રિલાયન્સ જિયો પછી હવે રિટેલમાં રોકાણની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે દુનિયાના મોટા રોકાણકાર, જલ્દી થઈ શકે છે ડીલ

રિલાયન્સ જિયો પછી હવે રિટેલમાં રોકાણની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે દુનિયાના મોટા રોકાણકાર, જલ્દી થઈ શકે છે ડીલ
રિલાયન્સ જિયો પછી હવે રિટેલમાં રોકાણની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે રોકાણકાર, જલ્દી થઈ શકે છે ડીલ

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું -આગામી કેટલાક ક્વાર્ટરની અંદર વૈશ્વિક ભાગીદારો અને રોકાણકારો સાથે રિલાયન્સ રિટેલ માટે ડીલ કરવામાં આવશે

 • Share this:
  નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી એજીએમ (RIL 43rd AGM 2020) માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Reliance Industry Chairman Mukesh Ambani)એ જણાવ્યું કે રિલાયન્સ જિયો પછી હવે મોટા રોકાણકાર કંપનીના રિટેલ સેગમેન્ટમાં રોકાણની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. તેમણે જિયો માર્ટ (Jio Mart)વિશે જાણકારી આપતા કહ્યું કે ઘણા વૈશ્વિક રાજનીતિક અને વિત્તીય રોકાણકારોએ રિલાયન્સ રિટેલ (Reliance Retail)માં રોકાણનો જોરદાર રસ બતાવ્યો છે.

  વૈશ્વિક ભાગીદારો અને રોકાણકારો સાથે જલ્દી કરવામાં આવશે ડીલ  રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે આગામી કેટલાક ક્વાર્ટરની અંદર વૈશ્વિક ભાગીદારો અને રોકાણકારો સાથે રિલાયન્સ રિટેલ માટે ડીલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કંપની પહેલા જ પોતાના પાયલટ ઇ કોમર્સ વેન્ચર (E-Commerce Venture)ને શરૂ કરી ચૂકી છે. કંપની સ્થાનિય દુકાનદારો સાથે મળીને જિયોમાર્ટ ગ્રોસરી મોડલને સફળતાપૂર્વક ચલાવી રહી છે. આ સમયે દેશના 200થી વધારે શહેરોમાં જિયોમાર્ટ ગ્રોસરી પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને ઘરે બેઠા રોજિંદી જરૂરિયાતની ચીજો પહોંચાડવામાં આવી રહી છે.

  આ પણ વાંચો - Reliance AGM 2020: JioMeet એપને 14 દિવસમાં 50 લાખથી વધારે વખત ડાઉનલોડ કરાઈ

  ખેડૂતોની આવક અને ઉત્પાદકતા વધારવામાં કરવામાં આવી રહી છે મદદ

  મુકેશ અંબાણીએ કહ્યું કે જિયોમાર્ટ એક દિવસમાં 2.5 લાખ ઓર્ડરની સંખ્યાને પાર કરી ચૂક્યું છે. ગ્રાહકો તરફથી ગ્રોસરી ઓર્ડરની સંખ્યા દરરોજ વધી રહી છે. તેમણે કહ્યું કે જિયોમાર્ટ સીધું ખેડૂતો પાસેથી ઉત્પાદન ખરીદીને સ્થાનિય દુકાનદારો દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યું છે. જેનાથી ખેડૂતોની પોતાના ઉત્પાદનની સારી કિંમત મળી રહી છે અને તેમની આવકમાં વધારો થઈ રહ્યો છે.

  રિલાયન્સ રિટેલના બે તૃતિયાંશ સ્ટોર્સ ટિયર 2, 3,4 શહેરોમાં છે

  રિલાયન્સના ચેરમેને જણાવ્યું કે રિલાયન્સ રિટેલના લગભગ 12,000 સ્ટોર્સ ટિયર 2, 3 અને 4 શહેરોમાં છે. આ સંખ્યા રિલાયન્સ રિટેલના કુલ સ્ટોર્સના બે તૃતિયાંશ છે. તેમણે જણાવ્યું કે રિલાયન્સ રિટેલના સ્ટોર્સમાં રહેલા ફળો અને શાકભાજીમાં 80 ટકા સીધા ખેડૂતો પાસે ખરીદવામાં આવે છે. જેમાં ગ્રાહકોને સારી ગુણવત્તા વાળા ફાર્મ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળી રહી છે.
  Published by:Ashish Goyal
  First published:July 15, 2020, 20:03 pm