RBIએ કબૂલ્યું- દેશમાં ઉભું થઈ રહ્યું છે મોંઘવારીનું જોખમ

એમપીસી સભ્ય ચેતન ઘાટેએ કહ્યું કે, નીતિગત દરમાં સળંગ બે વખત વધારો કરવા છતાં, ઓગષ્ટથી અત્યાર સુધીનો ડેટા દેખાય છે કે મોંઘવારીને 4 ટકા પર ટકાવી રાખવી અમારે માટે મુશ્કેલ થઈ રહી છે.

News18 Gujarati
Updated: October 21, 2018, 7:46 AM IST
RBIએ કબૂલ્યું- દેશમાં ઉભું થઈ રહ્યું છે મોંઘવારીનું જોખમ
ઉર્જિત પટેલ - આરબીઆઈ ગવર્નર
News18 Gujarati
Updated: October 21, 2018, 7:46 AM IST
ભારતીય રિઝર્વ બેન્કની મૌદ્રિક નીતિ સમિતિએ ગત બેઠકની મીનિટ્સ જાહેર કરી છે. બેઠકમાં કાચા તેલની વધતી જતી કિંમતો અને સતત ગગડી રહેલા રૂપિયાના ધ્યાનમાં રાખી મોંઘવારીના ખતરા પર ચિંતા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે, એમપીસીના છમાંથી 2 પાંચ સભ્યોએ દરને 6.50 ટકા રાખવા પર વોટિંગ કર્યું છે.

મંડરાઈ રહ્યો ઠે મોંઘવારીનો ખતરો - આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું કે, મોંઘવારીના ખતરાને માનતા અને લાંબા સમય સુધી 4 ટકા મોંઘવારી દરના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મૌદ્રિક નીતિને ન્યૂટ્રલ થી કેલિબ્રેટેડ ટાઈટનિંગ તરફ વધુ ફેરવવાની જરૂરત છે. કેલિબ્રેટેડ ટાઈટનિંગનો અર્થ છે કે વર્તમાન રેટ સાઈકલમાં, રેપો રેટમાં કટોતી નહી થાય અને અમે તમામ નીતિગત બેઠકમાં દર વધારવા માટે બાધ્ય નથી.

આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય અનુસાર, તેલની કિંમતોમાં વધારાની સંભાવનાથી દરોમાં કટોતી નહી કરવામાં આવે. આચાર્યએ કહ્યું કે, આ તમામ કારકો તથા મૌદ્રિક નીતિ સમિતિને મળેલા મોંઘવારી દરના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી, એવું મહત્વપૂર્ણ છે કે, સાવધાની પૂર્વક સમયસર આગળ વધવામાં આવે, જેથી સળંગ બે વખતથી વધી રહેલા દરના કારણે અર્થવ્યવસ્થાને એડજસ્ટ કરવાનો સમય મળી શકે.

એમપીસી સભ્ય ચેતન ઘાટેએ કહ્યું કે, નીતિગત દરમાં સળંગ બે વખત વધારો કરવા છતાં, ઓગષ્ટથી અત્યાર સુધીનો ડેટા દેખાય છે કે મોંઘવારીને 4 ટકા પર ટકાવી રાખવી અમારે માટે મુશ્કેલ થઈ રહી છે.
First published: October 20, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...