મોતીલાલ ઓસવાલે આ બે શેર માટે આપ્યું Buy રેટિંગ, શું તમારી પાસે છે?

બે શેર માટે બાય કોલ. (પ્રતીકાત્મક તસવીર)

Share Market tips: બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે (Motilal oswal) તાજેતરમાં જાહેર કરેલી એક યાદીમાં એક હેલ્થકેર અને એક ફાઇનાન્સિયલ શેરની ખરીદ કરવાની સલાહ આપી છે.

  • Share this:
    મુંબઈ: મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) તાજેતરમાં જાહેર કરેલી એક યાદીમાં એક હેલ્થકેર (Healthcare share) અને એક ફાઇનાન્સિયલ શેર (Financial share)ની ખરીદ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ બે શેરમાં રોકાણકારોને સારું એવું વળતર મળી શકે છે. આ શેર્સમાં Divis lab અને IndusInd bank સામેલ છે.

    મોતીલાલ ઓસવાલનું માનવું છે કે વર્તમાન સ્તરથી ડિવિસ લેબના શેરમાં 16% અને ઇન્ડસઇન્ડના શેરમાં 18%નો ઉછાળો જોવા મળી શકે છે. મોતીલાલ ઓસવાલે ડિવિસ લેબના શેરની ખરીદી (Divis lab share) કરવાની સલાહ આપતા શેર માટે 6,050 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસ તરફથી આ શેરમાં 5,205 રૂપિયા આસપાસ ખરીદીની સલાહ આપવામાં આવી હતી પરંતુ આજે (8-નવેમ્બર) આ શેર પાંચ ટકાથી વધારે તૂટી ગયો છે. શેર 4,900 રૂપિયાની આસપાસ બંધ રહ્યો છે.

    ડિવિલ લેબ ત્રિમાસિક પરિણામ

    ઉલ્લેખનીય છે કે ડિવિસ લેબ તરફથી શનિવારે બીજા ત્રિમાસિકના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન કંપનીના નફામાં 16.7 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કંપનીનો નફો 606 કરોડ રૂપિયા રહ્યો છે. ટેક્સમાં કપાતને પગલે કંપનીના નફામાં વધારો થયો છે. જોકે, આવક અને EBITDA (Earnings before interest, taxes, depreciation and amortization) અપેક્ષાથી નબળા રહ્યા છે.

    બ્રોકરેજ હાઉસ જેફરીઝનું કહેવું છે કે સ્ટૉકનું વેલ્યૂએશન ખૂબ મોંઘું લાગી રહ્યું છે. હાલ તેમાં વધારે તેજીની કોઈ આશા નથી લાગી રહી. આથી બ્રોકરેજ હાઉસે તેનું રેટિંગ હોલ્ડ કરી દીધું છે. સાથે જ પોતાનો ટાર્ગેટ 5,624 રૂપિયાથી ઘટાડીને 5,563 રૂપિયા કર્યો છે.

    આ પણ વાંચો: Nykaa આઈપીઓ: શેરની ફાળવણી આજે, તમારા ખાતામાં શેર જમા થયા કે નહીં તે આ રીતે તપાસો 

    ઇન્ડસઇન્ડ શેર માટે બાય કૉલ

    મોતીલાલ ઓસવાલની બીજી પસંદ IndusInd Bank છે. બ્રોકરેજ હાઉસ તરફથી આ શેરમાં 1,400 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. મોતીલાલ ઓસવાલ તરફથી શેરની ખરીદી કરવાની ભલામણ આપવામાં આવી હતી ત્યારે આ શેર 1,189 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આજે (8-નવેમ્બર) આ શેર 10 ટકાથી વધારે તૂટ્યો હતો. શેર 1,060 રૂપિયાની આસપાસ બંધ રહ્યો હતો.

    આ પણ વાંચો: Paytm IPO: દેશનો સૌથી મોટો આઈપીઓ ખુલ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ? જાણો નિષ્ણાતોએ શું સલાહ આપી 

    બ્રોકરેજ હાઉસનું માનવું છે કે બેંકની અસેટ ક્વૉલિટી પર કોવિડ-19નો પ્રભાવ કાબૂમાં આવતો લાગી રહ્યો છે. અસેટ ક્વૉલિટી રેશિયોમાં પણ ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2020ના બીજા ત્રિમાસિક દરમિયાન જેએનપી અને એનએનપી ક્રમશ: 2.8 અને 0.80 ટકા રહ્યા છે.

    આ પણ વાંચો: IndusInd Bankના શેરમાં કડાકો, બેંકની સ્પષ્ટતા છતાં રોકાણકારોને ભરોસો નહીં, જાણો આખો મામલો

    બેંકના બિઝનેસમાં તેજીની આશા

    આ જ રીતે બેંકની કલેક્શન ક્ષમતામાં પણ સુધારો આવ્યો છે, જે 98% રહી છે. આશા છે કે ભવિષ્યમાં પણ બેંકના બિઝનેસમાં તેજી આવશે. આશા છે કે નાણાકીય વર્ષ 2022-23માં બેંકનો લોન બુક ગ્રોથ 15થી 18 ટકા અને CASA રેશિયો 40 ટકાથી વધારે રહેશે. મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે મીડિયામાં આવેલા નકારાત્મક સમાચાર અને અસેટ ક્વૉલિટી પર દબાણને પગલે આ સ્ટૉક થોડો દબાણમાં રહેશે પરંતુ થોડા સમયમાં તે દબાણની બહાર નીકળી જશે.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી ટીપ્સ જે તે બ્રોકરેજ હાઉસની છે. શેર બજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી સલાહભર્યું છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેરની ખરીદીની કોઈ સલાહ આપવામાં નથી આવતી.)
    Published by:Vinod Zankhaliya
    First published: