Jioનું સ્વદેશી 5G સોલ્યૂશન ચીનની આ કંપની માટે બનશે મોટો ફટકો! કંપની એક્સપોર્ટ પણ કરશે

News18 Gujarati
Updated: July 15, 2020, 9:26 PM IST
Jioનું સ્વદેશી 5G સોલ્યૂશન ચીનની આ કંપની માટે બનશે મોટો ફટકો! કંપની એક્સપોર્ટ પણ કરશે
Jioનું સ્વદેશી 5G સોલ્યૂશન ચીનની આ કંપની માટે બનશે મોટો ફટકો! કંપની એક્સપોર્ટ પણ કરશે

સરકાર તરફથી 5જી સેવાઓ માટે સ્પેક્ટ્રમની જાહેરાત થતા જ જિયોની 5જી સેવાઓને ટ્રાયલ માટે શરૂ કરવામાં આવશે - મુકેશ અંબાણી

  • Share this:
નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી એજીએમ (RIL 43rd AGM 2020)માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ (Reliance Industry Chairman Mukesh Ambani)જણાવ્યું કે જિયોએ મેડ ઇડ ઇન્ડિયા 5G સોલ્યૂશન તૈયાર કરી લીધું છે. આ સોલ્યૂશન ભારતમાં વર્લ્ડ ક્લાસ 5G સર્વિસ ઉપલબ્ધ કરાવશે. સાથે જણાવ્યું કે સ્પેક્ટ્રમ મળતા જ તેનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે. મુકેશ અંબાણીએ જિયોના 5G (Jio5G)સોલ્યૂશનને પીએમ નરેન્દ્ર મોદીના (Pm Narendra Modi)આત્મનિર્ભર ભારત અભિયાન (ATMANIRBHAR BHARAT)ને સમર્પિત કર્યું છે. જેને આગામી વર્ષ સુધી રજુ કરવામાં આવશે. આ 100 ટકા મેડ ઇન ઇન્ડિયા હશે.

દુનિયાભરમાં જાસૂસીના આરોપમાં ઘેરાયેલી છે ચીનની હુવેઈ

ભારતની આ સ્વદેશી 5G સોલ્યૂશન ચીનની કંપની હુવેઈ (Huwawei)ને ટક્કર આપશે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે તેને દુનિયાભરમાં એક્સપોર્ટ પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર તરફથી 5જી સેવાઓ માટે સ્પેક્ટ્રમની જાહેરાત થતા જ જિયોની 5જી સેવાઓને ટ્રાયલ માટે શરૂ કરવામાં આવશે. જિયોની 5જી સોલ્યૂશન બીજી ટેલિકોમ કંપનીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચીનની ટેલિકોમ ઇક્યૂપમેન્ટ બનાવનારી કંપની હુવેઈ દુનિયાભરમાં જાસૂસીના આરોપમાં ઘેરાયેલી છે. આવામાં જિયો 5G સોલ્યૂશન હુવેઈ માટે મોટો ઝટકો સાબિત થશે.


આ પણ વાંચો - રિલાયન્સ જિયો પછી હવે રિટેલમાં રોકાણની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે દુનિયાના મોટા રોકાણકાર, જલ્દી થઈ શકે છે ડીલ

અમેરિકા અને બ્રિટનની સરકારે હુવેઈ પર લગાવી ચૂકી છે પ્રતિબંધરિલાયન્સના ચેરમેને જિયો 5જીની જાહેરાત એવા સમયે કરી છે જ્યારે આખી દુનિયામાં ચીનની હુવેઈ પર ઘણા પ્રકારના આરોપ લાગી રહ્યા છે. હાલમાં જ અમેરિકાના વિદેશ મંત્રી પાઇક પોમ્પિયોએ કહ્યું હતું કે જિયો સાફ સુધરી કંપની છે, જેનો હુવેઈ સાથે કોઈ સંબંધ નથી. અમેરિકાએ હુવેઈના બધા ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બ્રિટનની સરકારે ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે 2027 સુધી 5જી નેટવર્કથી હુવેઈના બધા ઉપકરણ હટાવી દે.
Published by: Ashish Goyal
First published: July 15, 2020, 9:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading