Home /News /business /મોર્ગન સ્ટેન્લીએ કરી બેંકિંગ સેક્ટરની રી-રેટિંગ, આ શેર્સમાં 41 ટકા તેજીનું અનુમાન

મોર્ગન સ્ટેન્લીએ કરી બેંકિંગ સેક્ટરની રી-રેટિંગ, આ શેર્સમાં 41 ટકા તેજીનું અનુમાન

મોર્ગન સ્ટેન્લીએ કહ્યું ભારતીય બેંકિંગ સેક્ટરના આ શેર્સમાં 41 ટકા સુધી તેજીની શક્યતા

Morgan Stanley on Indian Banking Stocks: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ચમક પરત ફરતી જોતા અનેક માર્કેટ રિસર્ચ એજન્સીઓએ જુદા જુદા શેર માટેના પોતાના રેટિંગમાં સુધાર કર્યો છે. ત્યારે વૈશ્વિક ધોરણે ખૂબ જ પ્રખ્યાત મોર્ગન સ્ટેનલીએ પણ ભારતીય બેંકિંગ સેક્ટરના શેર્સનું રિ રેટિંગ કર્યું છે. આ માટે મોર્ગન સ્ટેનલીએ કહ્યું કે બેંકિંગ શેરોની રિ રેટિંગ બે તબક્કામાં કામ કરે છે અને ભારતી બેંકિંગ સેક્ટર હવે પહેલાથી બીજા તબક્કામાં જવાના ફેઝમાં છે.

વધુ જુઓ ...
બેંકિંગ શેરોમાં તેજી (Banking Stocks Hike)નો દોર સમાપ્ત થવાના અણસાર વર્તાઇ રહ્યા છે. છેલ્લા થોડા સમયથી જે રીતે વિશ્લેષકો અમુક શેર્સને રી-રેટિંગ (Re-Rating) કરી રહ્યા છે અને તેની ટાર્ગેટ પ્રાઇઝ અને અર્નિંગના અનુમાનો વધારી રહ્યા છે, તેના પર આ વાતનો અંદાજ લગાવી શકાય છે.

આ પણ વાંચોઃ  આ 10 બેંકો આપી રહી છે ફિક્સ ડિપોઝિટ પર 7.5 ટકા વ્યાજ

મોર્ગન સ્ટેન્લીએ કરી રી-રેટિંગ


આમાં હવે મોર્ગન સ્ટેન્લી (Morgan Stanley)એ પણ આગળ આવીને સમગ્ર બેંકિંગ સેક્ટરની રી-રેટિંગ કરી છે. બ્રોકરેજ હાઉસે આ રી-રેટિંગનું બીજું ચરણ દર્શાવ્યું છે. મોર્ગન સ્ટેન્લીએ 6 સપ્ટેમ્બરના રોજ એક નોટમાં જણાવ્યું હતું કે, બેંકિંગ શેરોની રી-રેટિંગ બે ચરણોમાં કામ કરે છે અને ભારતીય બેંકિંગ સેક્ટર હજુ પહેલામાંથી બીજા ચરણમાં જવાના ફેઝમાં છે.

શું કહ્યું મોર્ગન સ્ટેન્લીએ?


મોર્ગન સ્ટેન્લીએ જણાવ્યું કે, પહેલું ચરણ સામાન્ય રીતે સારી એસેટ ક્વોલિટી પર આધારિત હોય છે. જેમ જેમ તેને લઇને જોખમ ઘટતું જાય છે, સ્ટોકના નોર્મલાઇઝ્ડ મલ્ટીપલમાં ઝડપથી સુધારો આવે છે. છેલ્લા બે વર્ષમાં પહેલા પણ આવું થઇ ચૂક્યું છે.

આ પણ વાંચોઃ એક એકરમાં આ ઝાડની ખેતી કરીને 30 વર્ષ સુધી તગડી કમાણી કરી શકો

બ્રોકરેજ ફર્મે વધુમાં જણાવ્યું કે, બીજું ચરણ વધારે ટકાઉ હોય છે અને સામાન્ય રીતે તે લોન ગ્રોથમાં ઉછાળાથી પ્રેરિત હોય છે, જેના કારણે અર્નિંગના અપગ્રેડની એક સાયકલ શરૂ થાય છે અને અમારું માનવું છે કે, આવું થવા માટેની તમામ પરીસ્થિતિઓ બની ગઇ છે.

શેરની કિંમતોમાં પહેલા ચરણની અસર જોવા મળી રહી છે. બેંકિંગ સેક્ટરનું પ્રિતિનિધિત્વ કરનાર ઇન્ડેક્સ, નિફ્ટી બેંક ઇન્ડેક્સ આ વર્ષે પણ અત્યાર સુધી 11 ટકા વધી ચૂક્યો છે, જ્યારે તેની સરખામણીમાં નિફ્ટી-50માં માત્ર 1.56 ટકાની તેજી આવી છે.

છેલ્લા અમુક ત્રિમાસિક ગાળાઓમાં બેંકોએ સારી ક્રેડિટ ગ્રોથ, મજબૂત બેલેન્સ શીટ અને એસેટ ક્વોલિટીમાં સુધારાનો આનંદ માણ્યો છે. મોર્ગન સ્ટેન્લીના એનાલિસ્ટ્સ જણાવે છે કે હવે તે આશા રાખે છે કે તેના ગ્રોથમાં તેજી આવશે અને કેપિટલ એક્સપેન્ડિચરમાં વધારાથી આ તેજી લાંબા સમય સુધી યથાવત રહેશે.

આ પણ વાંચોઃ સેન્સેક્સ આજે 60 હજારથી ઉપર જશે? આ ફેક્ટરને જોતા આશા જાગી

ICICI બેંકની ટાર્ગેટ પ્રાઇઝ સૌથી વધુ
માર્ગન સ્ટેન્લીએ પોતાના કવરેજ અંતર્ગત મોટાભાગના બેંકિંગ શેરોની ટાર્ગેટ પ્રાઇઝ વધારી છે. જેમાં સૌથી વધુ ટાર્ગેટ પ્રાઇઝ આઇસીઆઇસીઆઇ બેંકની વધારી છે, જે હાલના બજાર ભાવથી લગભગ 41 ટકા વધુ છે. આ સિવાય તેના એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને એક્સિસ બેંકના શેરોમાં પણ હાલના સ્તરથી ક્રમશઃ 36 ટકા અને 33 ટકા વધારાનું અનુમાન છે.

સરકારી બેંકોની વાત કરીએ તો મોર્ગન સ્ટેન્લીએ બેંક ઓફ બરોડા અને એસબીઆઇના શેરોમાં હાલના સ્તરથી ક્રમશઃ 29 ટકા અને 26 ટકાના વધારાનું અનુમાન લગાવ્યું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: BSE Sensex, Business news, Nifty50, Stock market Tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन