Home /News /business /

હીરા ઉઘોગમાં ઘેરી મંદી : 300થી વધુ કારખાનાઓ બંધ, 10હજારથી વઘુ કારીગરો બેકાર બન્યા

હીરા ઉઘોગમાં ઘેરી મંદી : 300થી વધુ કારખાનાઓ બંધ, 10હજારથી વઘુ કારીગરો બેકાર બન્યા

સુરતના હીરાની ચમક સમગ્ર દેશ સહિત દુનિયામાં મોખરે છે. જો કે પખવાડિયામાં બે મોટી કંપનીઓ કરોડો રૂપિયામાં કાચી પડતા નાના એકમોમાં ભારે મંદીનો માહોલ સર્જાયો છે.

સુરતના હીરાની ચમક સમગ્ર દેશ સહિત દુનિયામાં મોખરે છે. જો કે પખવાડિયામાં બે મોટી કંપનીઓ કરોડો રૂપિયામાં કાચી પડતા નાના એકમોમાં ભારે મંદીનો માહોલ સર્જાયો છે.

  • News18
  • Last Updated :
સુરત : સુરતના હીરાની ચમક સમગ્ર દેશ સહિત દુનિયામાં મોખરે છે. જો કે પખવાડિયામાં બે મોટી કંપનીઓ કરોડો રૂપિયામાં કાચી પડતા નાના એકમોમાં ભારે મંદીનો માહોલ સર્જાયો છે.

મંદીના કારણે 300થી વધુ નાના એકમો બંધ થઇ જતા 10 હજારથી વધુ કારીગરો બેકાર બન્યા છે. સાથોસાથ જે એકમો ચાલી રહ્યા છે તેમા કામનો સમય માત્ર છ કલાક કરી દઇ પગારમાં 30 થી 50 ટકાનો કાપ મુકી દેવામાં આવ્યો છે. જેને લઇને રત્નકલાકારોની હાલત કફોડી બની જવા પામી છે.

એક તરફ ડાયમંડની ખરીદીમાં હીરા ઉઘોગકારો વચ્ચે સ્પર્ધાના માહોલમાં રફ ડાયમંડના ભાવ સતત ઉંચે જતા રહ્યા છે. જ્યારે બીજી તરફ પોલિશ્ડ ડાયમંડના યોગ્ય ભાગ નહીં મળતા બજારમાં તૈયાર હીરાનો ભરાવો થતો રહ્યો છે. આ પરિસ્થિતએ સૌથી પહેલા નાના કારખાનેદારોનો ભોગ લીધો છે.

ઓછી વર્કિગ કેપીટલના સહારે ઉઘોગનું સાહસ ખેડનારા નાના કારખાને દારોની મુશ્કેલી વધારી છે. ઉપરાંત પોલિશ્ડ ડાયમંડના ભરાવા તથા સતત નવી રફ ખરીદીના કારણે વર્કિગ કેપિટલ ઘસાતી રહી છે. નાના કારખાનેદારો માટે બેંકોમાંથી ફાયનાન્સ મેળવવાનું ઘણુ મુશ્કેલ બન્યુ હોય, તેઓ હાલ ફંડની સમસ્યાથી પીડાઇ રહ્યા છે.

આ પરિસ્થિતિમાં ટકી નહીં શકનારા હીરા કારખાનેદારો તેમના યુનિટને તાળાં મારવાનું મુનાસિબ સમજી રહ્યા છે. ગત દિવાળી બાદ છેલ્લા નવ માસમાં ફકત સુરત શહેરમાં 300થી વધુ યુનિટોને તાળાં લાગ્યા છે.

- બે મોટી કંપનીઓ કરોડોમાં કાચી પડતા નાના એકમો ભોગ બની રહ્યા છે
- 10 હજારથી વધુ રત્નકલાકારો થયા બેકાર
- કામના કલાક ઓછા કરી પગારમાં મુકાયો કાપ
- રફ ડાયમંડના ભાવ પહોંચ્યા આસમાને
First published:

Tags: ગુજરાત, ડાયમંડ, મંદી, વેપાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन