન એનર્જી ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. કંપનીની ગ્રીન એનર્જીમાં આગામી 3 વર્ષમાં 75,000 કરોડ રૂપિયા રોકાણ કરવાની યોજના છે. એનર્જી પ્રોડક્શનમાં ભારત આત્મનિર્ભર બનશે. હાઇડ્રોજનની કિંમત (Hydrogen Price) થોડાક વર્ષોમાં ઘટવાની આશા છે”.
મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં કહ્યું, “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નેટ ઝીરો કાર્બન કંપની હશે. કંપનીની 2030 સુધી 100 GW રિન્યૂએબલ ક્ષમતા સેટઅપ કરવાની યોજના છે. ભવિષ્યમાં એનર્જી પ્રોડક્શન માટે સોલરની ભૂમિકા અગત્યની હશે. પર્યાપ્ત સ્ટોરેજ, સ્માર્ટ મીટરથી સોલરથી મદદ મળશે. કાર્બન હટાવવામાં ગ્રીન હાઇડ્રોજનનો ભૂમિકા અગત્યની છે. આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને કંપની પોતાની આગામી યોજના પર કામ કરી રહી છે.”
(ડિસ્કેલમર- ન્યૂઝ 18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો એક ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર