Home /News /business /Mrs Bectors Food IPO: 10 જ દિવસમાં રોકાણકારો ફરી થયા માલામાલ

Mrs Bectors Food IPO: 10 જ દિવસમાં રોકાણકારો ફરી થયા માલામાલ

મિસિઝ બેક્ટ્સ ફૂડનો આઈપીઓ 199.41 ગણો ભરાયો હતો.

Mrs Bectors Stock Extends Rally: મિસિઝ બેક્ટ્સ ફૂડનો આઈપીઓ 74 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટેડ થયો, પ્રથમ દિવસે 106.79 ટકાના વધારા સાથે 595.55 પર બંધ રહ્યો.

નવી દિલ્હી: રોકાણકારો પોતાનું નસિબ અજમાવવા માટે અલગ અલગ કંપનીઓના IPO (Initial public offering)માં ભરતા હોય છે. તાજેતરમાં જ મિસિઝ બેક્ટર્સ ફૂડ (Mrs Bectors Food)નો આઈપીઓ (Burger King IPO) આવ્યો હતો. આ કંપનીનો શેર 24મી ડિસેમ્બરના રોજ એટલે કે આજે શેરબજારમાં લિસ્ટેડ થયો છે. આ શેર 74 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. એટલે કે જેમને પણ શેર લાગ્યા હતા તે તમામને સીધું 74 ટકા વળતર મળ્યું હતું. મિસિઝ બેક્ટર્સનો શેર આજે ઑફર પ્રાઇઝ 288 રૂપિયાથી 106.79 ટકાના વધારા સાથે 595.55 રૂપિયા પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા બર્ગર કિંગનો શેર લિસ્ટેડ થયો હતો. આ શેર 92 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટેડ થયો હતો.14મી ડિસેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ રૂ. 60ની સામે 131 પર બંધ રહ્યો હતો. એટલે કે રોકાણકારોને પ્રથમ દિવસે જ 138.40 ટકાનો લાભ થયો હતો.

199.41 ગણો છલકાયો હતો IPO

ઉત્તર ભારતની પ્રીમિયન બિસ્કિટ અને બેકરી કંપની મિસિઝ બેક્ટર્સ ફૂડનો આઈપીઓ 199.41 ગણો ભરાયો હતો. આ સાથે જ તે 2020નો સૌથી વધારે ભરાયેલો આઈપીઓ પણ બની ગયો હતો. આ રીતે મિસિઝ બેક્ટર્સ ફૂડે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ અને બર્ગર કિંગને પણ પાછળ રાખી દીધા હતા. બંનેને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ સાથે જ મિસિઝ બેક્ટર્સ ફૂડનો આઈપીઓએ દશકાના ટોચના 10 આઈપીઓમાં ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યું છે. પ્રથમ નંબર પર સાલાસર ટેક્નો એન્જિનિયરિંગ લીમીટેડનો સમાવેશ થાય છે. જે 270 ગણ છલકાયો હતો. આ આઈપીએ વર્ષ 2017ના વર્ષમાં આવ્યો હતો. જે બાદમાં બીજા ક્રમે એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મિલ લિમીટેડનો આઈપીઓ હતો, જે 240 ગણો છલકાયો હતો. આ આઈપીઓ પણ 2017માં ડિસેમ્બર મહિનામાં આવ્યો હતો.



2020માં સૌથી વધારે ભરાયેલા 5 IPO

1) મિસિઝ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલિટિઝ લિમિટેડ: (ઇશ્યૂ સાઇઝ: 540.54 કરોડ) 199.41 ગણો ભરાયો
2) મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ: (ઇશ્યૂ સાઇઝ: 443 કરોડ) 157.41 ગણો ભરાયો
3) બર્ગર કિંગ ઇન્ડિયા: (ઇશ્યૂ સાઇઝઃ 810 કરોડ) 156.65 ગણો ભરાયો
4) હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીસ: (ઇશ્યૂ સાઇઝઃ 705 કરોડ) 150.98 ગણો ભરાયો
5) કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડ: (ઇશ્યૂ સાઇઝઃ 318 કરોડ) 149.3 ગણો ભરાયો

લિસ્ટિંગના દિવસે જ 50%થી વધારે વળતર આપનારા IPO

2020ના નાણાકીય વર્ષમાં કંપનીઓએ IPOના માધ્યમથી આશરે 30,000 કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે. આ તમામ આઈપીઓમાંથી પાંચ આઈપીઓ એવા હતા જેમણે રોકાણકારોને પ્રથમ દિવસે જ 50 ટકાથી વધારે વળતર આવ્યું હતું. જેમાંથી બે આઈપીઓ એવા હતી જેમના શેરની કિંમત પ્રથમ દિવસે જ બેગણી થઈ ગઈ હતી.

1) બર્ગર કિંગ ઇન્ડિયા: 14મી ડિસેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ રૂ. 60ની સામે 131 પર બંધ રહ્યો હતો. પ્રથમ દિવસે 138.40 ટકાનો લાભ.



2) હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીસ: ઇશ્યૂ પ્રાઇસ 166 સામે પ્રથમ દિવસ શેરનો ભાવ 371.00 પર બંધ રહ્યો. 17 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ શેરમાં રોકાણકારોને પ્રથમ દિવસ 123 ટકાનો લાભ થયો.

3) મિસિઝ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલિટિઝ લિમિટેડ: ઇશ્યૂ પ્રાઇસ 288 સામે પ્રથમ દિવસ શેરનો ભાવ 595.55 પર બંધ રહ્યો. 24 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ શેરમાં રોકાણકારોને પ્રથમ દિવસ 106.79 ટકાનો લાભ થયો.

4) રૂટ મોબાઇલ: 21 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ 350 સામે 651.10 રૂપિયા બોલાયો. IPO લાગ્યો તે રોકાણકારોને પ્રથમ દિવસે 86 ટકા વળતર મળ્યું.

5) રોસારી બાયોટેક: 23 જુલાઇના રોજ લિસ્ટેડ શેરમાં પ્રથમ દિવસે 75 ટકાનું વળતર જોવામાં આવ્યું. 425ના ઇશ્યૂ પ્રાઇસ સામે શેર 742.35 પર બંધ રહ્યો.
First published:

Tags: Burger king, Business, Investment, IPO, Share market, સેન્સેક્સ