મુકેશ અંબાણી બન્યા દુનિયાના સાતમાં સૌથી અમીર વ્યક્તિ, વોરેન બફેટને પાછળ રાખ્યા

મુકેશ અંબાણી બન્યા દુનિયાના સાતમાં સૌથી અમીર વ્યક્તિ, વોરેન બફેટને પાછળ રાખ્યા
મુકેશ અંબાણી બન્યા દુનિયાના સાતમાં સૌથી અમીર વ્યક્તિ, વોરેન બફેટને પાછળ રાખ્યા

મુકેશ અંબાણીની નેટવર્થ 2 અરબ ડોલર વધીને 70.10 અરબ ડોલર થઈ ગઈ છે. જ્યારે વોરેન બફેટની નેટવર્થ 67.8 અરબ ડોલર છે

 • Share this:
  નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (RIL)ચેરમને અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani)દુનિયાના સાતમાં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણીએ નેટવર્થના (Mukesh Ambani Networth)મામલે દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ (Warren Buffet)ને પાછળ રાખી દીધા છે. ફોર્બ્સ મેગેઝીનના રિયલ ટાઇમ બિલિયનેયર ઇંડેક્સથી આ જાણકારી મળી છે. આ ઇંડેક્સથી જાણકારી મળી છે કે આજે મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 2 અરબ ડોલરનો વધારો થયો છે.

  કેટલી છે વોરેન બફેટનીની કુલ સંપત્તિ?  આ ઇંડેક્સ ડેટા પ્રમાણે મુકેશ અંબાણીની નેટવર્થ 2 અરબ ડોલર વધીને 70.10 અરબ ડોલર થઈ ગઈ છે. જ્યારે વોરેન બફેટની નેટવર્થ 67.8 અરબ ડોલર છે. હાલમાં જ મુકેશ અંબાણી દુનિયાના 10 સૌથી અમીર વ્યક્તિના લિસ્ટમાં સામેલ થયા હતા.

  કેવી રીતે વધી મુકેશ અંબાણીની સંપત્તિ?

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનની સંપત્તિમાં વધારાનું કારણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં (RIL Share Price)સતત વધારો થઈ રહ્યો છે. માર્ચથી અત્યાર સુધી RILના શેરમાં ડબલ વધારો થયો છે. હાલમાં જ રિલાયન્સની ટેકનોલોજી એકમ જિયો પ્લેટફોર્મ્સે (Jio Platforms) ઘણી વૈશ્વિક કંપનીઓ સાથે ડીલની જાહેરાત કરી છે, જેમાં ફેસબુક પણ સામેલ છે. આ પછી RILના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.

  આ પણ વાંચો - RIL-BP જોઇન્ટ વેન્ચરની જાહેરાત, ફ્યૂલ અને મોબિલિટીના ક્ષેત્રમાં કામ કરશે RBML  લાંબા સમય સુધી દુનિયાના બીજા સૌથી મોટો અરબપતિ રહેલા વોરેન બફેટને હાલના દિવસોમાં ખાસ લાભ થયો નથી. તેમની કંપની બર્કશાયર હેથવે (Berkshire Hathaway)ઘણા વર્ષોથી અંડરપર્ફોમિંગ ઇંડેક્સમાં સામેલ રહી છે.

  દર 5 મિનિટમાં અપડેટ થાય છે ફોર્બ્સનો રિયલ ટાઇમ બિલિયનેયર ઇંડેક્સ

  તમને જણાવી દઈએ કે ફોર્બ્સના રિયલ ટાઇમ બિલિયનેયર રેકિંગ્સથી દરરોજ પબ્લિક હોલ્ડિંગ્સમાં થનાર ઉતાર-ચડાવ વિશે જાણકારી મળે છે. દુનિયાના અલગ-અલગ ભાગમાં શેરબજાર ખુલ્યા પછી દર 5 મિનિટમાં આ ઇંડેક્સ અપડેટ થાય છે. જે વ્યક્તિઓની સંપત્તિ કોઈ પ્રાઇવેટ કંપની સાથે સંબંધિત છે, તેની નેટવર્થ દિવસમાં એક વખત અપડેટ થાય છે.

  વર્તમાનમાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇ કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ (Jeff Bezos)છે. બેજોસની કુલ સંપત્તિ 188.2 અરબ ડોલર છે. આ લિસ્ટમાં 110.70 અરબ ડોલર સાથે બિલ ગેટ્સ બીજા નંબરે છે.
  Published by:Ashish Goyal
  First published:July 10, 2020, 22:20 pm

  ટૉપ ન્યૂઝ