Home /News /business /Green Energyમાં રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ છે ભારત, વિશ્વભરના રોકાણકારોને આમંત્રણ: મુકેશ અંબાણી
Green Energyમાં રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ છે ભારત, વિશ્વભરના રોકાણકારોને આમંત્રણ: મુકેશ અંબાણી
મુકેશ અંબાણી
Mukesh Ambani in Asia Economic Dialogue 2022: ભારત ગ્રીન એનર્જીમાં રોકાણInvestment in Green Energy Sector) માટે સૌથી મોટું મેદાન છે. પીઆઈસીના પ્રમુખ રઘુનાથ મશેલકર સાથેની વાતચીતમાં તેમણે ગ્રીન એનર્જીને પર્યાવરણ અને જીવનની જરૂરિયાત ગણાવી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (CMD Mukesh Ambani) એ બુધવારે એશિયા ઈકોનોમિક ડાયલોગ 2022 (Asia Economic Dialogue 2022) માં જણાવ્યું હતું કે, ભારત ગ્રીન એનર્જીમાં રોકાણInvestment in Green Energy Sector) માટે સૌથી મોટું મેદાન છે. પીઆઈસીના પ્રમુખ રઘુનાથ મશેલકર સાથેની વાતચીતમાં તેમણે ગ્રીન એનર્જીને પર્યાવરણ અને જીવનની જરૂરિયાત ગણાવી હતી.
RILના CMD મુકેશ અંબાણીએ વિશ્વભરના રોકાણકારોને ભારતના ગ્રીન એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારતમાં ગ્રીન એનર્જીની વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. ભારત ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ અને ઉર્જાની માંગ સતત વધી રહી છે. જો અન્ય દેશોના રોકાણકારો અહીં રોકાણ કરે છે, તો તેમની પાસે પણ મોટો નફો મેળવવાની તક છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આપશે ગ્રીન એનર્જીને સપોર્ટ અને કરશે તેમાં વધારો સીએમડી મુકેશ અંબાણીએ ન માત્ર વિશ્વભરના રોકાણકારોને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં નાણાંનું રોકાણ કરવા માટે આમંત્રિત કર્યા નથી, પરંતુ તેમણે પોતાની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાનું રોકાણ કરવાનું પણ કહ્યું છે.
તેમણે કહ્યું કે અમે આ ક્ષેત્રને સુધારવા અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ભારતને વિશ્વનું પાવરહાઉસ બનાવવા માટે ઘણી તૈયારીઓ કરી છે. રિલાયન્સ આગામી 10થી 15 વર્ષમાં આ સેક્ટરમાં રૂ. 5.95 લાખ કરોડનું રોકાણ કરશે.
સરકારના પ્રયત્નોથી 6 વર્ષમાં આવ્યું મોટુ રોકાણ છેલ્લા 6 વર્ષમાં દેશના ગ્રીન એનર્જી ઉત્પાદનમાં લગભગ 4.7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે. આને વધુ વેગ આપવા માટે સરકારે 2021માં જ ગ્રીન એનર્જીના નિયમોને પણ સૂચિબદ્ધ કર્યા છે. એવો અંદાજ છે કે 2030 સુધીમાં આ સેક્ટરમાં 1 લાખ કરોડ રૂપિયાનું વાર્ષિક રોકાણ સરળતાથી આવી જશે.
" isDesktop="true" id="1182533" >
ગ્રીન એનર્જીને ગણાવી સમયની જરૂરિયાત સીએમડી મુકેશ અંબાણી (CMD Mukesh Ambani) એ કહ્યું કે ગ્રીન એનર્જી (Green Energy) આ સમયે આપણી માટે વિકલ્પ નથી, પરંતુ જરૂરિયાત છે. તે માત્ર ભવિષ્યનું ઈંધણ નથી, પરંતુ તે પર્યાવરણની વધતી જતી ચિંતાઓમાંથી મુક્તિ મેળવવાનું એક સાધન પણ છે. તેમણે કહ્યું કે સમગ્ર બ્રહ્માંડમાં જીવન લાયક અન્ય કોઈ ગ્રહ આપણી પાસે નથી. તેને સાચવવું જરૂરી છે. તેથી ગ્રીન એનર્જી એ માત્ર એક વિકલ્પ નથી પણ જરૂરિયાત છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર