Home /News /business /કઈ NBFC માં એફડી પર મળે છે 7 ટકાથી પણ વધારે વ્યાજ, ચેક કરો લિસ્ટ

કઈ NBFC માં એફડી પર મળે છે 7 ટકાથી પણ વધારે વ્યાજ, ચેક કરો લિસ્ટ

આ NBFC માં એફડી પર મળે છે સૌથી વધુ વ્યાજ

FD Interest Rate: વ્યાજદરના આ વધતા જતા માહોલમાં અગ્રણી નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFC)એ તેમની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજના દરમાં વધારો કર્યો છે.

  નવી દિલ્હીઃ ગત સપ્ટેમ્બરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ (100 બેસિસ પોઇન્ટ = 1 ટકા પોઇન્ટ)માં 50-બેસિસ પોઇન્ટ (બીપીએસ)ના મોટા પાયે વધારો કરવાની જાહેરાત કરી હતી. આ નાણાંકીય વર્ષમાં રેપો રેટમાં આ સતત ચોથો વધારો હતો. એકંદરે વધારો હવે 190 બીપીએસ થઈ ગયો છે.

  વ્યાજદરના આ વધતા જતા માહોલમાં અગ્રણી નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFC)એ તેમની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજના દરમાં વધારો કર્યો છે.

  જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી ક્ષેત્રની મોટી બેંકો દ્વારા ઓફર થયા વ્યાજની તુલનામાં કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દર વધારે છે. જો કે, બેંક ફડ સામે DICGC 5 લાખ રૂપિયાના ડિપોઝિટ વીમા સાથે કોર્પોરેટ FDને આવરી લેતી નથી.

  રેટિંગ્સનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જરૂરી


  થાપણદારોએ કોર્પોરેટ એફડીની પસંદગી કરતી વખતે ક્રિસિલ, આઈસીઆરએ અને કેર જેવી એજન્સીઓના રેટિંગ્સનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. તેઓએ NBFC અથવા HFC જારી કરતી કોર્પોરેટ એફડી જારી કરતી સંસ્થાઓના નાણાંકીય સ્વાસ્થ્યના એજન્સીઓના આકારણીના આધારે આ રેટિંગ્સ આપ્યા હોય છે.

  આ પણ વાંચોઃ આ 'ખર્ચ વગરની ખેતી' કરીને માલામાલ થઈ રહ્યા છે ગુજરાતના કેટલાક ખેડૂતો, તમે પણ અજમાવો

  અહીં ઉલ્લેખનીય છે કે, ઉચ્ચ રેટિંગ ધરાવતી કોર્પોરેટ એફડીમાં વ્યાજ અને મુખ્ય ચુકવણીમાં ડિફોલ્ટની શક્યતા ઓછી હોય છે. ત્યારે અહીં ઊંચા વ્યાજ આપતી કેટલીક કોર્પોરેટ એફડીની યાદી આપવામાં આવી છે. આ યાદી પૈસાબજારે તૈયાર કરી છે.

  શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ


  શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ ત્રણ વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેતી એફડી પર 7.76 ટકા વાર્ષિક ધોરણે વ્યાજ આપે છે. આમ, ત્રણ વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી રૂ.10,000ની એફડી પાકતી મુદતે રૂ. 12,513 થશે. એનબીએફસી પરિપક્વ થાપણોના રીન્યુ પર 0.25 ટકા પી.એ.નું વધારાનું વ્યાજ પણ આપે છે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (ઇન્ડ-રા)એ આ એનબીએફસીને AA+/સ્ટેબલનું ક્રેડિટ રેટિંગ આપ્યું છે.

  રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, AA+ રેટિંગ નાણાંકીય જવાબદારીઓની સમયસર સેવા આપવા અંગે ઉચ્ચ સ્તરની સલામતી સૂચવે છે અને ખૂબ જ ઓછું ક્રેડિટ જોખમ ધરાવે છે. આ ઉપરાંત ક્રેડિટ રેટિંગ એજન્સી આઈસીઆરએએ આ એનબીએફસીને AA+/સ્ટેબલનું ક્રેડિટ રેટિંગ સોંપ્યું છે. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, AA+ રેટિંગ ડિપોઝિટર માટે ઓછા ક્રેડિટ જોખમ સાથે ઉચ્ચ ક્રેડિટ ગુણવત્તા સૂચવે છે.

  શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સ કંપની લિમિટેડ


  શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સ કંપની લિમિટેડ ત્રણ વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી એફડી પર વાર્ષિક ધોરણે 7.76 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આમ, ત્રણ વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી રૂ. 10,000ની એફડી પાકતી મુદતે રૂ. 12,513 થશે. ડિપોઝિટર્સને પરિપક્વ થાપણના રીન્યુ પર 0.25 ટકાનું વધારાનું વ્યાજ આપવામાં આવે છે. ક્રેડિટ રેટિંગ એજન્સી આઇસીઆરએએ આ એનબીએફસીને MAA+/સ્ટેબલનું ક્રેડિટ રેટિંગ આપ્યું છે. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, MAA રેટિંગ ડિપોઝિટર માટે નીચા ક્રેડિટ જોખમ સાથે ઉચ્ચ ક્રેડિટ ગુણવત્તા સૂચવે છે.

  PNB હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ


  PNB હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ 3 વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી FD પર 7.55 ટકા પી.એ. (વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ) વ્યાજ દર ઓફર કરે છે. આમ, 3 વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી રૂ. 10,000ની એફડી પાકતી મુદતે રૂ. 12,440 થશે. ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે આ એચએફસીને FAA+/નેગેટિવનું ક્રેડિટ રેટિંગ સોંપ્યું છે. આ રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, એફએએ એચએફસી દ્વારા સમયસર વ્યાજ અને મુખ્ય ચુકવણીના મજબૂત ચાન્સ સૂચવે છે. ક્રેડિટ રેટિંગ એજન્સી કેરે આ એચએફસીને AA/સ્ટેબલનું ક્રેડિટ રેટિંગ સોંપ્યું છે. કેર અનુસાર, FAA રેટિંગ નાણાંકીય જવાબદારીઓની સમયસર સેવા આપવા અંગે ઉચ્ચ સ્તરની સલામતી સૂચવે છે અને થાપણદારો માટે ખૂબ જ ઓછું ધિરાણ જોખમ ધરાવે છે.

  બજાજ ફાઇનાન્સ લિમિટેડ


  બજાજ ફાઇનાન્સ લિમિટેડ ત્રણ વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી એફડી પર 7.40 ટકા વાર્ષિક વ્યાજ દર ઓફર કરે છે. એનબીએફસી દ્વારા નક્કી કરવામાં આવેલી લઘુત્તમ ડિપોઝિટ રકમ 15,000 રૂપિયા છે. આમ, ત્રણ વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી રૂ. 15,000ની એફડી પાકતી મુદતે રૂ. 18,582 થશે. ક્રિસિલે આ એનબીએફસીને AAA/સ્ટેબલનું ક્રેડિટ રેટિંગ સોંપ્યું છે. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, AAA એનબીએફસી દ્વારા સમયસર વ્યાજ અને મુખ્ય ચુકવણીની ખૂબ જ મજબૂત તકો સૂચવે છે. આ ઉપરાંત આઇસીઆરએએ AAA/સ્ટેબલનું ક્રેડિટ રેટિંગ આપ્યું છે. આઇસીઆરએ અનુસાર, AAA સૌથી વધુ ક્રેડિટ-ક્વોલિટી સૂચવે છે અને થાપણદારો માટે સૌથી ઓછું ક્રેડિટ જોખમ ધરાવે છે.

  આ પણ વાંચોઃ ફ્લેટ ઓપનિંગ થયા બાદ 200થી વધુ અંકથી ઉછળ્યું માર્કેટ, 60ના સ્તરને સ્પર્શ્યું

  LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ


  LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ 3 વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી સંચિત એફડી પર 6.95 ટકા પીએ (વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ) વ્યાજ આપે છે. આમ, 3 વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી રૂ.10,000ની એફડી પાકતી મુદતે રૂ.12,233 થશે. ક્રિસિલે આ એચએફસીને AAA/સ્ટેબલનું ક્રેડિટ રેટિંગ સોંપ્યું છે. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, AAA એચએફસી દ્વારા સમયસર વ્યાજ અને ચુકવણીની ખૂબ જ મજબૂત ચાન્સ સૂચવે છે.

  એચડીએફસી લિમિટેડ 3 વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી એફડી પર 6.85 ટકા પી.એ. (વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ) વ્યાજ આપે છે. આમ, 3 વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી રૂ.10,000ની એફડી પાકતી મુદતે રૂ.12,199 થશે. આ એચએફસી તેમની ઓનલાઇન ડિપોઝિટ સિસ્ટમ અને ઓટો-રિન્યૂડ ડિપોઝિટ્સ દ્વારા રિન્યૂ કરવામાં આવેલી ડિપોઝિટ્સ પર 0.05 ટકા પીએનો વધારાનો વ્યાજ દર ઓફર કરે છે. ક્રિસિલે આ એચએફસીને AAAનું ક્રેડિટ રેટિંગ આપ્યું છે. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, AAA રેટિંગ એચએફસી દ્વારા સમયસર વ્યાજ અને મુખ્ય ચુકવણીની ખૂબ જ મજબૂત ચાન્સ સૂચવે છે. આ ઉપરાંત આઈસીઆરએએ AAAનું ક્રેડિટ રેટિંગ પણ આપ્યું છે. એજન્સીના જણાવ્યા અનુસાર, AAA સૌથી વધુ ક્રેડિટ-ક્વોલિટી રેટિંગ છે અને થાપણદારો માટે સૌથી ઓછું ક્રેડિટ જોખમ ધરાવે છે.

  મુથુટ કેપિટલ સર્વિસીસ લિમિટેડ


  મુથુટ કેપિટલ સર્વિસીસ લિમિટેડ 3 વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી સંચિત એફડી પર 6.75 ટકા પી.એ. (વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ) વ્યાજ દર ઓફર કરે છે. આમ, 3 વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી રૂ.10,000ની એફડી પાકતી મુદતે રૂ.12,165 થશે. ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે મુથુટ કેપિટલ સર્વિસીસ લિમિટેડને FA+/સ્ટેબલનું ક્રેડિટ રેટિંગ આપ્યું છે. રેટિંગ એજન્સીનું FA રેટિંગ વ્યાજ અને મુદ્દલની સમયસર ચુકવણી સંબંધિત પર્યાપ્ત સલામતી સૂચવે છે.

  ICICI હોમ ફાઈનાન્સ લિમિટેડ


  ICICI હોમ ફાઈનાન્સ લિમિટેડ 3 વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી એફડી પર 6.70 ટકા પી.એ. (વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ) વ્યાજ આપે છે. આમ, 3 વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી રૂ.10,000ની એફડી પાકતી મુદતે રૂ.12,148 થશે. ક્રિસિલે આ એચએફસીને AAA/સ્ટેબલનું ક્રેડિટ રેટિંગ સોંપ્યું છે. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, AAA એચએફસી દ્વારા સમયસર વ્યાજ અને મુખ્ય ચુકવણીની ખૂબ જ મજબૂત ચાન્સ સૂચવે છે. આ ઉપરાંત આઇસીઆરએએ AAA/સ્ટેબલનું ક્રેડિટ રેટિંગ આપ્યું છે. આઈસીઆરએ અનુસાર, AAA સૌથી વધુ ક્રેડિટ-ક્વોલિટી રેટિંગ છે અને આ રીતે, થાપણદારો માટે સૌથી ઓછું ક્રેડિટ જોખમ સૂચવે છે

  ક્રેડિટ રેટિંગ એજન્સી કેરે આ એચએફસીને AAA/સ્ટેબલનું ક્રેડિટ રેટિંગ સોંપ્યું છે. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, AAA નાણાકીય જવાબદારીઓની સમયસર સર્વિસિંગ સંબંધિત સલામતીનું ઉચ્ચતમ સ્તર સૂચવે છે અને સૌથી ઓછું ક્રેડિટ જોખમ રહે છે.

  સુંદરમ હોમ ફાઇનાન્સ લિમિટેડ


  સુંદરમ હોમ ફાઇનાન્સ લિમિટેડ 3 વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી સંચિત એફડી પર 6.65 ટકા પી.એ. (ચક્રવૃદ્ધિ ત્રિમાસિક) વ્યાજ આપે છે. આમ 3 વર્ષના કાર્યકાળ માટે ખોલવામાં આવેલી રૂ.10,000ની સંચિત એફડી પાકતી મુદતે રૂ.12,131 થશે. આઈસીઆરએએ AAAનું ક્રેડિટ રેટિંગ સોંપ્યું છે. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, AAA સૌથી વધુ ક્રેડિટ ક્વોલિટી રેટિંગ સૂચવે છે અને થાપણદારો માટે સૌથી ઓછું ક્રેડિટ જોખમ ધરાવે છે.  નોંધનીય છે કે, એનબીએફસી/એચએફસીની સંબંધિત વેબસાઇટ્સ પર આપવામાં આવેલા એફડી અને ક્રેડિટ રેટિંગ્સ પરનો ડેટા 20 ઓક્ટોબર, 2022 સુધીનો છે. ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દર 60 વર્ષથી ઓછી વયના માટે છે અને સંબંધિત એનબીએફસી /એચએફસીના પ્રથમ થાપણ સ્લેબને ધ્યાનમાં લેવામાં આવે છે.
  First published:

  Tags: Business news, Interest Rate, Reserve bank of india

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો