મુકેશ અંબાણી સતત આઠમાં વર્ષે સૌથી અમીર ભારતીય, કુલ સંપત્તિ 3.80 લાખ કરોડ રુપિયા

News18 Gujarati
Updated: September 25, 2019, 9:13 PM IST
મુકેશ અંબાણી સતત આઠમાં વર્ષે સૌથી અમીર ભારતીય, કુલ સંપત્તિ 3.80 લાખ કરોડ રુપિયા
મુકેશ અંબાણી સતત આઠમાં વર્ષે સૌથી અમીર ભારતીય, કુલ સંપત્તિ 3.80 લાખ કરોડ રુપિયા

આ વખતે યાદીમાં 1000 કરોડ રુપિયાથી વધારે સંપત્તિવાળા ભારતીયોની સંખ્યા વધીને 953 થઈ

  • Share this:
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Inusties)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)સતત આઠમાં વર્ષે સૌથી અમીર ભારતીયોની યાદી (India's Richest Man List)માં ટોચના સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 3,80,700 કરોડ રુપિયા આંકવામાં આવી છે.

આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયાના અમીરોની યાદી પ્રમાણે લંડન સ્થિત એસપી હિંદુજા અને તેમનો પરિવાર 1,86,500 કરોડ રુપિયાની સંપત્તિ સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. વિપ્રોના અઝીઝ પ્રેમજી અમીર ભારતીયોની યાદીમાં ત્રીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 1,17,100 કરોડ રુપિયા રહી છે.

આ વખતે યાદીમાં 1000 કરોડ રુપિયાથી વધારે સંપત્તિવાળા ભારતીયોની સંખ્યા વધીને 953 થઈ ગઈ છે. 2018માં આ સંખ્યા 831 હતી.જ્યારે ડોલર મૂલ્યમાં અબજોપતિઓની સંખ્યા 141થી ઘટીને 138 રહી ગઈ છે.

આ પણ વાંચો - પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર 1 ઑક્ટોબરથી 0.75% કૅશબેક મળશે નહીં, SBIએ જાણકારી આપી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના ટોપ 25 અમીરોની કુલ સંપત્તિનું મૂલ્ય ભારતના સફળ ઘરેલું ઉત્પાદન(GDP) ના 10 ટકા બરાબર છે. જ્યારે 1000 કરોડ રુપિયાથી વધારે સંપત્તિ રાખનાર 953 અમીરોની કુલ સંપત્તિઓ દેશની જીડીપીના 27 ટકા બરાબર છે.

ભારતના અમીરોની યાદીમાં આર્સેલર મિત્તલના મુખ્ય કાર્યકારી અધિકારી લક્ષ્મી નિવાસ મિત્તલ 107300 કરોડ રુપિયાની સંપત્તિ સાથે ચોથા અને 94,500 કરોડ રુપિયાની સંપત્તિ સાથે ગૌતમ અડાણી પાંચમાં સ્થાન છે. 94,100 કરોડ રુપિયાની સંપત્તિ સાથે ઉદય કોટક છઠ્ઠા, 88,800 કરોડ રુપિયાની વધારે સંપત્તિ સાથે સાઇરસ પૂનાવાલા સાતમાં, 76, 800 કરોડ રુપિયા સાથે સાઇરસ પલ્લોનજી મિસ્ત્રી આઠમાં, 76, 800 કરોડની સંપત્તિ સાથે શાપોરજી પલ્લોનજી નવમાં અને 71,500 કરોડ રુપિયા સાથે દિલીપ સંઘવી દસમાં સ્થાને છે.
First published: September 25, 2019
વધુ વાંચો
अगली ख़बर