Home /News /business /Success Story: માતા અને પુત્રએ સાથે મળીને શરુ કરી હતી Motherson Sumi, આ રીતે બની 55,000 કરોડની કંપની

Success Story: માતા અને પુત્રએ સાથે મળીને શરુ કરી હતી Motherson Sumi, આ રીતે બની 55,000 કરોડની કંપની

હાલમાં કંપની પાસે 41 દેશોમાં સુવિધાઓ છે. તેમાં 1.75 લાખ લોકો કામ કરે છે.

Success Story: મધરસન સુમી શું કરે છે? મધરસન સુમીનું નામ કેવી રીતે પડ્યું, કંપનીનો ઇતિહાસ શું છે?

Success Story: વિવેક ચંદ સેહગલ કંપનીના માલિક છે. શરૂઆતમાં, સેહગલ તેમના દાદાજી સાથે ચાંદીનો વ્યવસાય કરતા હતા. તે સમયે તેમની માસિક આવક 1000 થી 1500 રૂપિયાની આસપાસ હતી. આ પછી તેણે તેની માતા સાથે મળીને એક કંપની બનાવી.

આ કંપની બનાવવામાં તેણે 1000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેમની માતાનું નામ સ્વર્ણ લતા સેહગલ હતું. આ કંપની માતા અને પુત્રએ મળીને બનાવી હતી. એટલા માટે આ કંપનીનું નામ શરૂઆતમાં મધરસન હતું.

આ પણ વાંચો:Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ સામે ફરિયાદ કેવી રીતે કરવી? જાણો સમગ્ર પ્રક્રિયા

આ પછી મધરસન કંપનીએ પોતાનો બિઝનેસ આગળ વધાર્યો. થોડા સમય પછી કંપનીએ જાપાન સુમિતોમો સાથે જોડાણ કર્યું. આ પછી કંપનીનું નામ મધરસન સુમી રાખવામાં આવ્યું.

કંપનીનો ધંધો


શરૂઆતમાં કંપની હાઉસ કેબલ્સ, પોલિએસ્ટર ચિપ્સ સંબંધિત વ્યવસાય કરતી હતી. 1983માં, કંપનીને મારુતિ તરફથી પ્લેબિયન કાર કનેક્ટર્સનો ઓર્ડર મળ્યો જેનાથી કંપનીની કાયાપલટ થઇ ગઈ હતી.

આ પણ વાંચો:આ વૃક્ષ એટલે 24 કેરેટ સોનું, કેટલાય ખેડૂતોને બનાવ્યા કરોડપતિ; 100 વર્ષ સુધી રહે છે અકબંધ

મધરસન સુમીએ મારુતિ ઈલેક્ટ્રિક માટે ટોકિયા ઈલેક્ટ્રિક સાથે જોડાણ કર્યું. આ કારણે તેનો ધંધો ઝડપથી ચાલવા લાગ્યો. તે સમયે કંપનીની કુલ આવકનો 80 ટકા હિસ્સો મારુતિમાંથી આવતો હતો. હાલમાં કંપની પાસે 41 દેશોમાં સુવિધાઓ છે. તેમાં 1.75 લાખ લોકો કામ કરે છે.

કંપનીના ગ્રાહકો: મર્સિડીઝ, ઓડી, પોર્શે સામેલ છે. એવું કહેવાય છે કે મધરસન લગભગ વિશ્વના તમામ દેશોની કંપનીઓને તેના પાર્ટ્સ વેચે છે.

કંપનીની ખાસ સ્કીમ: કંપની તેની તમામ સ્કીમ માત્ર 5 વર્ષ માટે બનાવવામાં આવે છે.



કંપનીનો આઈપીઓ વર્ષ 1993માં આવ્યો હતો. ત્યારથી એટલે કે 30 વર્ષમાં કંપનીએ 10 વખત બોનસ, 2 વખત સ્ટોક સ્પ્લિટ કર્યું છે. હાલમાં કંપનીની માર્કેટ વેલ્યુ લગભગ 55 હજાર કરોડ રૂપિયા છે.
First published:

Tags: Business news, Businessman, Motivation, Success story