Home /News /business /Vibrant Gujarat: રિલાયન્સ હવે ઈ-કોમર્સ બિઝનેસમાં કરશે શ્રીગણેશ, અમેઝોન-ફ્લિપકાર્ટને આપશે ટક્કર

Vibrant Gujarat: રિલાયન્સ હવે ઈ-કોમર્સ બિઝનેસમાં કરશે શ્રીગણેશ, અમેઝોન-ફ્લિપકાર્ટને આપશે ટક્કર

રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી (ફાઈલ ફોટો)

મુકેશ અંબાણીએ કહ્યું કે, ઈ-કોમર્સ પ્લેટફોર્મને સૌથી પહેલા ગુજરાતમાં લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જીયો અને રિલાયન્સ રીટેલના નવા ઈ-કોમર્સ પ્રોજેક્ટ્સથી ગુજરાતમાં 12 લાખ દુકાનદારોને ફાયદો થશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, રિલાયન્સ ટુંક સમયમાં જ ઈ-કોમર્સ સેક્ટરમાં પગ મુકવા જઈ રહી છે. આ મોડલને સૌથી પહેલા ગુજરાતમાં અજમાવવામાં આવશે. રિલાયન્સનું નવું વેન્ચર અમેઝોન અને ફ્લિપકાર્ટને પડકાર આપી શકે છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પોતાના આ પ્લાન વિશે જણાવતા મુકેશ અંબાણીએ કહ્યું કે, ઈ-કોમર્સ પ્લેટફોર્મને સૌથી પહેલા ગુજરાતમાં લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જીયો અને રિલાયન્સ રીટેલના નવા ઈ-કોમર્સ પ્રોજેક્ટ્સથી ગુજરાતમાં 12 લાખ દુકાનદારોને ફાયદો થશે.

જીયો 5જી સેવાઓ માટે તૈયાર
અંબાણીએ કહ્યું કે, જીયોનું નેટવર્ક 5જી સેવાઓ માટે તૈયાર છે. તે માટે તેમની દૂરસંચારની એકમ અને છૂટક વ્યાપાર એકમ સાથે મળીને એક નવું પ્લેટફોર્મ તૈયાર કરશે, જે છૂટક વેપારીઓ, દુકાનદારો અને ગ્રાહકોને આપસમાં જોડશે.

આ છે પ્લાન
મુકેશ અંબાણીનો પ્લાન 5 હજાર શહેરો અને કસ્બાઓમાં ફેલાયેલા 5100થી વધારે જીયો પોઈન્ટ સ્ટોરના ઉપયોગનો છે. આ સ્ટોર દ્વારા તે ઈન્ટરનેટ એક્સેસ વગરના લોકો સુધી પણ પહોંચશે, જેમણે હજુ સુધી ઓનલાઈન શોપિંગ નથી કરી.

અંબાણીએ ગુજરાતને ગણાવ્યું પહેલી પસંદ
મુકેશ અંબાણીએ કહ્યું કે, ગુજરાત રિલાયન્સની જન્મભૂમી અને કર્મભૂમી છે. ગુજરાત હંમેશા અમારી પહેલી પસંદગી રહી છે અને રહેશે. રિલાયન્સ સમૂહે રિલાયન્સ જીયોના માધ્યમથી દૂરસંચાર ક્ષેત્રમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે.

તેમણે કહ્યું કે, અમે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 3 લાખ કરોડનું રોકાણ કર્યું છે, અને અહીં લગભગ 10 લાખ લોકો માટે આજીવિકાનો અવસર પેદા કર્યો છે. ગત દશકની તુલનામાં રિલાયન્સ અગામી 10 વર્ષમાં પોતાના રોકાણ અને રોજગારની સંખ્યા બે ઘણી કરશે.
First published:

Tags: Announce, Vibrant Gujarat Summit, મુકેશ અંબાણી