Home /News /business /Petrol Diesel Prices Today: ચાર શહેરોમાં પેટ્રોલ 100ને પાર, જાણો તમારા શહેરનો ભાવ

Petrol Diesel Prices Today: ચાર શહેરોમાં પેટ્રોલ 100ને પાર, જાણો તમારા શહેરનો ભાવ

જાણો તમારા શહેરનો પેટ્રોલ- ડિઝલનો ભાવ

Petrol Diesel Price Today: પેટ્રોલનો સૌથી વધુ ભાવ મુંબઇમાં (Mumbai)110 રૂપિયાની આસપાસ છે. જ્યારે હૈદરાબાદમાં (Hyderabad) 108.20 રૂપિયા લીટર તે વેચાય છે. ખરેખરમાં મોદી સરકારે દેશનાં ઘણાં ભાગમાં પેટ્રોલનો (Petrol Price Today) ભાવ 100 રૂપિયાથી વધુ નોંધાયો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી : સરાકરી ઓઇલ કંપનીઓએ ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઇ બદલાવ કર્યો નથી. આજે જાહેર થયેલાં ઓઇલનાં રેટ ત્રણ મહિનાથી પણ વધુ સમય સુધી સ્થિર છે. ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનરમાં પેટ્રોલ 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ રહ્યો છે જ્યારે અમદાવાદમાં પેટ્રોલ 95.11 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેંચાઇ રહ્યું છે. તેમનાં ભાવમાં કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. છતાં દેશમાં ઘણાં શહેરોમાં પેટ્રોલનો ભાવ આજે પણ 100 રૂપિયાથી વધુ છે.

    પેટ્રોલનો સૌથી વધુ ભાવ મુંબઇમાં 110 રૂપિયાની આસપાસ છે. જ્યારે હૈદરાબાદમાં 108.20 રૂપિયા લીટર તે વેચાય છે. ખરેખરમાં મોદી સરકારે દેશનાં ઘણાં ભાગમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાથી વધુ થયા બાદ 4 નવેમ્બર 2021નાં પેટ્રોલ ઉપર ઉત્પાદ શુલ્ક 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી હતી. કહેવાય છે કે, રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને મોંઘવારીને જોતા સરકારે ઇંધણનાં ભાવ વધારતાં અચકાઇ રહી છે. સરકારે 15 જૂન, 2017થી ઓઇલનાં ભાવ બજાર આધીન કરી દીધા છે. જેનાંથી તેનો ભાવ રોજ-બરોજ નક્કી થાય છે.

    દેશનાં ચાર મહાનગર સહિત મુખ્ય શહેરોમાં આજનો ભાવ

    -દિલ્હી પેટ્રોલ - 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર
    -મુંબઇમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર
    -ચેન્નઇ પેટ્રોલ 101.40 રૂપિયા અને ડીઝલ 9143 રૂપિયા પ્રતિ લીટર
    -કોલકત્તા પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર
    -ગાંધીનર પેટ્રોલ 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટર
    -અમદાવાદ પેટ્રોલ 95.11 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટર
    -બેંગલુરુ પેટ્રોલ 100.58 રૂપિયા અને ડીઝલ 85.01 રૂપિયા પ્રતિ લીટર
    -લખનઉ પેટ્રોલ 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટર
    -પટના પેટ્રોલ 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો-EPFO NEWS: હવે PF એકાઉન્ટ પર પણ લાગશે ટેક્સ, 1 એપ્રિલથી લાગુ થશે નવાં નિયમો

    દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે ભાવ-

    દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં બદલાવ થાય છે. સવારે 6 વાગ્યે જ નવાં રેટ્સ લાગૂ થઇ જાય છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચાર્જ જોડાયા બાદ તેનો ભાવ બમણોથઇ જાય છે.

    આ રીતે જાણી શકો છો આજનો તાજા ભાવ-

    પેટ્રોલ ડીઝલનાં રોજનાં ભાવ આપ SMS દ્વારા પણ જાણી શકો છે. (How to check diesel petrol price daily) ઇન્ડિયન ઓઇલનાં કસ્ટમર RSP લખી 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP લખી 9223112222 નંબર પર મોકલી જાણકારી મેળવી શકો છો. તો, HPCLનાં ગ્રાહકો HPPrice લખી 9222201122 નંબર પર મોકલી ભાવ મેળવી શકો છો.



    આ પણ વાંચો-28 ફેબ્રુઆરી પહેલાં પતાવી લેજો આ કામ, નહીં તો દર મહિને મળતી સુવિધાઓ અટકી જશે

    ક્રૂડ ઓઇલ- ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલ (Crude Oil)નાં આંતરરાષ્ટ્રીય ભાવમાં 93 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. ક્રૂડ ઓઇલનો આ રેટ ગત સાત વર્ષમાં હાઇએસ્ટ છે. જેમાં તેજીની આશંકા જતાવવામાં આવી રહી છે. માંગની સરખામણીએ ઓછી ગ્લોબલ સપ્લાય રશીયા અને પશ્ચિમી દેશ વચ્ચે વધતો તણાવ અને અમેરિકામાં ખરાબ હવામાનને કારણે ક્રૂડનાં ભાવ સતત વધી રહ્યાં છે.

    એક્સપર્ટ્સનું કહેવું છે કે, મજબૂત ડિમાન્ડને જોતા જલદી જ ક્રૂડનાં ભાવ 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ફક્ત આ વર્ષે તેનો ભાવ આશરે 20 ટકા વધ્યો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Diesel Price, Petrol Diesel Price Today, Petrol price

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन