Home /News /business /

Stock Market: આ બેન્ક સ્ટોક 5 દિવસમાં 8% વધ્યો, મોતીલાલ ઓસવાલને હજુ 30% ઉછાળાની અપેક્ષા

Stock Market: આ બેન્ક સ્ટોક 5 દિવસમાં 8% વધ્યો, મોતીલાલ ઓસવાલને હજુ 30% ઉછાળાની અપેક્ષા

ભારતીય શેર બજાર.

Banking Stock: બેંક એક મજબૂત ઓપરેટિંગ કામગીરી અને મજબૂત બિઝનેસ વૃદ્ધિના સંકેત આપી રહી છે. બીજી તરફ પડકારરૂપ આર્થિક વાતાવરણ વચ્ચે એસેટ ગુણવત્તા ખાસ કરીને સ્થિતિસ્થાપક રહી છે.

  નવી દિલ્હી: એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક (AU Small Finance Bank)ના શેરમાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં 8%થી વધુનો ઉછાળો આવ્યો છે. તેમાં વધુ ઉછાળો આવી શકે તેવી અપેક્ષાએ મોતીલાલ ઓસવાલ દ્વારા રૂ. 1,550ના ટાર્ગેટ પ્રાઈઝ સાથે બાય રેટિંગ આપવામાં આવી છે. આ ટાર્ગેટ પ્રાઈઝ વર્તમાન સ્તરોથી 33% કરતા વધુ સંભવિત અપસાઇડ (potential upside) સૂચવે છે.

  ઉલ્લેખનીય છે કે, ડોમેસ્ટિક બ્રોકરેજ (Domestic brokerage) અને રિસર્ચ ફર્મ મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક (AU Small Finance Bank, SFB)ની વર્ચ્યુઅલ મીટમાં હાજરી આપી હતી. જ્યાં બેંકના મેનેજમેન્ટે સુધારેલી ડિજિટલ ક્ષમતાઓ બેંકની વ્યાપાર વૃદ્ધિને આગળ વધારીને પરિવર્તન કરવામાં કેવી રીતે મદદ કરી રહી છે તે બાબત હાઉલાઈટ કરી હતી.

  બેંક એક મજબૂત ઓપરેટિંગ કામગીરી અને મજબૂત બિઝનેસ વૃદ્ધિના સંકેત આપી રહી છે. બીજી તરફ પડકારરૂપ આર્થિક વાતાવરણ વચ્ચે એસેટ ગુણવત્તા ખાસ કરીને સ્થિતિસ્થાપક રહી છે.

  બ્રોકરેજ હાઉસની નોટ


  આ અંગેના નોટમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક પ્રવૃતિમાં સુધારા સાથે (જેમ કે મુખ્ય આર્થિક સૂચકાંકો- GST કલેક્શન, GDP વૃદ્ધિ અને PMI દ્વારા પ્રતિબિંબિત થાય છે) બેંક શ્રેષ્ઠ વૃદ્ધિ પ્રદાન કરવા માટે ટ્રેક પર દેખાય છે. જ્યારે રીટેઈલ ડિપોઝિટ મિક્સ (retail deposit mix) માર્જિન પ્રોફાઇલને ટેકો આપવાનું યથાવત રાખે છે. કલેક્શન કાર્યક્ષમતા 106% ના હેલ્ધી લેવલ પર છે અને બેંક રૂ. 3 બિલિયન (75bp લોન)નું કોન્ટિજેન્ટ રિઝર્વ (contingent reserves) ધરાવે છે, જે વધુ કન્ફર્ટ પ્રદાન કરે છે.

  મોતીલાલ ઓસવાલ (Motilal Oswal)ના જણાવ્યા મુજબ, બજેટમાં રસ્તાઓ અને અન્ય વાહન સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર તરફથી મજબૂત દબાણ આવ્યા પછી વ્હીલ્સ અને હોમ લોન આ બિઝનેસમાં મુખ્ય (business drivers) આગેવાન રહ્યા છે.

  આ પણ વાંચો : બજાર બાઉન્સબેકના મૂડમાં, શોર્ટ ટર્મમાં આ ત્રણ શેર કરાવી શકે છે 29% સુધીની કમાણી

  ડિજિટલ બેન્કિંગ


  AU સ્મોલ ફાઇનાન્સ બેંકે તેના વ્યવસાયને 10 SBUમાં વિભાજિત કર્યા છે, જ્યાં દરેક SBUની પોતાની સ્ટ્રક્ચર/ગ્રોથ વ્યૂહરચના શેર કરેલા વર્ટિકલ્સ અને સપોર્ટ ફંક્શન્સ દ્વારા આધારિત હશે. બ્રોકરેજની નોટ દર્શાવે છે કે, બેંક સમગ્ર પ્રોડક્ટ રેન્જમાં તેની ડિજિટલ બેંકિંગને વધારવા પર કામ કરી રહી છે, જે ટકાઉ વૃદ્ધિમાં મદદ કરી રહી છે.

  (ખાસ નોંધ: ન્યૂઝ18 ગુજરાતી પર ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સના વિચાર અને રોકાણ માટેની સલાહ તેમની વ્યક્તિગત હોય છે, વેબસાઇટ કે તેમના મેનેજમેન્ટની નહીં. ન્યૂઝ18 ગુજરાતી યૂઝર્સને રોકાણ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતનો સંપર્ક કરવાની સલાહ આપે છે.)
  Published by:Vinod Zankhaliya
  First published:

  આગામી સમાચાર