Multibagger Return: આ શેરને મોતિલાલ ઓસવાલે આપ્યું Buy રેટિંગ, આ વર્ષે શેર 124% ઉછળ્યો

મલ્ટીબેગર રિટર્ન

Multibagger Return: VRL ઉચ્ચ માર્જિન ધરાવતા LTL બિઝનેસ (B2B સેગમેન્ટ દ્વારા સંચાલિત) પર હાલ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને તેના નેટવર્કનું નવા બજારોમાં વિસ્તરણ કરી રહ્યું છે.

  • Share this:
    મુંબઈ: વર્ષ 2021માં VRL લોજિસ્ટિક્સ (VRL Logistics)ના શેરોએ તેના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન (Multibagger Return) આપ્યું છે, કારણ કે કંપનીના સ્ટોક્સે આ વર્ષે 124%થી વધુનો ઉછાળો નોંધાવ્યો છે. આ જ કારણ છે કે ડોમેસ્ટિક બ્રોકરેજ (Domestic Brokerage) અને રિસર્ચ ફર્મ (Research Firm) મોતિલાલ ઓસવાલે (Motilal Oswal) આ મલ્ટીબેગર સ્ટોકમાં વધુ ઉછાળાની આશા વ્યક્ત કરી છે, કેમ કે તે લોજિસ્ટિક્સ કંપનીની કમાણી (Company Earning)માં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે.

    540 રૂપિયાનો ટાર્ગેટ

    આપને જણાવી દઇએ કે, VRL ઉચ્ચ માર્જિન ધરાવતા LTL બિઝનેસ (B2B સેગમેન્ટ દ્વારા સંચાલિત) પર હાલ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને તેના નેટવર્કનું નવા બજારોમાં વિસ્તરણ કરી રહ્યું છે. આ સ્ટોક પર રૂ. 540 પ્રતિ શેરના લક્ષ્યાંકિત ભાવ સાથે બ્રોકરેજ ફર્મ Buyની સલાહ આપી રહ્યું છે.

    મોતિલાલ ઓસવાલના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બિનઉપયોગી પ્રદેશોમાં ડિમાન્ડ પિકઅપ અને બ્રાન્ચ એડિશન સાથે અમે આશા રાખીએ છીએ કે VRL FY21-24E દરમિયાન 19% રેવેન્યૂ CAGR ઘડી શકે છે. આગામી બે વર્ષમાં VRL દમદાર વોલ્યુમ અને ખર્ચ સાથે તેની EBITDA માર્જિન પ્રોફાઇલને 14-15% પર જાળવી રાખવામાં સક્ષમ બનશે.

    આગામી વર્ષોમાં વધશે આવક

    બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, વીઆરએલ માટે મજબૂત ટેલવિંડ આગામી અમુક વર્ષોમાં વોલ્યૂમ અને આવકમાં સતત વધારાને પ્રોત્સાહન આપશે. કંપનીની આર્થિક પ્રવૃતિમાં વધારો, 1QFY22 પછી લેવામાં આવેલા સામાન્ય ભાવવધારા અને ઈંધણના ભાવમાં ટેક્સ કટના કારણે ફાયદાઓ થશે.

    આ પણ વાંચો: Star Health IPO: કમાણીનો વધુ એક મોકો, રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપનીના IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી

    ભવિષ્યની વ્યૂહરચના છે તૈયાર

    VRL વધી રહેલી માંગ સાથે 2HFY22માં પ્રતિ ક્વાર્ટરમાં 100 વાહનો ઉમેરવાનું વિચારી રહી છે. એટલું જ નહીં વધુ વોલ્યૂમ ઊભું કરવા માટે કંપની નવી શાખાઓ પણ શરૂ કરી રહી છે. તેને જોતા લાગી રહ્યું છે કે કંપની FY22ના બાકીના મહિનામાં 100 શાખાઓ ઉમેરી શકે છે.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલાના આ સ્ટોકમાં 40% ઉછાળાની આશા

    વોલ્યૂમને મળી શકે છે વધુ વેગ

    મોતિલાલ ઓસવાલ બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, આર્થિક પ્રવૃતિમાં આવી રહેલા પીકઅપ અને પરિવહન પ્રવૃતિના સામાન્યકરણના કારણે કંપનીના વોલ્યૂમને વેગ મળવાનું ચાલુ રહેવાની ધારણા છે. અમે આશા રાખીએ છીએ કે મધ્યમથી લાંબા ગાળામાં એકંદર લોજિસ્ટિક્સ સેક્ટરમાં વૃદ્ધિ (આર્થિક વૃદ્ધિ દ્વારા સંચાલિત) અને વધતા ઔપચારિકીકરણને કારણે હજુ પણ વૃદ્ધિ નોંધાશે. જે VRL જેવા સંગઠિત સાહસોને બજાર હિસ્સામાં વધારા તરફ દોરી જશે.
    (ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ જરૂરી છે. ઉપરનો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેર ખરીદવા કે વેચવાની કોઈ જ સલાહ આપવામાં આવતી નથી.)
    Published by:Vinod Zankhaliya
    First published: