મુંબઈ: બ્રોકરેજ પેઢી મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) Axis Bankમાં 50% અપસાઇડ ટાર્ગેટ માટે ખરીદ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે આ સ્ટોક 677 રૂપિયાના પોતાના વર્તમાન સ્તરથી 975 રૂપિયા સુધી જવાની ક્ષમતા ધરાવે છે. આ માટે 12 મહિના જેટલો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે Axis Bank ભારતની ત્રીજી સૌથી મોટી ખાનગી બેંક (Private bank) છે. Axis Bank પોતાના ગ્રાહકોને તમામ પ્રકારની સુવિધા આપે છે. બેંકના ગ્રાહકોમાં નાના અને મધ્યમ કદની કંપનીઓ, મોટા કોર્પોરેટ, MSME, એગ્રીકલ્ચર અને રિટેલ બિઝનેસ સાથે જોડાયેલા લોકો સામેલ છે. દેશમાં બેંકની આશરે 4,594 બ્રંચ છે. એટલું જ નહીં, વિદેશમાં પણ આ બેંકની બ્રાંચ આવેલી છે.
મોતીલાલ ઓસવાલે Axis Bank અંગે જાહેર કરેલી નોટમાં કહ્યુ છે કે, નાણાકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક દરમિયાન બેંકનું પ્રદર્શન નબળું રહ્યું છે. આ દરમિયાન બેંકના માર્જિનમાં કમજોરી જોવા મળી હતી. જેમાં ત્રિમાસિક આધારે 7 બેસિસ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આ રીતે બેંકની કોર PPoPમાં સુસ્તી જોવા મળી હતી. જોકે, આ દરમિયાન બેંકે એનપીએ માટે ઓછી જોગાવાઈ કરવી પડી છે. જેનાથી બેંકની આવકમાં વધારો થયો છે.
આજે (1-ડિસેમ્બર) બપોરે 2.30 વાગ્યે NSE પર એક્સિસ બેંકનો શેર 3.27 ટકાના વધારે સાથે 677 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
આ શેર પર દાવ રમી શકાય
ભારતીય શેર બજાર (Indian Share Market)માં સતત ઘટાડો ચાલુ છે. ગત મહિના ઓક્ટોબરમાં સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યા બાદ નિફ્ટી (Nifty)માં અત્યારસુધી 8%નો ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન બ્રોકરેજ પેઢી મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) પોતાના અમુક પસંદગીના મિડકેપ સ્ટૉક્સ (Midcap stocks)ની યાદી જાહેર કરી છે. આ એવા શેર્સ છે જેને આ ઘટાડામાં ખરીદી શકાય છે. મોતીલાલ તરફથી ભલામણ કરવામાં આવેલા શેર્સમાં SAIL, APL અપોલો ટ્યૂબ્સ, ઇમામી, રેમકો સીમેન્ટ, જેનસાર ટેક, સોલાર એક્ટિવ ફાર્મા, ઓરિએન્ટલ ઇલેક્ટ્રિક, એન્જલ વન, ટ્રાન્સપોર્ટ કોર્પ અને NOCIL સામેલ છે.
નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. અહીં આપવામાં આવેલી સલાહ જે તે બ્રોકરેજ હાઉસની છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી આઈપીઓ કે શેરમાં રોકાણ અંગે ક્યારેય કોઈ સલાહ આપવામાં આવતી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર