Home /News /business /ખેડૂતોની મુંઝવણ, MSPનો કોઈ અતોપતો નથી તો રવિ પાકમાં શેની વાવણી કરવી?

ખેડૂતોની મુંઝવણ, MSPનો કોઈ અતોપતો નથી તો રવિ પાકમાં શેની વાવણી કરવી?

MSP માટે ખેડૂતો કેમ સતત ચિંતિત હોય છે.

MSP Price on Rabi Crops: રવિ પાકની વાવણીનો સમય આવી ગયો છે તેમ છતાં સરકાર દ્વારા હજુ સુધી એમએસપીની જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ રાકેશ ટિકેત સહિતના કેટલાક ખેડૂત આગેવાનો એમએસપી મામલે ફરી આંદોલન કરવા માટે તૈયારી કરી રહ્યા છે.

  નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા રવિ પાક માટેની MSPની જાહેરાત ક્યારે કરવામાં આવશે તેની રાહ જોઈ રહ્યા છે. કેટલાક ખેડૂતોએ વાવણી શરું કરી છે જોકે બીજા અનેક ખેડૂત MSPની જાહેરાત થાય પછી વાવણી કરવાની રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે એક ક્રમ રહ્યો છે કે સરકાર સપ્ટેમ્બર મહિનામાં રવિ પાક માટે MSPની જાહેરાત કરે છે. જે બાદ ઓક્ટોબરમાં ખેડૂતો વાવણી કરે છે. તેવામાં આ વર્ષે વાવણીનો સમય આવી ગયો છતાં હજુ સરકાર દ્વારા MSPની જાહેરાત કરવામાં આવી નથી. ઘઉં અને સરસવ સહિત રવિ પાક લેતા અનેક રાજ્યોમાં MSP ખેડૂતો માટે મહત્વની બાબત છે.

  વાવણીની મોસમના એક મહિના પહેલા MSPની જાહેરાત કરવાની પ્રથાના આધારે કેટલાક ખેડૂતોએ તો પાકની વાવણી શરૂ કરી દીધી હોવા છતાં લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત ન થતાં આગળ શું થશે તેની ચિંતા કોરી ખાઈ રહી છે. નિયમો અનુસાર, સરકારે વાવણી શરૂ થાય તેના એક મહિના પહેલા MSPની જાહેરાત કરવિ જોઈતી હતી. ગયા વર્ષે ઘઉં, સરસવ અને અન્ય તમામ રવિ પાકો માટે MSPની જાહેરાત 8 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. મહત્વનું છે કે વાવણીના એક મહિના પહેલા MSP જાહેર કરવાનો ટ્રેન્ડ 1968થી ચાલી રહ્યો છે.

  આ પણ વાંચોઃ તહેવારો સમયે જ મોર્ગન સ્ટેનલીએ શેરબજાર માટે આપી ખુશખબરી! રુપિયા તૈયાર રાખજો

  શું છે MSP?


  જ્યારે આ વર્ષે સપ્ટેમ્બર પૂરો થઈ ગયો છે પણ સરકારે હજુ સુધી લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની જાહેરાત કરી નથી. દેશમાં અનિશ્ચિત મોસમ વચ્ચે ખેડૂતોના હિતને સાચવવા માટે વર્ષોથી MSPની વ્યવસ્થા ચાલે છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર પાકની એક લઘુત્તમ કિંમત નક્કી કરે છે. તેને જ MSP કહેવાય છે. માની લો કે જ્યારે પાક તૈયાર થાય ત્યારે જો કોઈ કારણસર તેની કિંમત બજાર અનુસાર તૂટી જાય છે તો પણ કેન્દ્ર સરકાર આ જ કિંમતના આધારે ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. જેથી ખેડૂતોને નુકસાનથી બચાવી શકાય.

  આ પણ વાંચોઃ ભંગાર એટલે સોનું, આ બિઝનેસથી તમે પણ શુભમ કુમારની જેમ કરોડો કમાઈ શકો

  કયા પાક પર MSP ઉપલબ્ધ છે?


  અનાજના 7 પાકો છે - ડાંગર, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, રાગી, જવ.

  5 કઠોળ - ચણા, તુવેર, મગ, અડદ, મસૂર

  7 તેલીબિયાં - મૂંગ, સોયાબીન, સરસવ, સૂર્યમુખી, તલ, નાઇજર અથવા કાળા તલ, કુસુમ

  4 અન્ય પાકો - શેરડી, કપાસ, શણ, નાળિયેર

  આમાંથી, માત્ર શેરડી છે જેના પર કાનૂની પ્રતિબંધો અમુક અંશે લાગુ પડે છે કારણ કે આવશ્યક ચીજવસ્તુ કાયદા હેઠળના આદેશ મુજબ શેરડી પર વાજબી અને વળતરકારક કિંમત ચૂકવવી જરૂરી છે.  ફરી એકવાર ખેડૂત નેતા રાકેશ ટિકેત એમએસપી કાયદા બનાવવાની માગ સાથે આંદોલન પર ઉતરવા માટે તૈયારી કરી રહ્યા છે. હાલમાં જ તેમણે જાહેરાત કરી હતી. મંગળવારે યુપીમાં ભારત કિસાન યુનિયનની બેઠક દરમિયાન યુનિયનના નેતા રાકેશ ટિકેતે ખૂડતોને એમએસપી માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન માટે તૈયાર રહેવા હાકલ કરી હતી. મહત્વનું છે કે ખેડૂત આંદોલન પરત ખેંચતા સમયે તેમણે સરકાર પાસે ત્રણ નવા ખેતી વિષયક કાયદા પરત ખેંચવા અને સાથે એમએસપી કાયદો લાવવા માટે માગણી મૂકી હતી.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Farmers News, MSP

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन