Home /News /business /દુનિયાનું સૌથી મોંઘુ પાણી! 1 બોટલની કિંમતમાં ખરીદી શકાય Mercedes-BMW કાર

દુનિયાનું સૌથી મોંઘુ પાણી! 1 બોટલની કિંમતમાં ખરીદી શકાય Mercedes-BMW કાર

આ પાણીમાં 5 ગ્રામ સોનાની ભસ્મ પણ મિક્સ કરવામાં આવે છે

વિશ્વના સૌથી મોંઘા પાણીનું નામ Acqua di Cristallo Tributo a Modigliani છે. તેની એક બોટલમાં 750 મિલી પાણી હોય છે અને તેની કિંમતમાં આલીશાન ઘર ખરીદી શકાય છે. આ પાણીની ઉત્પત્તિ ફ્રાન્સ અને ફિજીના કુદરતી ઝરણામાંથી થાય છે.

World’s Costly Water: પાણી એ જીવન છે અને આ દુનિયામાં જીવવા માટે પાણી એ માનવીની સૌથી મોટી જરૂરિયાત છે. જો કે પાણી અમૂલ્ય છે અને તેની કોઈ કિંમત નથી, પરંતુ પાણીની કેટલીક જાતો એવી છે જે ખૂબ જ મોંઘા ભાવે ઉપલબ્ધ છે. વિચારવા જેવી વાત છે કે એવી કઈ ખાસ વાત છે જે પાણીની કિંમતમાં વધારો કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક એવું પાણી છે જેની કિંમતમાં આલીશાન ઘર ખરીદી શકાય છે.

દેશની મોટી હસ્તીઓ વિવિધ પ્રકારના પાણીનો ઉપયોગ કરે છે. જે સામાન્ય અને આરઓ ફિલ્ટર પાણી કરતા તદ્દન અલગ અને મોંઘુ છે. ફિલ્ટર પાણીની કિંમત બ્રાન્ડ પ્રમાણે બદલાય છે, ઘણા લોકો આલ્કલાઇન પાણી વિદેશથી મંગાવીને પીવે છે. અમે તમને દુનિયાના સૌથી મોંઘા પાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો:Budget 2023: પીએમ આવાસ યોજનાને લઈને થઇ શકે છે મોટું એલાન, અપેક્ષિત ફાળવણી ₹40,000 કરોડ

પાણીની એક બોટલની કિંમત 44 લાખ રૂપિયા


પાણીનું મુખ્ય કાર્ય શરીરને હાઇડ્રેટેડ રાખવાનું છે જેથી માણસો ડિહાઇડ્રેશનનો ભોગ ન બને. પરંતુ કેટલાક ખાસ પ્રકારના પાણીમાં પોષણ સંબંધિત અન્ય તત્વો પણ હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે. વિશ્વના સૌથી મોંઘા પાણીનું નામ Acqua di Cristallo Tributo a Modigliani છે. તેની એક બોટલમાં 750ml પાણી હોય છે, જેની કિંમત લગભગ $60000 એટલે કે લગભગ 44 લાખ રૂપિયા છે. આ પાણીની ઉત્પત્તિ ફ્રાન્સ અને ફિજીના કુદરતી ઝરણામાંથી થાય છે.

જો કે, કુદરતી ઝરણામાંથી બનાવેલી પાણીની ઘણી બોટલો આજે બજારમાં વેચાય છે. ભારતમાં આ બોટલોની કિંમત રૂ.50 થી રૂ.150ની વચ્ચે છે. તો શા માટે Acqua di Cristallo Tributo Modigliani પાણીની બોટલ 45 લાખની કિંમતની છે.

આ પણ વાંચો:Twitter યુઝર્સને મળ્યો અધિકાર, 1 ફેબ્રુઆરીથી એકાઉન્ટ સસ્પેન્શન સામે અવાજ ઉઠાવી શકશે

આ પાણી આટલું મોંઘું કેમ છે?


કહેવાય છે કે આ પાણીમાં 5 ગ્રામ સોનાની ભસ્મ પણ મિક્સ કરવામાં આવે છે, જે શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ બ્રાન્ડમાં ઘણી પાણીની બોટલો આવે છે. જો આપણે સૌથી ઓછી કિંમતની પાણીની બોટલ વિશે વાત કરીએ, તો તે લગભગ $285 એટલે કે લગભગ 21,355 રૂપિયાની થાય છે.



પાણીની આ અકલ્પનીય કિંમત પાછળ ઘણા કારણો છે. તેનું એક કારણ એ છે કે જે બોટલમાં તેને પેક કરવામાં આવે છે તે નક્કર 24 કેરેટ સોનાની બનેલી છે. વિશ્વના સૌથી પ્રખ્યાત બોટલ ડિઝાઇનર ફર્નાન્ડો અલ્ટામિરાનોએ તેને ડિઝાઇન કરી છે.
First published:

Tags: Business news, Drinking water

विज्ञापन