મુકેશ અંબાણીએ એરિક્સન ચૂકવણીના મામલામાં અનિલ અંબાણીને કરી મદદ

News18 Gujarati
Updated: March 19, 2019, 8:48 AM IST
મુકેશ અંબાણીએ એરિક્સન ચૂકવણીના મામલામાં અનિલ અંબાણીને કરી મદદ
મુકેશ અંબાણીએ ચૂકવ્યું નાના ભાઇની કંપનીનું દેવું, અનિલ અંબાણીએ માન્યો આભાર

મુકેશ અંબાણીની મદદથી અનિલે સ્વીડનની કંપની એરિક્સનને 458.77 કરોડ રુપિયા ચૂકવ્યા

  • Share this:
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશની બાકી રકમ ચૂકવી છે. આ પછી અનિલે મોટા ભાઈ મુકેશ અને ભાભી નીતા અંબાણીનો બાકી રકમ ચુકાવવામાં મદદ કરવા પર આભાર વ્યક્ત કર્યો હતો. મુકેશ અંબાણીની મદદથી અનિલે સ્વીડનની કંપની એરિક્સનને 458.77 કરોડ રુપિયા ચૂકવ્યા છે.

આરકોમના એક પ્રવક્તાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરતા એરિક્સનના 550 કરોડ રુપિયાની બાકી રકમ વ્યાજ સહિત ચુકવી દીધી છે. આ ચુકવણી સાથે જ આરકોમની એરિક્સન સાથે ચાલી રહેલી 18 મહીના જૂની કાયદાકીય લડત પણ સમાપ્ત થઈ ગઈ છે.

અનિલ અંબાણીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે પરીક્ષાની આ ઘડીમાં મારી સાથે ઉભા રહેવા માટે હું મારા સન્માનીય મોટા ભાઈ મુકેશ અને નીતાને દિલથી ધન્યવાદ આપું છું. સમય પર આ મદદથી તેમણે અમારા મજબૂત પારિવારિક મૂલ્યોને પ્રદર્શિત કર્યા છે. હું અને મારો પરિવાર તેમના આભારી છીએ. અમે વીતેલા ભૂતકાળથી આગળ વધ્યા છીએ અને આ વ્યવહાર મારા દિલને સ્પર્શી ગયો છે.

આરકોમ ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં 118 કરોડ રુપિયા જમા કરી ચૂક્યું છે. સ્વીડિશ ફર્મે આરકોમના નેટવર્કનું પ્રબંધન અને સંચાલન કરવા માટે 2014માં એક સમજુતી ઉપર હસ્તાક્ષર કર્યા અને ગત વર્ષે બાકી રકમને લઈને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

આ બીજી વખત મુકેશ અંબાણીએ પોતાના નાના ભાઈની મદદ કરી છે. 2018માં મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઇંફોકોમે આરકોમની વાયરલેસ સેવાને 3000 કરોડ રુપિયામાં ખરીદી હતી. બજારમાં પ્રાઇસ વોર ચાલવાના કારણે આરકોમે પૈસાની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.
First published: March 18, 2019
વધુ વાંચો
अगली ख़बर