Home /News /business /

Stocks to Buy: શેર બજારમાં આવેલા ઘટાડામાં આ શેર પર દાવ રમી શકાય, જાણો મોતીલાલ ઓસવાલની પસંદગીના શેર્સ

Stocks to Buy: શેર બજારમાં આવેલા ઘટાડામાં આ શેર પર દાવ રમી શકાય, જાણો મોતીલાલ ઓસવાલની પસંદગીના શેર્સ

મોતીલાલ ઓસવાલની પસંદગીના શેર

બ્રોકરેજ પેઢીનું માનવું છે કે માર્કેટમાં સેક્ટરનું રોટેશન ચાલુ રહેશે અને ફાર્મા, આઈટી અને કન્ઝ્યૂમર જેવા રક્ષાત્મક માનવામાં આવતા સેક્ટરમાં સેન્ટીમેન્ટ સુધર્યાં બાદ તેજી આવશે.

  મુંબઈ: ભારતીય શેર બજાર (Indian Share Market)માં સતત ઘટાડો ચાલુ છે. ગત મહિના ઓક્ટોબરમાં સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યા બાદ નિફ્ટી (Nifty)માં અત્યારસુધી 8%નો ઘટાડો નોંધાયો છે. જોકે, આ ઘટાડા છતાં ભારતીય શેર બજાર દુનિયાના બીજા ઊભતા દેશોની સરખામણીમાં સારું રિટર્ન આપનારો દેશ છે. નિફ્ટીએ આ વર્ષે અત્યારસુધી 21% રિટર્ન (Nifty50 return) આપ્યું છે.

  આ શેર્સ પર દાવ રમી શકાય

  આ દરમિયાન બ્રોકરેજ પેઢી મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) પોતાના અમુક પસંદગીના મિડકેપ સ્ટૉક્સ (Midcap stocks)ની યાદી જાહેર કરી છે. આ એવા શેર્સ છે જેને આ ઘટાડામાં ખરીદી શકાય છે. મોતીલાલ તરફથી ભલામણ કરવામાં આવેલા શેર્સમાં SAIL, APL અપોલો ટ્યૂબ્સ, ઇમામી, રેમકો સીમેન્ટ, જેનસાર ટેક, સોલાર એક્ટિવ ફાર્મા, ઓરિએન્ટલ ઇલેક્ટ્રિક, એન્જલ વન, ટ્રાન્સપોર્ટ કોર્પ અને NOCIL સામેલ છે.

  આ ક્ષેત્રોમાં સારો વિકાસ જોવા મળ્યો

  બ્રોકરેજ પેઢીનું માનવું છે કે માર્કેટમાં સેક્ટરનું રોટેશન ચાલુ રહેશે અને ફાર્મા, આઈટી અને કન્ઝ્યૂમર જેવા રક્ષાત્મક માનવામાં આવતા સેક્ટરમાં સેન્ટીમેન્ટ સુધર્યાં બાદ તેજી આવશે. બ્રોકરેજ તરફથી એક નોટમાં કહેવામાં આવ્યું છે કે, "વર્તમાન વર્ષના બીજા ત્રિમામિક દરમિયાન પણ કંપનીઓના પરિણામ સારા રહ્યા છે. મોટાભાગની કંપનીઓ અંદાજ કરતા ખરી ઉતરી છે. મેટલ, ઓઇલ એન્ડ ગેર અને ખાસ કરીને સરકારી બેંકોમાં મજબૂત વિકાસ જોવા મળ્યો છે."

  થોડા અઠવાડિયામાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે

  ઉલ્લેખનીય છે કે તાજેતરના ઘટાડા દરમિયાન ખાનગી બેંકો, FMCG, રિયલ્ટી અને ઑટો શેરમાં સૌથી વધારે ઘટાજો જોવા મળ્યો હતો. જ્યારે આઈટી અને ફાર્મા શેરોએ સરખામણીએ સારો દેખાવ કર્યો હતો. બ્રોકરેજે એક નોટમાં કહ્યું છે કે, "કોરોનાના કેસ ઘટતાની સાથે આર્થિક ગતિવિધિ વધી છે. તાજેતરમાં એક નવો વેરિઅન્ટ આવતા થોડી અનિશ્ચિતની સ્થિતિ ઊભી થી છે, પરંતુ અમે આશા રાખીએ છીએ કે આગામી થોડા અઠવાડિયામાં સ્થિતિ વધારે સ્પષ્ટ થઈ જશે."

  આ પણ વાંચો: IRCTCનો શેર પાંચ ટ્રેડિંગ સેશનમાં 12.11% તૂટ્યો, જાણો કેમ તૂટી રહ્યો છે આ શેર

  આ સેક્ટર્સના શેર્સનું પ્રદર્શન સુધર્યું

  ઉલ્લેખનીય છે કે આર્થિક ગતિવિધિ ફરીથી શરૂ થવી, તહેવારોની સારી સિઝન અને તમામ ક્ષેત્રોમાં મોટી રિકવરી વચ્ચે શેર બજારમાં ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ, હૉસ્પિટાલિટી અને રિટેલ શેરનું પ્રદર્શન છેલ્લા થોડા મહિનાઓથી સારું રહ્યું છે.

  નોંધ: અહીં રજૂ કરવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતનો સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ 18 ગુજરાતી તરફથી શેરની ખરીદી કે વેચાણ અંગે કોઈ જ સલાહ આપવામાં આવતી નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Motilal Oswal, Share market, Stock tips

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन