Home /News /business /

insurance claims: તમારી પાસે છે એકથી વધુ સ્વાસ્થ વીમા પોલિસી, તો આ રીતે મેળવો ક્લેમ

insurance claims: તમારી પાસે છે એકથી વધુ સ્વાસ્થ વીમા પોલિસી, તો આ રીતે મેળવો ક્લેમ

વીમાની પ્રતિકાત્મક તસવીર

Insurance Business: વ્યક્તિગત જરૂરિયાત અને પ્રિમિયમ ચુકવવાની સગવડ અનુસાર એકથી વધારે વીમા પોલિસી (policy) લઈ શકાય છે. ઘણી વખતે જોવા મળતું હોય છે કે મેડિકલ ખર્ચને (Medical expenses) આવરી લેવા માટે એકથી વધુ પોલિસી લેવામાં આવે છે.

  policy tips: ઘણા લોકો વધારે સુરક્ષા અને સુનિશ્ચિતતા માટે એકથી વધારે હેલ્થ ઈન્શ્યોરન્સ (Health insurance) કરાવતા હોય છે. જોકે આમ કરવામાં કંઈ પણ ખોટું નથી. વ્યક્તિગત જરૂરિયાત અને પ્રિમિયમ ચુકવવાની સગવડ અનુસાર એકથી વધારે વીમા પોલિસી (policy) લઈ શકાય છે. ઘણી વખતે જોવા મળતું હોય છે કે મેડિકલ ખર્ચને (Medical expenses) આવરી લેવા માટે એકથી વધુ પોલિસી લેવામાં આવે છે. આ ઉપરાંત પણ એકથી વધુ પોલિસીના કારણો હોઈ શકે છે, જેમાં કર્મચારીને કંપની તરફથી આપવામાં આવતી ગ્રુપ ઈન્શ્યોરન્સની (Group insurance) સુવિધા સિવાય વધુ સુરક્ષા માટે અલગથી અન્ય એક પોલિસ લીધેલ હોય, વ્યક્તિ પાસે પહેલેથી જૂની પોલિસી હોય પણ વધારે સુરક્ષા માટે તેણે વધુ એક પોલિસી લીધી હોય. વીમાધારક પાસે એકથી વધુ હેલ્થ ઈન્શ્યોરન્સ હોય તો તેનો લાભ કઈ રીતે મેળવવો તેવો પ્રશ્ન ઘણી વખત ઉદ્ભવતો હોય છે. વાંચકોના આવા જ પ્રશ્નોને લઈને આજના આ લેખમાં આપણે આ અંગે ચર્ચા કરીશું.

  1) મારી પાસે પહેલેથી જ એક વ્યક્તિગત હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી(individual health insurance policy) છે. શું હું બે અલગ-અલગ વીમા કંપનીઓથી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદી શકુ? આવા સંજોગોમાં પોતાની માટે ક્લેમનો લાભ કઈ રીતે મેળવી શકાય?

  હા, પ્રિમિયમ ચુકવવાની સગવડ અને જરૂરીયાત પ્રમાણે તમે એકથી વધુ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લઈ શકો છો. તમે એક બેઝ ઈન્શ્યોરન્સ પોલિસીની પસંદગી કરો તેવી ભલામણ છે, વધારાની જરૂરીયાતો માટે ટોપ-અપ કવર તરીકે ઉપલબ્ધ હાયર ડિડક્ટેબલ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીની પસંદગી કરો. આવી ટોપ-અપ પોલિસીના પ્રિમિયમની રકમ ખુબ ઓછી હોય છે તથા તમને વધુ કવરેજ અને લાભ મળે છે.

  તમે તમારી બેઝ ઈન્શ્યોરન્સ પોલિસીમાં કપાતના સમકક્ષ લાભ મેળવી અને નવી પોલિસી અંતર્ગત વધુ રકમનો વીમો લઈ શકો છો. ધ્યાન રાખો કે ટોપ-અપ પોલિસી માત્ર કપાતપાત્ર રકમ પરના ખર્ચ માટેની ચૂકવણી કરશે, જે વેઈંટીંગ પિરીયડ, પહેલેથી અસ્તિત્વમાં હોય તેવા રોગો અને સંજોગોને આધિન રહેશે. જો ક્લેમ એક જ પોલિસીમાં કવર થતો હોય તો તમે તેનો પૂરો લાભ મેળવી શકો છો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ અડધી રાત્રે પાડોશી યુવક ઉપરના ભાગે ઘરમાં ઘૂસ્યો, સગીરાને બાથમાં લઈ કરી કિસ.. દાદીનો અવાજ આવ્યો અને...

  પરંતુ જો એક પોલિસીનો ક્લેમ અપૂરતો હોય તો એક પોલિસી હેઠળ ક્લેમ અને બીજી પોલિસી હેઠળ તમે બાકીની રકમ મેળવી શકો છો. કોઈપણ વીમા પોલિસીનો ક્લેમ કરવા માટે તમારે જરૂરી દસ્તાવેજો અને બિલ રજૂ કરવાના રહેશે. સાથે જ વીમા કંપની પાસેથી સ્ટેમપ કરેલા બિલ અને દસ્તાવેજોની નકલ મેળવવાની રહેશે. જે બાદ બાકીના દસ્તાવેજો અને આ સ્ટેમ્પ કરેલી નકલો તમારે બીજી વીમા કંપનીમાં જમા કરાવવાની રહેશે.

  આ પણ વાંચોઃ-મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યા

  2) મારી પાસે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી છે. જો હું ચાલુ વર્ષે દાવો કરું, તો રિન્યુઅલ પ્રીમિયમનું શું થશે? અને જો હું દાવો ન કરું તો શું થાય?
  સામાન્ય રીતે વય મર્યાદા કે અન્ય કે અન્ય અસર કરતા પરિબળોને બાદ કરતા પોલિસીના કોઈ પણ ક્લેમમાં તમારું પ્રિમિયમ યથાવત રહે છે, તેમાં ફેરફાર થતો નથી. પણ જો આ ક્લેમ ફ્રી વર્ષ હોય તો તમારા વીમાની રકમમાં 5 ટકની વૃદ્ધિ કરવામાં આવે છે. જેને કમ્યુલેટિવ બોનસ કહેવામાં આવે છે. આ બોનસ કે વધારો દરેક ક્લેમ ફ્રી વર્ષમાં ત્યા સુધી ચાલુ રહે છે. જ્યાં સુધી રકમ વીમાની રકમના 100 ટકા સુધી ન પહોંચે. મોટાભાગે તમામ વીમા કંપનીઓ દ્વારા આ પ્રકારનું બોનસ આપવામાં આવે છે. જો કે બોનસની ટકાવારી અને કેપને લગતી વિગતો માટે વીમા પોલિસીની શરતોને ધ્યાનમાં રાખવું જરૂરી છે.

  જ્યારે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ તૈયાર કરો છો, ત્યારે તમારા માટે પહેલા તમારા કાર્યસ્થળનો વીમો પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે, જે ક્લેમ પ્રોસેસિંગને ઝડપી અને અનુકૂળ બનાવશે. આ સિવાય, હોસ્પિટલમાંથી તમામ જરૂરી દસ્તાવેજોની એક કરતા વધારે પ્રમાણિત કોપી મેળવો. જે બંને વીમા કંપનીઓમાં જમા કરાવવા માટે ઉપયોગી બનશે.

  એવી પણ શક્યતા છે કે તમારો દાવો નકારી કાઢવામાં આવે. નવી વીમા પોલિસી લેતી વખતે તમે વર્તમાન વીમા પોલિસી વિશે વીમા કંપનીને જાણ કરી ન હોય તો આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો તમારા ક્લેમની રકમ તમારા પ્રિમિયમની રકમથી વધુ હોય તો પણ દાવા નકારવાની શક્યતાઓ રહેલી છે.

  વધતા મેડિકલ ખર્ચને કારણે સારી હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી હોવી ખૂબ જ જરૂરી છે. પરંતુ નાની વીમાની વધારે યોજનાઓને બદલે એક જ વીમા યોજનામાં મહત્તમ વીમા કવર લેવું વધુ હિતાવહ છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Business news, Insurance Claim, Money tips, Policy

  આગામી સમાચાર