વાહન ચાલકો સાવધાન! લાઇસન્સ રિન્યૂ, હેલમેટ સહિતના આ 13 નિયમ બદલાયા

News18 Gujarati
Updated: July 17, 2019, 7:14 AM IST
વાહન ચાલકો સાવધાન! લાઇસન્સ રિન્યૂ, હેલમેટ સહિતના આ 13 નિયમ બદલાયા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના માટે જુના બિલમાં લગભગ 88 સંશોધન કરવામાં આવ્યા

આ બિલનો ઉદ્દેશ્ય રોડ એક્સિડન્ટ સાથે જોડાયેલા કારણોને દૂર કરવાનો અને રસ્તા પર વાહન ચલાવવાના નિયમોનું પાલન નહીં કરનાર સામે સખત કાર્યવાહી કરવાનો છે

  • Share this:
કેન્દ્રની મોદી સરકારે લોકસભામાં મોટર વ્હીકલ એક્ટ રજૂ કર્યું છે. આ બિલનો ઉદ્દેશ્ય રોડ એક્સિડન્ટ સાથે જોડાયેલા કારણોને દૂર કરવાનો અને રસ્તા પર વાહન ચલાવવાના નિયમોનું પાલન નહીં કરનાર સામે સખત કાર્યવાહી કરવાનો છે. નવા મોટર વ્હીકલ એક્ટને 1988ના જુના મોટર એક્ટમાં સંશોધન માટે લાવવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના માટે જુના બિલમાં લગભગ 88 સંશોધન કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, હાલના કાયદામાં ક્ષતિપૂર્તિનો નિર્ણય એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યૂનલ કરે છે, જેમાં મૃતક અને ઘાયલ માટે તેની ઉંમર, ઈનકમ, આશ્રિતો અનુસાર, વળતરની જોગવાઈ છે, જે હજારો રૂપિયાથી લઈ લાખો કરોડોમાં જઈ શકે છે. પરંતુ, રાહતના નામ પર મૃત્યુની સ્થિતિમાં ક્ષતિપૂર્તિની રકમને વધારેમાં વધારે 5 લાખ રૂપિયા અને ઘાયલ થવા પર અઢી લાખ રૂપિયા આપવામાં આવે છે.

મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો

1 - નવા બિલમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર, દારૂ પીને ગાડી ચલાવવા પર દંડ 2000 રૂપિયાથી વધારી 10000 રૂપિયા કરવામાં આવ્યો.

2 - કોઈ ઈમરજન્સી વાહનને રસ્તો નહીં આપવા પર પહેલી વખત 10000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

3 - મોબાઈલ ફોન પર વાત કરતા ગાડી ચલાવવા પર દંડ 1000 રૂપિયાથી વધારી 5000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.

4 - હેલ્મેટ વગર ગાડી ચલાવવા પર 1000 રૂપિયાનો દંડ અને ત્રણ મહિના માટે લાયસન્સ જપ્ત કરવાની જોગવાઈ છે. હાલમાં હેલ્મેટ વગર ગાડી ચલાવવા પર માત્ર 100 રૂપિયાની જોગવાઈ છે.5 - રેસ ડ્રાઈવિંગ કરવા પર દંડ 1000 રૂપિયાથી વધારી 5000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.

6 - લાયસન્સ વગર ડ્રાઈવિંગ કરવા પર દંડ 500 રૂપિયાથી વધારી 5000 રૂપિયા કરવામાં આવ્યો છે.

7 - ફાસ્ટ ગાડી ચલાવવા પર દંડ 500થી વધારી 5000 રૂપિયા કરવામાં આવ્યો છે.

8 - સીટ બેલ્ટ નહીં લગાવવા પર પણ દંડ 100 રૂપિયાથી વધારી 1000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ.

9 - મોટર વ્હીકલ બિલમાં કોઈ નાબાલિગ ગાડી ચલાવતા પકડાય તો, તેના અભિભાવક અથવા ગાડીનો માલિક દોષી માનવામાં આવશે. તેના માટે 25000 રૂપિયાના દંડની સાથે-સાથે 3 વર્ષના જેલની જોગવાઈ છે. સાથે ગાડીનું રજિસ્ટ્રેશન પણ રદ્દ કરવાની જોગવાઈ છે.

10 - હવે લાયસન્સ લેવા અથવા ગાડીના રજિસ્ટ્રેશન માટે આધાર નંબર ફરજીયાત કરવાનો પ્રસ્તાવ છે

11 - હવે લાયસન્સની વેલિડીટી ખતમ થયા બાદ 1 વર્ષ સુધી લાયસન્સ રિન્યુ અથવા ફરીથી બનાવી શકાશે. અત્યાર સુધીઆ સીમા મર્યાદા માત્ર 1 મહિનાની હતી.

12 - જો રસ્તાની ખોટી ડિઝાઈન અથવા તેના નિર્માણ અને રસ્તો ખરાબ હોવાના કારણે દુર્ઘટનામાં કોઈનું મોત થાય છે તો, રસ્તો નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર, સલાહકારની સાથે સિવિક એજન્સી જવાબદાર હશે. આવી દુર્ઘટનાના અવેજમાં વળતરની પતાવટ 6 મહિનાની અંદર કરવાનું ફરજીયાત બનાવવામાં આવશે.

13 - જો ગાડીના સ્પેરપાર્ટની ક્વોલિટીના કારણે ગાડીની દુર્ઘટના થાય છે તો, સરકાર તે તમામ ગાડીઓને પાછા ખેંચવાનો અધિકાર રાખશે. સાથે જ નિર્માતા કંપની પર વધારેમાં વધારે 500 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવી શકે છે.
First published: July 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading