Home /News /business /

તેલ બગાડશે ખેલ! રશિયા-યુક્રેન યુદ્ધને પગલે સનફ્લાવર તેલનો જથ્થો અટવાયો, ભાવમાં થઈ શકે છે તોતિંગ વધારો

તેલ બગાડશે ખેલ! રશિયા-યુક્રેન યુદ્ધને પગલે સનફ્લાવર તેલનો જથ્થો અટવાયો, ભાવમાં થઈ શકે છે તોતિંગ વધારો

સનફ્લવાર ઓઇલ

Sunflower Oil price hike: રશિયા પાસેથી રેકોર્ડ ભાવે સનફ્લાવર તેલ આયાત થયું છે. ભારતે 45,000 ટન તેલ $2150/ટનના ભાવે ખરીદ્યું છે. યુક્રેન પાસેથી પુરવઠો મળી રહ્યો ન હોવાથી આયાત મોંઘી બની છે.

    નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) વચ્ચે સનફ્લાવર (સૂરજમુખી) તેલની કિંમતમાં ઉછાળો આવી શકે છે. કારણ કે હાલ યુક્રેનના દરિયાકાંઠે ત્રણ લાખ ટન સનફ્લાવર તેલ (Sunflower oil) અટકીને પડ્યું છે. બીજી તરફ સરસોના તેલમાં નરમાઈ નથી આવી રહી. એક સમાચારમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકારે સ્ટૉક મર્યાદા 31મી ડિસેમ્બર, 2022 સુધી વધારી દીધી છે. ભારત રશિયા પાસેથી મોટા જથ્થામાં સનફ્લાવર તેલ ખરીદે છે. ભારતે રશિયા પાસેથી 45,000 ટન સનફ્લાવર તેલ 2150 ડૉલર પ્રતિ ટન C&F ભાવથી ખરીદ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ પહેલા C&F પર સનફ્લાવરનો ભાવ 1630 ડૉલર પ્રતિ ટન હતો. આ તેલની ડિલિવરી મધ્ય એપ્રિલમાં થવાની શક્યતા છે.

    ઉલ્લેખનીય છે કે ભારત વર્ષે 25 લાખ ટન સનફ્લાવર તેલની આયાત કરે છે. જેમાં રશિયા પાસેથી 20%, યુક્રેન પાસેથી 70 ટકા અને અર્જેન્ટિના પાસેથી 10 ટકા તેલ આયાત કરે છે. યુદ્ધને પગલે યુક્રેન પાસેથી તેલની આયાત સંપૂર્ણ અટકી ગઈ છે. યુક્રેનના દરિયાકાંઠે હાલ ત્રણ લાખ ટન સનફ્લાવર તેલનો જથ્થો અટવાયો છે.

    સરસો તેલમાં પણ રાહત નહીં


    રેકોર્ડ પાક છતાં હાલ સરસો તેલના ભાવમાં કોઈ રાહત નથી મળી રહી. માર્કેટ યાર્ડોમાં MSPથી વધારે ભાવ પર સરસોનું વેચાણ થઈ રહ્યું છે. ખેડૂતો તરફથી હાલ પૂરવઠો પણ ઓછો આવી રહ્યો છે. સરસો વાયદા પર પ્રતિબંધને હાલ છ મહિનાનો સમય થઈ ગયો છે.

    સનફ્લાવર તેલ બગાડી રહ્યું છે ખેલ


    રશિયા પાસેથી રેકોર્ડ ભાવે સનફ્લાવર તેલ આયાત થયું છે. ભારતે 45,000 ટન તેલ $2150/ટનના ભાવે ખરીદ્યું છે. યુક્રેન પાસેથી પુરવઠો મળી રહ્યો ન હોવાથી આયાત મોંઘી બની છે. ફેબ્રુઆરીમાં જ સનફ્લાવર તેલનો ભાવ ચાર ટકા વધ્યો હતો. ભારતમાં વર્ષે 25-30 લાખ ટન તેલની ખપત છે. ભારત 70 ટકા સનફ્લાવર તેલ યુક્રેન પાસેથી આયાત કરે છે.

    આ પણ વાંચો:  મોંઘવારીનો વધુ એક ડામ : ફ્રીજ, ટીવી સહિતની વસ્તુઓ મોંઘી થશે

    ખાદ્ય તેલમાં ભાવ વધારો


    ખાદ્ય તેલની કિંમત પર નજર કરીએ તો 1 વર્ષમાં આશરે 15-20 ટકા વધારો થયો છે. 2021માં ખાદ્ય તેલની 13% આયાત રશિયા અને યુક્રેન પાસેથી થઈ હતી. 2021ના વર્ષમાં 16 લાખ ટનના તેલની આયાત થઈ છે. દેશમાં સરસોની આવક વધવા છતાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. રશિયા યુક્રેન યુદ્ધને પગલે કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ઇન્ડોનેશિયામાં પામ ઓઇલની કિંમતમાં વધારો થયો છે. મલેશિયા તેમજ ઇન્ડોનેશિયામાં પામ ઓઇલનું ઉત્પાદન પણ ઓછું થયું છે. દેશમાં હાલ માંગ પ્રમાણે ખાદ્ય તેલનું ઉત્પાદન નથી થઈ રહ્યું 25 ફેબ્રુઆરીથી બીજી માર્ચ દરમિયાન પામ ઓઇલ 21 ટકા મોંઘું થયું હતું. ઉલ્લેખનીય છે કે દેશમાં ખાદ્ય તેલમાં પામ, સોયાબિન પછી સનફ્લાવર તેલની માંગ વધારો હોય છે.

    આ પણ વાંચો: બજારમાં ઉથલપાથલ વચ્ચે પેની શેરોએ રોકાણકારોની કરી દીધા માલામાલ

    સીંગતેલના ભાવમાં વધારો


    પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2,730 રૂપિયા પહોંચ્યો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,660 રૂપિયા પહોંચ્યો. લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ સમાન થઈ જશે!
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Diesel, Edible oil, Petrol, Russia, Ukraine

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन