Home /News /business /

New Year: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ Blinkit પર કૉન્ડોમના 33,000થી વધારે ઓર્ડર અપાયા; Zomato અને Swiggyને મળ્યા રેકોર્ડ બ્રેક ઓર્ડર

New Year: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ Blinkit પર કૉન્ડોમના 33,000થી વધારે ઓર્ડર અપાયા; Zomato અને Swiggyને મળ્યા રેકોર્ડ બ્રેક ઓર્ડર

ઓનલાઇન ઓર્ડર

New Year 2022: Zomatoના ફાઉન્ડર દીપિન્દર ગોયલે ટ્વિટ કરીને કહ્યુ છે કે, પહેલા Grofersના નામથી ઓળખાતી ગ્રૉસરી ડિલીવરી ફર્મ Blinkit પર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કૉન્ડોમના 33,440 ઓર્ડર આપવામાં આવ્યા હતા. એક ગ્રાહકો એક સાથે 80 કૉન્ડોમનો ઓર્ડર કર્યો હતો.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ભારતમાં શુક્રવારે લોકોએ નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી (New Year 2022) કરી હતી. આ દરમિયાન ઓનલાઇન ડિલીવરી (Online delivery platforms) પ્લેટફોર્મને સ્નેક્સ, ડ્રિંક અને ત્યાં સુધી કે મોટા પ્રમાણમાં કૉન્ડોમના ઓર્ડર પણ મળ્યા હતા. Zomatoના ફાઉન્ડર દીપિન્દર ગોયલે ટ્વિટ કરીને કહ્યુ છે કે, પહેલા Grofersના નામથી ઓળખાતી ગ્રૉસરી ડિલીવરી ફર્મ Blinkit પર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કૉન્ડોમના 33,440 ઓર્ડર આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં Zomato નું પણ રોકાણ છે. ગોયલે ખુલાસો કર્યો કે એક ગ્રાહકો એક સાથે 80 કૉન્ડોમનો ઓર્ડર કર્યો હતો.

    ઝોમાટોના સ્થાપકે જણાવ્યું કે, ભારતના ગ્રાહકોએ આ વર્ષે નવા વર્ષન પૂર્વ સંધ્યાએ Blinkit પર 1.3 લાખ લીટર સોડા, 43,000 કેન એરેટેડ ડ્રિંક, 7,000 પેકેટ નાચોસ, 4,884 જાર ડિપ્સ, 6,712 ટબ આઇસક્રીમ, 28,240 પેકેટ ઇન્સ્ટન્ટ પૉપકોર્નનો ઓર્ડર આપ્યો હતો. ગ્રોસરી ડિલીવરી પ્લેટફોર્મ પર 11,943 આઇસ પેકનો ઓર્ડર પણ મળ્યો હતો. ગોયલે કહ્યું કે,"આશા રાખીએ કે કોઈ ઈજાગ્રસ્ત નહીં થયું હોય, હવે તમામ ઓર્ડર ફક્ત ડ્રિંક માટે છે."

    બે અઠવાડિયાના ઓર્ડર એક દિવસમાં મળ્યા!

    ગોયલે કહ્યુ કે, ફક્ત નવા વર્ષની પૂર્વ સંધ્યા પર જે ઓર્ડર મળ્યા છે એટલા ઓર્ડર Blinkit પર સામાન્ય રીતે બે અઠવાડિયામાં મળે છે. ગોયલે વધુમાં જણાવ્યું કે, બ્લિન્કિટ તરફથી કોવિડ-19 માટે 10,000 સેલ્ફ ટેસ્ટ કિટની પણ ડિલિવરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારત સહિત આખી દુનિયામાં નવા વર્ષનું સ્વાગત કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના જોખમ વચ્ચે થયું હતું. અનેક લોકોએ આ પ્રસંગે ઘરમાં જ રહેવાનું યોગ્ય માન્યું હતું.

    ઝોમાટો અને સ્વિગીની મળ્યાં રેકોર્ડ બ્રેક ઓર્ડર

    આ ઉપરાંત ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ Zomato અને Swiggy ને પણ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અનેક ઓર્ડર મળ્યા હતાં. 31મી ડિસેમ્બરે સાંજે 7.13 વાગ્યા સુધી Zomato ને દરેક મિનિટે 7,100 ઓર્ડર મળ્યા હતા. Swiggy ને પ્રત્યેક મિનિટે 9,000થી વધારે ઓર્ડર મળ્યા હતા. ગત વર્ષે આ દિવસે ઝોમાટોને પ્રતિ મિનિટ 4,000 અને સ્વિગીને પ્રતિ મિનિટ 5,000 ઓર્ડર મળ્યા હતા. ઝોમાટો અને સ્વિગીને એક દિવસમાં 20-20 લાખથી વધારે ઓર્ડર મળ્યા હતા. સામાન્ય દિવસમાં આ સંખ્યા 13-15 લાખ હોય છે.

    આ પણ વાંચો: 1 January 2022: 1 જાન્યુઆરીથી બદલાશે આ નિયમો, ATMમાંથી પૈસા ઉપાડવાનું બનશે મોંઘું

    UPI પેમેન્ટ નિષ્ફળ થયાની અનેક ફરિયાદ

    ઑનલાઇન ઑર્ડરમાં આવેલા ઉછાળાને પગલે યૂપીઆઈ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનું માળખું હચમચી ગયું હતું. જેના કારણે અનેક યૂઝર્સનું પેમેન્ટ ફેલ થયું હતું. Zomato ના સીઈઓ દીપિન્દર ગોયલે (Zomato founder and CEO Deepinder Goyal) આ મામલે જણાવ્યું કે, યૂપીઆઈની સફળતાનો દર તમામ એપ્સમાં 70%થી 40% ઓછો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: New year, Swiggy, Zomato, ખોરાક

    આગામી સમાચાર