Pharma Stock: આજે (20 એપ્રિલ) બપોરે 2:05 વાગ્યે ગ્લેન્ડ ફાર્મા સ્ટૉક 1.76 ટકા એટલે કે 56.30 રૂપિયા વધીને 3,257.40 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. શેરની 52 અઠવાડિયાની ઊંચી સપાટી 4,350 રૂપિયા છે, જ્યારે 52 અઠવાડિયાની સૌથી નીચી સપાટી 2,595 રૂપિયા છે.
નવી દિલ્હી: ઘરેલૂ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) તાજેતરમાં ફાર્મ સ્ટોક માટે બાય (BUY) રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ ફર્મના કહેવા પ્રમાણે નજીકના ભવિષ્યમાં ઇન્જેક્ટેબલ ડ્રગ્સની અછતનો ગ્લેન્ડ ફાર્મા (Gland Pharma) ખૂબ સારી રીતે ફાયદો ઉઠાવી શકે છે. બ્રકોરેજ ફર્મનું માનનું છે કે FY22-24 દરમિયાન યુએસ (US)માં આ ફાર્મા કંપનીના સેલમાં સારો એવો વધારો થઈ શકે છે. બ્રોકરેજ તરફથી એક નોટમાં કહેવામાં આવ્યું છે કે FY22 દરમિયાન ગ્લેન ફાર્મા પાસે 19 ANDA (Abbreviated New Drug Application) અપ્રૂવલ છે. જેનાથી કંપનીને નજીકના ભવિષ્યમાં કોર માર્કેટમાં સેલ્સમાં સારો એવો ફાયદો મળી શકે છે.
બાય રેટિંગ
મોતીલાલ ઓસવાલે આ શેર માટે બાય રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ ફર્મે આ માટે 4,040 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજનું માનવું છે કે અમેરિકામાં ડ્રગ્સની અછતનો ફાયદો કંપનીને મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ગ્લેન્ડ ફાર્માનો શેર 2022 (YTD)ના વર્ષમાં અત્યારસુધી 15 ટકા તૂટ્યો છે. નવેમ્બર 2020માં લિસ્ટિંગ બાદના ડેટા તપાસીએ તો શેરમાં 79 ટકાનો વધારો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં હાલ ડ્રગ્સની અછત સર્જાઈ છે, હાલ 15 વર્ષની સૌથી ઓછી સપ્લાઈ છે. જોકે, ઇન્જેક્ટેબલ ડ્રગ્સની વાત કરીએ તો તે સરેરાશ 20 વર્ષ બાદ આવી સ્થિત આવી છે. કુલ ડ્ર્ગ્સની વાત કરીએ તો તેની ખૂબ મોટી અછત સર્જાઈ છે. આ અછતને પગલે અમેરિકામાં હયાત અન્ય ફાર્મા કંપનીઓ સહિત ગ્લેન્ડ ફાર્માને પણ ખૂબ મોટો ફાયદો થશે. બ્રોકરેજના કહેવા પ્રમાણે કંપની અછતની આપૂર્તિ માટે સારી એવી ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
આજે (20 એપ્રિલ) બપોરે 2:05 વાગ્યે ગ્લેન્ડ ફાર્મા સ્ટૉક 1.76 ટકા એટલે કે 56.30 રૂપિયા વધીને 3,257.40 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. શેરની 52 અઠવાડિયાની ઊંચી સપાટી 4,350 રૂપિયા છે, જ્યારે 52 અઠવાડિયાની સૌથી નીચી સપાટી 2,595 રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે 23.23 ટકા વળતર આપ્યું છે. છેલ્લા છ મહિનાની વાત કરીએ તો શેરે 8.6 ટકા નેગેટિવ રિટર્ન આપ્યું છે.
(ખાસ નોંધ: ન્યૂઝ18 ગુજરાતી પર આપવામાં આવેલી રોકાણની સલાહ જે તે બ્રોકરેજ હાઉસની હોય છે, વેબસાઇટ કે તેના મેનેજમેન્ટની નહીં. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર