Home /News /business /Work Culture: વિશ્વમાં લોકપ્રિય બની રહ્યું છે હાઇબ્રિડ વર્ક મોડલ, જાણો વિગતવાર
Work Culture: વિશ્વમાં લોકપ્રિય બની રહ્યું છે હાઇબ્રિડ વર્ક મોડલ, જાણો વિગતવાર
વર્ક ફ્રોમ હોમ
hybrid work environment: હાઇબ્રિડ મોડલ દ્વારા કંપનીઓ કર્મચારીઓને લાંબા સમય સુધી કામ કરવા માટે રોકી શકે છે અને સર્વેક્ષણમાં લગભગ 54 ટકા કર્મચારીઓએ જણાવ્યું હતું કે જો તેઓને વર્ક એન્વાયરમેન્ટની ફ્લેક્સિબિલીટી ઓફર કરવામાં ન આવે તો તેઓ તેમની નોકરી છોડવાનું વિચારશે.
નવી દિલ્હી: કોવિડ-19 સાથે વ્યવહાર કરવાના બે વર્ષ અને ગણતરીએ વૈશ્વિક સ્તરે લગભગ તમામ સંસ્થાઓને હાઇબ્રિડ વાતાવરણમાં કામ (hybrid environment) કરવા દબાણ કર્યું છે. જ્યારે શરૂઆતમાં લગભગ તમામ ઓફિસોના કામ ઘરેથી આપવામાં આવી રહ્યા હતા. ત્યારે કેટલીક ઓફિસો ફરીથી ખોલવામાં આવી અને કર્મચારીઓને ઓફિસમાંથી કામ શરૂ (Work from office) કરવા માટે કહેવામાં આવ્યું. જો કે, આ બે વર્ષોએ આપણને એક વાત સ્પષ્ટ કરી દીધી કે કામ ખરેખર ગમે ત્યાંથી થઈ શકે છે અને તેને પૂર્ણ કરવા માટે કોઈએ ઓફિસે જવાની જરૂર નથી. ઘરેથી કામ કરવાથી (Work From Home) કર્મચારીઓને તેમના અંગત અને વ્યવસાયિક બંને જીવનને વધુ સારી રીતે હેન્ડલ કરવાની સુવિધા અને સમય મળી રહે છે, જેથી તેઓને વધારાના સંઘર્ષ કર્યા વગર ઓફિસ અને ઘરને સારી રીતે સંભાળવામાં સરળતા રહે છે.
બિઝનેસટુડેના અહેવાલ પ્રમાણે એવું લાગે છે કે મોટાભાગના કર્મચારીઓ આ રીતે કામ કરવાનું પસંદ કરે છે. જેમાં વર્કઇનસિંક દ્વારા સર્વેક્ષણ (surveyed by WorkInSync) કરાયેલા કર્મચારીઓની નોંધપાત્ર સંખ્યા જણાવે છે કે, જો તેઓને ફ્લેક્સિબર વર્ક એન્વાયરમેન્ટ ઓફર કરવામાં ન આવે તો તેઓ નોકરી છોડવાનું પણ વિચારી શકે છે.
54 ટકા કર્મીઓ નોકરી છોડવા તૈયાર
હાઇબ્રિડ મોડલ દ્વારા કંપનીઓ કર્મચારીઓને લાંબા સમય સુધી કામ કરવા માટે રોકી શકે છે અને સર્વેક્ષણમાં લગભગ 54 ટકા કર્મચારીઓએ જણાવ્યું હતું કે જો તેઓને વર્ક એન્વાયરમેન્ટની ફ્લેક્સિબિલીટી ઓફર કરવામાં ન આવે તો તેઓ તેમની નોકરી છોડવાનું વિચારશે.
મોટાભાગના કર્મચારીઓ દ્વારા હાઇબ્રિડ વર્ક મોડલ સ્પષ્ટપણે પસંદ કરવામાં આવે છે, અને તે કંપનીઓ માટે પણ ફાયદાકારક છે. રિપોર્ટ અનુસાર, કંપનીઓએ હાઇબ્રિડ વર્ક મોડલ હેઠળ ઉત્પાદકતામાં 13થી 24 ટકાનો વધારો જોયો છે, જ્યારે પ્રતિ કર્મચારી દીઠ અંદાજિત બચત દર વર્ષે આશરે $11,000 છે.
વર્કઇનસિંક દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધન મુજબ, એક SaaS (સોફ્ટવેર એઝ એ સર્વિસ) કંપની જે હાઇબ્રિડ વર્ક માટે સોલ્યુશન્સ બનાવે છે, તે મુજબ સરેરાશ 44 ટકા કર્મચારીઓ મહિનામાં માત્ર 1-5 દિવસ ઓફિસમાંથી કામ કરે છે. વધુમાં 29 ટકા કર્મચારીઓ મહિનામાં 6-10 દિવસ ઓફિસમાંથી કામ કરે છે, જ્યારે 27 ટકા મહિનામાં 11 દિવસથી વધુ ઓફિસમાં હોય છે.
ઓફિસમાંથી કામ કરતા લોકો માટે અહેવાલ મુજબ, મંગળવાર, બુધવાર અને ગુરુવાર આવવા માટે પસંદગીના દિવસો છે અને કર્મચારીઓ પણ તેમના કામની શરૂઆત વહેલી કરે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ઓફિસમાં આવતા 100 ટકા કર્મચારીઓ હવે સવારે 7:30થી સવારે 9 વાગ્યાની વચ્ચે તેમના કામકાજની શરૂઆત કરે છે.
શું છે હાઇબ્રિડ વર્ક?
હકીકતમાં હાઇબ્રિડ વર્ક એન્વાયરમેન્ટ એ એવું છે કે જ્યાં કર્મચારીઓને ઘરેથી (અથવા બીજે ક્યાંય) કામ કરવાની અને અઠવાડિયામાં બે વાર ઓફિસમાં આવવાની મંજૂરી આપવામાં આવે છે. એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓ, વિશ્વમાં હાઇબ્રિડ વર્ક મોડલ રજૂ કરનારી સૌપ્રથમ હતી અને અન્ય તમામ કંપનીઓ તેને અનુસરી રહી છે.
હાલમાં હાઇબ્રિડ વર્ક મોડલ થોડું વધુ વિકસિત થયું છે અને વિશ્વમાં બે વર્ક મોડલ છે. એક ‘હાઈબ્રિડ ઓફિસ’ મોડલ, જ્યાં કર્મચારીઓ અઠવાડિયામાં બે દિવસ ઓફિસે આવે છે (Google, Apple અને Microsoft જેવી કંપનીઓ આ મોડલ સાથે કામ કરી રહી છે); અને બીજી 'રિમોટ ફર્સ્ટ' મોડલ, જ્યાં કર્મચારીઓ માત્ર સહયોગી પ્રોજેક્ટ માટે ઓફિસમાં આવે છે (Pinterest, LinkedIn અને Shopify આ મોડેલ પર કામ કરી રહ્યા છે).
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર