વધુ એક IPO: આજે ખુલ્યો MTAR ટેક્નોલોજીસનો IPO, જાણો તમામ વિગત

પ્રતીકાત્મક તસવીર

MTAR technologies IPO: ગ્રે માર્કેટમાં આ કંપનીના શેરની ડિમાન્ડ ખાસ્સી છે. કંપની IPOમાં 1037 કરોડ શેર મારફતે 596.41 કરોડ મેળવવા માંગે છે.

 • Share this:
  મુંબઈ: આજે એટલે કે 3 માર્ચે MTAR ટેક્નોલોજીસનો IPO ખુલ્યો છે. રોકાણકારોઆ IPOમાં 5 માર્ચ સુધી રોકાણ કરી શકશે. MTAR એન્જીનિયરિંગ ઉપકરણો બનાવે છે. ગ્રે માર્કેટમાં આ કંપનીના શેરની ડિમાન્ડ ખાસ્સી છે. કંપની IPOમાં 1037 કરોડ શેર મારફતે 596.41 કરોડ મેળવવા માંગે છે. વર્ષ 2021માં હિટ થનારો આ નવમો IPO છે.

  ઈશ્યૂ પ્રાઇસ બેન્ડ

  પ્રિ-આઇપીઓના માધ્યમથી કંપની અગાઉ 100 કરોડ મેળવી ચૂકી છે. જ્યારે IPO ઈશ્યૂ માટે કંપનીએ 574-575 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ રાખ્યો છે. કંપની IPOમાં 21.48 લાખ ફ્રેશ શેર જાહેર કરશે અને ઑફર ફર સેલ (OFS) મારફતે 82.24 લાખ શેર જારી કરશે.

  આ પણ વાંચો: વિધાનસભામાં સરકારની કબૂલાત: રાજ્યમાં દરરોજ 4 બળાત્કાર, 7 અપહરણ, 3 હત્યા અને 20 આપઘાતના બનાવ

  કંપનીનો કારોબાર

  કંપની પાસે હૈદરાબાદમાં સાત ઉત્પાદન યુનિટ્સ છે. જેમાં કંપની ન્યુક્લિયર, અંતરિક્ષ, રક્ષા અને સ્વચ્છ ઉર્જા સેગ્મેન્ટ સાથે જોડાયેલા એન્જીનિયરિંગ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપનીના 7 યુનિટ્સમાંથી એક નિકાસ આધારિત છે. ઓર્ડર બૂકમાં કંપનીની 48 ટકા હિસ્સેદારી રક્ષા અને અંતરિક્ષ સેગ્મેન્ટમાં છે. જ્યારે 28 ટકા ન્યુક્લિયર સેગમેન્ટમાં, 24 ટકા સ્વચ્છ ઉર્જામાં છે.

  આ પણ વાંચો: ગુજરાત બજેટ 2021: ખેડૂતોને બિયારણ, અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટબ વિના મૂલ્ય અપાશે

  કંપનીના ગ્રાહકો

  કંપનીના ગ્રાહકોમાં DRDO, ISRO, રાફેલ, NPCIL અને બ્લૂમ એનર્જીના નામ છે. કંપની તેનું મોટાભાગની આવક સ્વચ્છ ઉર્જામાંથી મેળવે છે. આ કંપની અમેરિકાની બ્લૂમ એનર્જીને સપ્લાઈ કરનાર એકમાત્ર એકમ છે. બંને વચ્ચે 9 વર્ષથી કારોબાર થઇ રહ્યો છે. તાજેતરમાં સરકારે રક્ષા સેક્ટરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની સીમા 49 ટકાથી વધારીને 74 ટકા કરી દીધું છે.

  આ પણ વાંચો: ગુજરાત બજેટ-2021: નીતિન પટેલની જાહેરાત, આગામી પાંચ વર્ષમાં બે લાખ નવી ભરતી કરવામાં આવશે

  દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કંપની 7,500 કરોડ રૂપિયાનો IPO લાવશે

  દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની (SBI Mutual Fund) પ્રાઇમરી માર્કેટમાંથી 7,500 કરોડ રૂપિયા એકઠા કરવા માટે IPO લૉંચ કરવાની તૈયારી કરી રહી છે. SBI Mutual Fundનો આ આઈપીઓ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો આઈપીઓ હશે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે SBI Mutual Fund પોતાના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ અને શેરહૉલ્ડર કંપની આમુંડી એસેટ મેનેજમેન્ટ (Amundi Asset Management) સાથે ચર્ચા કર્યા બાદ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે આ અંગે દરખાસ્ત તૈયાર કરવાની વાત કરશે.  આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની આગામી એકથી બે મહિનામાં આઈપીઓ લાવવાની પ્રક્રિયા શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે SBI Mutual Fundની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) પાંચ લાખ કરોડથી વધારે છે. તેના કુલ AUMમાં 40 ટકા હિસ્સો સરકારી પૈસાને કારણે આવે છે. કંપની કેટલા કરોડનો આઈપીઓ લાવશે તેનો ચોક્કસ આંકડો માર્ચની AUM આવ્યા પછી ખબર પડશે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું વેલ્યૂએશન હાલ સાત અબજ ડૉલર એટલે કે 52 હજાર કરોડ રૂપિયા છે.  આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની આગામી એકથી બે મહિનામાં આઈપીઓ લાવવાની પ્રક્રિયા શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે SBI Mutual Fundની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) પાંચ લાખ કરોડથી વધારે છે. તેના કુલ AUMમાં 40 ટકા હિસ્સો સરકારી પૈસાને કારણે આવે છે. કંપની કેટલા કરોડનો આઈપીઓ લાવશે તેનો ચોક્કસ આંકડો માર્ચની AUM આવ્યા પછી ખબર પડશે. એસબીઆઈ મ્યુચ્યુઅલફંડનું વેલ્યૂએશન હાલ સાત અબજ ડૉલર એટલે કે 52 હજાર કરોડ રૂપિયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: