Home /News /business /RBI લોન્ચ કરશે ડિજિટલ ચલણ, જાણો શું થશે ફાયદા અને કેવી રીતે બદલાશે તમારુ જીવન

RBI લોન્ચ કરશે ડિજિટલ ચલણ, જાણો શું થશે ફાયદા અને કેવી રીતે બદલાશે તમારુ જીવન

પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સેન્ટ્રલ બેંક ડિજિટલ ચલણને લોન્ચ કરવામાં આવશે

Digital Currency: આ વર્ષે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સેન્ટ્રલ બેંક ડિજિટલ ચલણને લોન્ચ કરવામાં આવશે. RBIએ શુક્રવારે કોન્સેપ્ટ પેપરમાં આ વાતની જાણકારી આપી. રિઝર્વ બેંકે કહ્યુ કે, વહેલી તકે વિશેષ ઉપયોગથી જોડાયેલા મામલાઓ માટે ડિજિટલ ચલણને પાયલટ પ્રોજેક્ટ હેઠળ લોન્ચ કરવામાં આવશે.

વધુ જુઓ ...
    મુંબઈઃ દેશમાં ડિજિટલ ચલણ લોન્ચ કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ સમયમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મહત્વપૂર્ણ પગલુ લેવા જઈ રહી છે. આ વર્ષે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સેન્ટ્રલ બેંક ડિજિટલ ચલણને લોન્ચ કરવામાં આવશે. RBIએ શુક્રવારે કોન્સેપ્ટ પેપરમાં આ વાતની જાણકારી આપી. રિઝર્વ બેંકે કહ્યુ કે, વહેલી તકે વિશેષ ઉપયોગથી જોડાયેલા મામલાઓ માટે ડિજિટલ ચલણને પાયલટ પ્રોજેક્ટ હેઠળ લોન્ચ કરવામાં આવશે.

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યુ કે, સેન્ટ્રલ બેંક ડિજિટલ ચલણ પર કોન્સેપ્ટ નોટ સામાન્ય રૂપથી ડિજિટલ ચલણ અને ડિજિટલ રૂપિયાની વિશેષતાઓ વિશે લોકોની વચ્ચે જાગૃતતા ઊભી કરવા માટે જાહેર કરવામાં આવી છે.

    ડિજિટસ ચલણ શા માટે મહત્વપૂર્ણ છે?


    ડિજિટલ ચલણને ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે. આરબીઆઈ પણ સતત તે પ્રયત્નમાં લાગેલી છે અને આ વિશે અમેરિકી ફિનટેક કંપની ઈફઆઈએસ સાથે વાતચીત ચાલુ છે. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા થોડા સમય માટે સેન્ટ્રલ બેંક ડિજિટલ ચલણના ફાયદા અને નુકસાના વિશે આકલન કરશે અને આ દિશામાં કામ ચાલુ છે. ડિજિટલ ચલણને લોન્ચ કરતા પહેલા ચાર સરકારી બેંકો પાસેથી સેન્ટ્રલ બેંક ડિજિટલ ચલણ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે કહેવામાં આવ્યુ છે.

    આ પણ વાંચોઃ શું તમારા કાર ઇન્શ્યોરન્સમાં સામેલ છે ઇમરજન્સી હોટલ એકોમોડેશન કવર? શું છે તેના ફાયદા?

    નાગરિકોએ રોકડ રકમ રાખવાની જરૂર રહેશે નહિ.


    ડિજિટસ ચલણથી નાગરિકોએ રોકડ રકમ રાખવાની જરૂર રહેશે નહિ. તે પણ મોબાઈલ વોલેટની જેમ જ કામ કરશે. મહત્વની વાત તો એ છે કે, ડિજિટસ ચલણ પર લોકોને વ્યાજ પણ મળશે. ડિજિટલ ચલણને તમે તમારા મોબાઈલ વોલેટમાં રાખી શકો છો કે, પછી તમારા એકાઉન્ટમાં રાખી શકો છો.

    નાણામંત્રીએ બજેટમાં કરી હતી જાહેરાત


    જાણકારી અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરીમાં બજેટ જાહેર કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે આવનારા નાણાકીય વર્ષમાં આરબીઆઈ દ્વારા ડિજિટલ ચલણ કે સેન્ટ્રલ બેંક ડિજિટલ ચલણ જારી કરવાની જાહેરાત કરી હતી. ત્યારે, FICCIના એક કાર્યક્રમમાં નાણામંત્રી એ કહ્યુ કે, સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડિજિટલ ચલણમાં વિવિધ કોમર્શિયલ ઉપયોગની શક્યતાઓ શોધી રહી છે.

    આ પણ વાંચોઃ આ સરકારી કંપનીએ બોનસ શેરના આધારે 1 લાખને 2.77 કરોડમાં ફેરવ્યા, લાંબા ગાળાના રોકાણકારોને દમદાર વળતર આપ્યુ

    તેમણે કહ્યુ કે, સરકારનો હેતુ ડિજિટલ ચલણથી માત્ર નાણાકીય ઉદ્દેશ્યોને પૂરા કરવાનો નથી, પરંતુ તેની સાથે વિવિધ કોમર્શિયલ લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો પણ છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Digital currency, Reserve bank of india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन