Home /News /business /

Meta Stock crash: મેટાના શેરમાં કડાકો બોલી જતાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી હવે માર્ક ઝકરબર્ગથી વધારે અમીર

Meta Stock crash: મેટાના શેરમાં કડાકો બોલી જતાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી હવે માર્ક ઝકરબર્ગથી વધારે અમીર

માર્ક ઝકરબર્ગ (ફાઇલ તસવીર)

Meta stock crash: ત્રીજી ફેબ્રુઆરીના રોજ મેટાના શેર 26% સુધી ઘટી ગયા હતા. મેટાના શેરમાં કડાકો બોલી જતાં માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં 29 અબજ ડૉલરનો ઘટાડો થયો છે.

    નવી દિલ્હી: ભારતના બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને ગૌતમ અદાણી (Gautam Adani) હવે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg)થી વધારે અમીર છે. Forbsના Real time billionaires યાદી પ્રમાણે Meta Platforms Inc (મેટા પ્લેટફોર્મ્સ ઇંક)ના શેર (Meta stock crash)માં એક દિવસમાં રેકોર્ડ ઘટાડો નોંધાતા માર્ક ઝકરબર્ગ સૌથી ધનવાન લોકોની યાદીમાં મુકેશ અંદાણી અને ગૌતમ અદાણીથી નીચે સરકી ગયા છે. રિયલ-ટાઇમનો અર્થ હાલની સ્થિતિ એવો થાય છે.

    મેટાનો શેર 26% સુધી તૂટ્યો

    મેટાના શેરમાં ત્રીજી ફેબ્રુઆરીના રોજ 26% સુધી ઘટાડો નોંધાયો છે. આ સાથે જ માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં 29 અબજ ડૉલરનો ઘટાડો નોંધાયો છે. ફોર્બ્સની યાદી પ્રમાણે ફેસબુકના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઝકરબર્ગની સંપત્તિ ઘટીને 85 અબજ ડૉલર થઈ ગઈ છે.

    મુકેશ અંબાણી અને ગૌતમ અંબાણીની સંપત્તિ

    ફોર્બ્સની Real-time billionaires યાદી પ્રમાણે ગૌતમ અદાણીની સંપત્તિ હાલ 90.1 અબજ ડૉલર છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 90 અબજ ડૉલર છે. મેટાના શેરમાં કડાકા બાદ ઝકરબર્ગનું નામ Forbesની યાદીમાં 12મા નંબર પર આવી ગયું છે.

    200 અબજ ડૉલરનું ધોવાણ

    મેટાના શેર ક્રેશ થતા એક જ દિવસમાં 200 અબજ ડૉલર પાણીમાં વહી ગયા છે. મેટા પહેલા ફેસબુક નામે ઓળખાતી હતી. આ કંપનીમાં માર્ક ઝરબર્ગની ભાગીદારી 12.8 ટકા છે. બજાર ખુલતાની સાથે જ મેટાના શેરમાં કડાકો બોલી ગયો હતો. જેના પરિણામ કંપનીના બજાર મૂલ્યમાં આશરે 200 અબજ ડૉલરનું નુકસાન થયું હતું.

    આ પણ વાંચો: Jubilant Food stock: ત્રીજા ત્રિમાસિક પરિણામ બાદ બ્રોકરેજ હાઉસિસ પાસેથી જાણો, શેરની ખરીદી કરવી, હોલ્ડ કરવો કે વેચી દેવ

    અન્ય ટેક શેરમાં રેલી જોવા મળી

    ગત મહિને નેટફ્લિક્સના શેર્સમાં પણ આવો કડાકો બોલી ગયો હતો. જોકે, અન્ય ટેક કંપનીઓ જેવી કે એપલ અને ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં પરિણામ બાદ રેલી આવી હતી. આશરે 20 મિનિટના ટ્રેડિંગ દરમિયાન Tech Rich Nasdaq Composite Index 2.2 તૂટ્યો હતો.

    બીજી તરફ Dow Jones Industrial Average 0.8 ઘટીને 35,332.58 પર આવી ગયો હતો. Broad-based S&P 500 1.5 ટકા ઘટીને 4,520.99 અંક પર આવી ગયો હતો.

    આ પણ વાંચો: Stock Market: આ 10 સ્ટોકે છેલ્લા પાંચ વર્ષમાં આપ્યું 500% વળતર, રોકાણકારો થયા માલામાલ

    યુએસ બજારમાં ચાર દિવસથી તેજી

    યુએસ બજારમાં છેલ્લા ચાર દિવસથી તેજી આવી છે. મુખ્ય કારણ એ છે કે ફેડરલ રિઝર્વ પોલિસીમાં ફેરફાર અને યૂક્રેન અનિશ્ચિતતાને પગલે બજાર દબાણ હેઠળ હતું. બજાર તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Facebook, Gautam Adani, Mark zuckerberg, Meta, મુકેશ અંબાણી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन