સરકારની ભેટ, ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે પૈસા

સરકારની ભેટ, ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે પૈસા
આ યોજનામાં એ ખેડૂતોને સામેલ કરવામાં નહીં આવે જે છેલ્લા વર્ષમાં આ યોજનાનો લાભ મેળવી ચુક્યા છે.

આ યોજનામાં એ ખેડૂતોને સામેલ કરવામાં નહીં આવે જે છેલ્લા વર્ષમાં આ યોજનાનો લાભ મેળવી ચુક્યા છે.

 • Share this:
  ઝારખંડમાં 30 હજારથી વધુ ખેડૂતોને સરકાર આ વર્ષે સ્માર્ટફોન યોજના માટે હેઠળ 2000 રૂપિયા આપશે. જે ખેડૂતોએ પોતાની નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ્સ (ઇ-નેમ) માં નોંધાણી કરાવી હોય તેને આ લાભ આપવામાં આવશે. ઝારખંડના કૃષિ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે સરકાર ઝારખંડમાં 30 હજારથી વધુ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે બે-બે હજાર રૂપિયાની રકમ તેમના બેંક એકાઉન્ટમાં નાખશે. સરકારે તેમના માટે રકમની પણ ફાળવણી કરી છે.

  વિભાગે જણાવ્યું હતું કે આ યોજનામાં એ ખેડૂતોને સામેલ કરવામાં નહીં આવે જે છેલ્લા વર્ષમાં આ યોજનાનો લાભ મેળવી ચુક્યા છે. કૃષિ નિર્દેશક રમેશ ઘોલપે કહ્યું કે ખેડૂતોને તરત જ તેનો લાભ મળશે. આ યોજનાને લઇને તૈયારી કરવામાં આવી રહી છે. દરરોજ ખેડૂતોનું નામ નોંધવામાં આવી રહ્યું છે, ત્યાર બાદ સંપૂર્ણ તપાસ કરીને લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.  આ પણ વાંચો: ઓછા ખર્ચે વધુ આવક: નીલગીરીની ખેતી ખેડૂતો માટે આશીર્વાદ સમાન  આ યોજના ખેડૂતોમાં ડિજિટલ ઇન્ડિયાના મહત્વને વધારવાના હેતુસર કરવામાં આવી છે. ખેડૂતો ઇન્ટરનેટ સેવા સાથે જોડાઇને સરળતાથી તેમની સમસ્યાનું સમાધાન કરી શકે. આ યોજનામાં લગભગ 37 લાખ ખેડૂતોને ફાયદો થશે.

  ઈ-નેમ સાથે જોડાવવાથી ખેડૂતો ખેતીની ઑનલાઇન સંબંધિત તમામ માહિતી અને તેમને વેચવા માટેનું સ્થાન મળી જશે. તેઓ તેમના પાક માટે યોગ્ય કિંમત મેળવી શકશે. ખેડૂતને ડિજિટલ ભારત સાથે જોડાવવા તેમજ તેમને શીખવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કૃષિ નિર્દેશકએ કહ્યું કે જો મોબાઇલનો ભાવ ઊંચો હોય તો ખેડૂતોએ તેમના નાણાં મેળવીને આપવા પડશે. બજારમાં અનેક એવા મોબાઇલ છે જે 2000 રુપિયા સુધી મળી શકે છે.
  First published:July 14, 2019, 11:19 am