નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 5 જૂને જણાવ્યું છે કે અબૂ ધાબી સ્થિત સ્વાયત્ત રોકાણકાર (sovereign investor) મુબાડાલા ઇન્વેસ્ટર કંપની (Mubadala Investment Company) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ડિજિટલ એકમ જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms)માં 9,039.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
મુબાડાલા ઇન્વેસ્ટર કંપનીના આ રોકાણ માટે Equity Value 4.91 લાખ કરોડ નક્કી થઈ છે. બીજી તરફ, Enterprise Value 5.16 લાખ કરોડ નક્કી થઈ છે. આ રોકાણની સાથે જ જિયો પ્લેટફોર્મ્સે 6 સપ્તાહથી ઓછા સમયમાં અત્યાર સુધી દુનિયાની અગ્રણી ટેક્નોલોજી અને ગ્રોથ ઇન્વેસ્ટર્સ પાસેથી 87,655.35 કરોડ રૂપિયા એકત્ર કરી દીધા છે. આ ઇન્વેસ્ટર્સમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા પાર્ટનર્સ, જનરલ અટલાન્ટિક, કેકેઆર અને મુબાડાલા ઇન્વેસ્ટર સામેલ છે.
ગ્લોબલ રોકાણકારોને Reliance Jio કેમ પસંદ છે?
ગ્લોબલ રોકાણકારોને Reliace Jio કેમ પસંદ છે તેનું કારણ જાણવા માટે, નજર કરીએ તો Jio Platforms ભારતના digital potentialનું સૌથી સારું પ્રતિનિધિ છે. તેને ભારતીય માર્કેટની ઊંડી સમજ છે. COVID-19 બાદ ડિજિટાઇઝેશનની તકો વધી છે. આધુનિક ટેક્નોલોજી અને ટૂલ્સનો ઉપયોગ વધી રહ્યો છે જેનો ફાયદો મળવાનો છે.
Mubadala ઇન્વેસ્ટમેન્ટ કંપની વિશે જાણો
Mubadala અબૂ ધાબીની ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે. Mubadala અબૂ ધાબીની Sovereign Investor છે. અબૂ ધાબી સરકારની ગ્લોબલ પોર્ટફોલિયો મેનેજર છે. 5 મહાદ્વીપોમાં 229 અબજ ડૉલરનો પોર્ટફોલિયો મેનેજમેન્ટ ધરાવે છે.
આ ડીલ નિયામક અને બીજી જરૂરી મંજૂરીઓને આધીન છે. આ ડીલ માટે Morgan Stanley, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એજેડબી એન્ડ પાર્ટનર્સ માટે નાણાકીય સલાહકાર તરીકે કામ કરી રહ્યું છે. બીજી તરફ, Davis Polk & Wardwellને લીગલ કાઉન્સિલર નિયુક્ત કરવામાં આવ્યા છે.
(ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)