નાના વેપાર ધંધા માટે મોદી સરકાર કોઇપણ ગેરંટી વગર આપી રહી છે 50,000ની લોન, આ રીતે કરો અરજી

News18 Gujarati
Updated: June 25, 2020, 9:26 AM IST
નાના વેપાર ધંધા માટે મોદી સરકાર કોઇપણ ગેરંટી વગર આપી રહી છે 50,000ની લોન, આ રીતે કરો અરજી

  • Share this:
નવી દિલ્હી : જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો અને તે માટે તમારી પાસે રૂપિયાની સગવડ નથી તો વડાપ્રધાન મોદી તમારા માટે એક સ્કીમ લઇને આવ્યાં છે. કોરોના વાયરસ અને લૉકડાઉનને કારણે મોદી સરકરા મુદ્રા શિશુ યોજના અંતર્ગત લોન પરના વ્યાજદરોમાં 2 ટકા સુધીની છૂટ આપી રી છે. સરકાર દ્વારા લોનમાં અપાયેલ આ છૂટનો ફાયદો દેશમાં એક કે બે નહીં પરંતુ 9 કરોડ 37 લાખ લોકોને મળશે.

આ લોન દુકાન ખોલવા કે અન્ય કોઇ નાનો વેપાર ધંધો શરૂ કરવા માટે લઇ શકો છો. આ લોન વાણિજ્ય બેંકોથી લઇને સ્મોલ ફાયનાન્સ બેંક, એમએફઆઇસી એનબીએફસી દ્વારા આપવામાં આવે છે. આ યોજનામાં કોઇપણ ગેરંટી વગર લોન આપવામાં આવે છે. આમાં કોઇપણ વ્યક્તિ આ સંસ્થામાં જઇને લોન અંગેની જાણકારી મેળવીને અરજી કરી શકે છે. આ સાથે સરકારનાં ઓનલાઇન પોર્ટલ https://www.udyamimitra.in પર જઇને પણ અરજી કરી શકો છો.

આ પણ વાંચો - USમાં પટેલ પરિવારનાં સસરા, પુત્રવધૂ અને પૌત્રીનું ઘરનાં બેકયાર્ડમાં આવેલા પૂલમાં ડૂબી જવાથી મોત

આ પણ જુઓ - 

શિશુ મુદ્રા લોન શું છે?Shishu Mudra Yojana અંતર્ગત તમે લોન લઇને કામ શરૂ કરી શકો છો. સરકાર આ લોન પર તમને 2 ટકાની છૂટ આપશે. આ યોજના અંતર્ગત તમે 50 હજાર સુધીની લોન લઇ શકો છો.આ યોજનામાં 9થી 12 ટકા સુધીનું વ્યાજ મળશે. આ લોન તમને 1 જૂન 2020થી 31 મે 2021 સુધી મળી શકશે. આ લોન લેનારને એક મુદ્રા કાર્ડ મળે છે. જેની મદદથી તે વેપારની જરૂર પ્રમાણે ખર્ચ કરી શકે છે.
First published: June 25, 2020, 9:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading