Home /News /business /તહેવારો સમયે જ મોર્ગન સ્ટેનલીએ શેરબજાર માટે આપી ખુશખબરી! રુપિયા તૈયાર રાખજો

તહેવારો સમયે જ મોર્ગન સ્ટેનલીએ શેરબજાર માટે આપી ખુશખબરી! રુપિયા તૈયાર રાખજો

મોર્ગન સ્ટેનલીની આગાહીથી એક તરફ રોકણકારો ખુશ છે પણ સાથે ભારતનું રેટિંગ ઓછું કરતાં ચિંતા પણ વધી.

Morgan Stanley on Indian Stock Market: જાણીતી વૈશ્વિક માર્કેટ રિસર્ચ ફર્મ મોર્ગન સ્ટેનલીના નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય બજારોમાં હવે બોટમથી રિકરવરી આવવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે. ઉભરી રહેલા બજારમાં હવે પ્રમાણમાં પૂરતું કરેક્શન આવી ચૂક્યું છે. જોકે બ્રોકરેજ હાઉસે ભારતનું રેટિંગ ઘટાડ્યું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ વૈશ્વિક બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેન્લીનું કહેવું છે કે ભારત સહિત બાકીના એશિયન અને અન્ય ઊભરતાં શેરબજારોમાં બેર સર્કલનો અંત આવવાનો છે. આ શેરબજારો હવે તેમના નીચલા સ્તરને સ્પર્શી ગયા છે. હવે વર્તમાન સ્તરે વધુ રિકવરી જોવા મળશે. મોર્ગન સ્ટેન્લીએ ઊભરતાં બજારો અને એશિયન બજારો માટે પોતાના રિકમંડેશનમાં પણ સુધારો કર્યો છે, જેથી તેને ઈક્વલવેટથી ઓવરવેટ રેટિંગ આપવામાં આવ્યું છે.

    લાઈવ મિન્ટના એક અહેવાલ મુજબ, જોનાથન ગાર્નર સહિત મોર્ગન સ્ટેન્લીના ઘણાં નિષ્ણાતોનું કહેવું છે કે આ બજારોમાં હવે તળિયેથી રિકવર થવાની સંપૂર્ણ ક્ષમતા છે. અત્યાર સુધીમાં ઊભરતાં બજારોમાં ઘણું કરેક્શન આવ્યું છે. અહીં નોંધવું રહ્યું કે આ વર્ષે પહેલા જોનાથન ગોર્નરે વિકાસશીલ બજારો અને ચીનમાં મંદીની આગાહી કરી હતી.

    આ પણ વાંચોઃ ભંગાર એટલે સોનું, આ બિઝનેસથી તમે પણ શુભમ કુમારની જેમ કરોડો કમાઈ શકો

    નવું ચક્ર શરૂ થવાનું છે


    ગોર્નર અને તેના સાથીઓએ એક નોંધમાં લખ્યું છે કે બજારમાં ઘણો ઘટાડો થઈ ગયો છે. હવે આગામી ચક્ર શરૂ થવાનું છે અને તેમાં ફરીથી રોકાણ કરવાની જરૂર છે. રોકાણકારોએ તે શેરોમાં ફરીથી રોકાણ કરવું જોઈએ જેણે અગાઉ નફો આપ્યો છે. મોર્ગન સ્ટેનલીએ કોરિયા અને તાઇવાનના સેમિકન્ડક્ટર અને હાર્ડવેર સેક્ટરને ઓવરવેઇટ રેટિંગ આપ્યું છે. મોર્ગન સ્ટેનલીના બ્રોકરેજ નોટ 10 સૂચકાંકોના આધારે બજારની ગતિવિધિઓને માપે છે. આ સૂચકાંકો હવે સૂચવે છે કે ઉભરતા અને એશિયન બજારોમાં ખરીદીની તકો ઉભી થઈ રહી છે.

    ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ


    મોર્ગન સ્ટેન્લીનું કહેવું છે કે નવા તેજીના ચક્રમાં દક્ષિણ કોરિયા અને તાઈવાનને સૌથી વધુ નફાની તકો મળશે. કારણ કે આ વર્ષે બંનેએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. સેમિકન્ડક્ટર ઇન્વેન્ટરી ચક્રમાં હવે એક મહત્વપૂર્ણ વળાંક આવનાર છે. જો કે, તેની નોંધમાં, મોર્ગન સ્ટેનલીએ આ વર્ષે આઉટપરફોર્મિંગ બજારોને ડાઉનગ્રેડ કર્યા છે. આમાં ભારત પણ સામેલ છે. બ્રોકરેજે ભારતના રેટિંગને અન્ડરવેટ આપ્યું છે. એ જ રીતે ઈન્ડોનેશિયા અને સિંગાપોરના રેટિંગમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Expert opinion, Share market, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन