LIC IPO expert opinion: LIC 21 હજાર કરોડ રૂપિયાનો પબ્લિક ઈશ્યૂ બજારમાં લાવી રહી છે. તે ભારતીય ઇતિહાસનો સૌથી મોટો આઈપીઓ હશે. સરકાર 902-949 રૂપિયા પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડમાં 3.5 ટકા હિસ્સો વેચી રહી છે.
મુંબઈ: ભારતીય જીવન વીમા નિગમ (LIC)ના આઈપીઓ એટલે કે એલઆઈસી આઈપીઓ (LIC IPO)માં મૂડીરોકાણ ફાયદાકારક સાબિત થશે. તેમાં રોકાણ કરવાથી ખોટ જવાનો કોઈ ખતરો અત્યારે તો દેખાતો નથી. LICનું વર્તમાન વેલ્યુએશન (LIC valuation) આકર્ષક છે. તેવું મોતીલાલ ઓસવાલ (Motilal Oswal) એસેટ મેનેજમેન્ટ કંપનીના એસોસિએટ ડાયરેકટર અને ફંડ મેનેજર મનીષ સોંથાલિયાનું કહેવું છે. CNBC-TV 18 સાથેની મુલાકાતમાં સોંથાલિયાએ જણાવ્યું હતું કે, LIC હાલના ભાવે જોરદાર રીતે સબસ્ક્રાઇબ થવાની અપેક્ષા છે અને રોકાણકારો માટે રોકાણ કરવાની સારી તક છે. તેમણે રોકાણકારોને હાલ પૂરતું શેરબજારમાં સાવધાનીપૂર્વક રોકાણ કરવાની સલાહ પણ આપી હતી
LIC IPO બુધવારે થશે લોન્ચ
LIC 21 હજાર કરોડ રૂપિયાનો પબ્લિક ઈશ્યૂ બજારમાં લાવી રહી છે. તે ભારતીય ઇતિહાસનો સૌથી મોટો આઈપીઓ હશે. સરકાર 902-949 રૂપિયા પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડમાં 3.5 ટકા હિસ્સો વેચી રહી છે. આ સંપૂર્ણ ઓફર ફોર સેલ આઈપીઓ છે. IPO 10 ટકા હિસ્સો LIC પોલિસીધારક માટે અનામત રાખવામાં આવ્યો છે. પોલિસીધારકને 60 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર શેર મળશે. આ સાથે જ રિટેલ રોકાણકારો માટે 45 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે દેશની સૌથી મોટી વીમા કંપનીના પબ્લિક ઇશ્યૂને લઇને રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વિશ્લેષકોના મત મુજબ આ છે કમાવાની તક
આ પહેલા સરકારની તૈયારી LICમાં 5 ટકા હિસ્સો વેચીને 60 હજાર કરોડ રૂપિયાની કમાણી કરવાની હતી. જોકે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બદલાયેલા સંજોગોને કારણે સરકારે તેના IPOનું કદ ઘટાડ્યું છે. મોટાભાગના એનાલિસ્ટોએ LIC IPOમાં રોકાણ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મ Investments.com કહેવું છે કે આગામી દિવસોમાં LICનો ગ્રોથ વધશે. જેની પાછળ LICના ડિસ્ટ્રિબ્યુશન એડવાન્ટેજ, ડાયરેક્શન અને કોર્પોરેટ ચેનલ અને અન્ય કેટલાક પરિબળોમાં પોલિસી વેચાણમાં વધારો જેવા કારણ જવાબદાર છે.
આ સાથે જ શેર બજારની ચાલ પર કોમેન્ટ કરતા સોંથાલિયાએ કહ્યું કે, રોકાણકારોએ સાવધાનીપૂર્વક રોકાણ કરવું જોઈએ. આનું કારણ એ છે કે આ સ્તરથી આગળ વધવાના માર્ગમાં ઘણા અવરોધો છે. આ વર્ષમાં કેટલાક મોટા વધારાની અપેક્ષા રાખવાને બદલે, ઘટાડાને કાબૂમાં લેવાની ઇચ્છા રાખવી યોગ્ય છે. બીજી તરફ વધતા વ્યાજ દરના કારણે વેલ્યુ સ્ટોક ઉપર જઈ શકે છે.
કોના માટે કેટલો હિસ્સો અનામત (LIC IPO Quota)
પૉલિસીધારકોને આઈપીઓ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે આ આઈપીઓમાં 10 ટકા હિસ્સો પૉલિસીધારકો માટે અનામત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આઈપીઓમાં કર્મચારીઓ માટે પણ અમુક ટકા હિસ્સો અનામત રહેશે.
આશરે 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત હશે. આઈપીઓનો આશરે 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) અને 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત હશે.
કેટલું રોકાણ કરવું પડશે?
રિટેલ રોકાણકારો એલઆઈસીના આઈપીઓમાં લૉટમાં બીડ કરી શકશે. એક લૉટમાં 15 શેર હશે. એલ લૉટ માટે ઓછામાં ઓછું ₹14,235નું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 14 લૉટ માટે બોલી લગાવી શકશે. આ માટે 210 શેર માટે ₹199,290નું રોકાણ કરવું પડશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર